Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Author(s): Bechardas Doshi Publisher: Laghaswami Pustakalaya Limbdi View full book textPage 7
________________ શિરસ્તેદાર) કરતા. ૭ વર્ષ સુધી તેમણે તે કાર્ય કર્યું અને ખૂબ કાળજીથી પુસ્તકે સાચવ્યાં, વધાર્યો તથા તે માટે કેટલાક ભેગે પણ આપ્યા. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના સૌને મુક્ત પુસ્તકો વાંચવા અપાતાં, એટલે માત્ર રૂ. ૧૦૦ ના વાર્ષિક ખર્ચમાં પુસ્તકાલય નિભાવ થતું. તેમની રાજકોટ ખાતે બદલી થવાથી બે ત્રણ જુદા જુદા વ્યવસ્થાપકાએ કામ ઉપાડયું, પરંતુ તેમને હાથે પુસ્તકાલય અવ્યવસ્થિત થયું અને તેનું નામ પણ કલંકિત થયું. આથી મુનિએનું મન નારાજ થયું અને પુસ્તકાલય વીખી નાંખી જુદાં જુદાં ગામનાં બીજાં પુસ્તકાલયને થોડાં થોડાં પુસ્તકો મોકલી આપવાને તેમણે વિચાર કર્યો. પરંતુ શેઠ જેશીંગભાઈ પિયાલાલ પીતાંબરદાસ, શ્રી, ચુનીલાલ વ. શાહ, શ્રી. સુખલાલ દ. ખંધાર, શ્રી. ખુશાલચંદ હી. સંઘાણી, શ્રી. નાથાલાલ ડાહ્યાભાઈ શાહ વગેરેએ મુનિએને એવી ઉતાવળ ન કરવા સૂચવ્યું, અને શ્રી. નાથાલાલે વ્યવસ્થા કરવાનું માન્ય રાખવાથી પુસ્તકાલયને વઢવાણ કેમ્પમાંથી ઉઠાવી લીંબડી ખાતે લઈ જવામાં આવ્યું, તે અત્યારે સારી રીતે ચાલી રહ્યું છે. પુસ્તકાલય માટે જાહેર રસ્તા પર મકાન ભાડે લેવામાં આવ્યું છે અને ત્યાંથી બધાં પુસ્તકો જિજ્ઞાસુઓને મુફત વાંચવા મળતાં હોવાથી તેને સારી પેઠે લાભ લેવામાં આવે છે. આજે પુસ્તકાલયમાં ૧૬પ૦ પુસ્તક છે. નવાં પુસ્તક ખરીદવામાં આવે છે અને જૂનાંની મરામત કરવામાં આવે છે. તે ઉપરાંત મકાનભાડાનું ૫ણું ખર્ચ કરવામાં આવે છે. આ બધા ખર્ચને પહોંચી વળવા માટે કોઈ જાતની કાયમી આવક નથી, એટલે પુસ્તકાલય તરફથી પ્રસિદ્ધ કરવામાં આવતાં પુસ્તકની આવકમાંથી એ ખર્ચ કરવામાં આવે છે. આ સંસ્થા કાંઈક વધુ સંપન્ન સ્થિતિમાં આવે તે મેટાં પુસ્તકની પ્રસિદ્ધિ અને પ્રચાર કરવાનું કાર્ય પણ ઉપાડી લેવાને તેને અભિલાષ પરૂિ પૂર્ણ થાય. જનતાની ઉદારતા અને સહાયક ઉપર તેનો આધાર છે. પૂજ્ય શ્રી લાધાજીસ્વામી પુસ્તકાલય, લીંબડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 262