________________
પ્રકાશકીય નિવેદન
(૨) કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સંસ્થાના અમદાવાદ ખાતે કન્યા છાત્રાલયમાં
ગુણવત્તાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશથી વંચિત રહી ગયેલ અને અમદાવાદ શહેર સિવાયની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને અભ્યાસમાં સહાયરૂપ થવા આ સંસ્થા તરફથી ધો.૧૦ થી સ્નાતક સુધીના અભ્યાસ માટે પૂરક રકમની સહાય શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં આપેલ રકમ અને વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. ૧૯૯૮-૧૯૯૯ ૮૩ વિદ્યાર્થિનીઓને રૂા. ૧૦૫૬૦૦/૧૯૯૯-૨૦૦૦ ૯૦ વિદ્યાર્થિનીઓને રૂા. ૧૦૯૭૦૦/૨૦૦૦-૨૦૦૧ ૧૩૪ વિદ્યાર્થિનીઓને રૂા. ૧૬૮૦૦૦/૨૦૦૧-૨૦૦૨ ૧૩૪ વિદ્યાર્થિનીઓને રૂા. ૧૬૭૧૦૦/
૨૦૦૨-૨૦૦૩ ૧૭૯ વિદ્યાર્થિનીઓને રૂા. ૨૨૨૦૦૦/જૈન સાહિત્ય અને પ્રકાશનને ઉત્તેજન :(૧) સંસ્થા દ્વારા જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશનને ઉત્તેજન મળે તે માટે શ્રી મહાવીર જૈન
વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા આગમના ગ્રંથો તૈયાર કરવામાં આવે છે. તેમજ અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં વિવેચનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પ્રકટ કરવાની સમયદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને સંસ્થાના અનેકમુખ ઉત્કર્ષના પુરસ્કર્તા શ્રી મોતીચંદભાઈ કાપડીઆની ભાવના હતી અને આ માટે મોતીચંદભાઈ કાપડીઆએ ગ્રંથમાળાના સંપાદન કાર્યની શરૂઆત કરી અને આજદિન સુધીમાં ૯ પુસ્તકો તથા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (સંગ્રાહક અને સંપાદક) ગ્રંથમાળાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ અને અન્ય સાત પુસ્તકો
તથા મુનિશ્રી નંદિઘોષ વિજયજી પ્રકાશિત બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. (૨) જૈનસાહિત્યને ઉત્તેજન મળે તે માટે આજદિન સુધીમાં ૧૬ જૈન સાહિત્ય સમારોહનું
જુદા જુદા સ્થળે આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાલયની વિદ્યાશાખાઓનો વિસ્તાર :(૧) ૧૫ વિદ્યાર્થીઓ સાથે સને ૧૯૧૫માં શરૂ થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય,
ગોવાલીયા ટેન્ક પર સંસ્થાના મકાનમાં ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટનીના શુભ હસ્તે તા.૩૧-૧૦-૧૯૨૫માં ખુલ્લુ મુકવામાં આવ્યું અને ત્યારબાદ સંસ્થાની પ્રગતિ, વિદ્યાશાખાઓની સ્થાપનાનો ઈતિહાસ નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org