________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
‘બાહ્ય-અત્યંતર તપના સતત આરાધક, કીર્તિકામનાથી અલિપ્ત વયોવૃદ્ધ સૂરીશ્વરજી પૂ. બાપજી મહારાજ
(જીવનકાલ - વિક્રમસંવત્ ૧૯૧૧ શ્રાવણ સુદિ ૧૫ થી વિક્રમસં. ૨૦૧૫ ભાદરવા વિંદ ૧૪ સુધી) (લેખક રતિલાલ દીપચંદ દેસાઈ, જૈન પત્ર, ભાવનગર, તા. ૧૭-૧૦-૫૯)
વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરો અને આચાર્યો થઈ ગયા, એમાં સૌથી વયોવૃદ્ધ ગણી શકાય એવા પૂ. આ.શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ થોડા દિવસો પહેલાં જ કાળધર્મ પામ્યા, એટલે એમનો ટૂંક પરિચય અહીં આપવો ઈષ્ટ છે.
પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામિજી શતવર્ષાયુ હતા. એ રીતે જેમણે રાત નીવ રવઃ એ ઉક્તિ પ્રમાણે એક સો કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હોય એવા કેટલાક પૂર્વાચાર્યો કે યુગપ્રધાનો આપણે ત્યાં થઈ ગયા; જેમકે આર્ય પ્રભવસ્વામિજી ૧૦૫ વર્ષ, આર્ય ધર્મઘોષસૂરિજી ૧૦૧ વર્ષ, આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી વગેરે ૧૦૦ વર્ષ, શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૦૫ વર્ષ, શ્રી વજ્રસેનસૂરિજી ૧૨૮ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી રેવતિમિત્રસૂરીજી ૧૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૧૧૬ વર્ષ, શ્રી નાગાર્જુન ૧૧૧ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિ ૧૧૯ વર્ષ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી ૧૧૦ વર્ષ અને શ્રી વિનયમિત્રસૂરિ ૧૧૫ વર્ષ વગેરે વગેરે.
એજ રીતે ઉપર જણાવેલા શ્રમણોમાં એવા પણ છે કે જેમનો દીક્ષાપર્યાય ચાર વીશી કરતાંય લાંબો હતો. જેવા કે આર્ય સુંદિલ અને શ્રી રેવતિમિત્રસૂરિજી ૮૪ વર્ષ, આર્યધર્મસૂરિજી ૮૪ કે ૮૮ વર્ષ, શ્રી વજ્રસ્વામિજી ૮૦ વર્ષ, શ્રી વજ્રસેનસૂરિજી ૧૧૯ વર્ષ, શ્રી નાગહસ્તિસૂરિજી ૯૭ વર્ષ, શ્રી રેવતિમિત્ર ૮૯ વર્ષ, શ્રી સિંહસૂરિજી ૯૮ વર્ષ, શ્રી નાગાર્જુન ૯૭ વર્ષ, આર્ય ભૂતદિન્નસૂરિજી ૧૦૧ વર્ષ, શ્રી ધર્મઘોષસૂરિજી ૯૩ વર્ષ અને શ્રી વિનયમિત્રસૂરિ ૧૦૫ વર્ષ વગેરે વગેરે.
સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ પણ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધરાવનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધી દીક્ષાપર્યાયને ધારણ કરનાર આવા બધા વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વ પુરૂષોની હરોળમાં જ બેસી શકે એવા પુરુષ હતા; અને એમની ઉગ્ર અને દીર્ઘ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તો કદાચ એમ જ કહી શકાય કે ૧૦૫ વર્ષની અતિવૃદ્ધ ઉમરે પણ, જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર તેઓ ખરેખર, અદ્વિતીય આચાર્ય હશે.
આચાર્ય મહારાજનો જન્મ વિ.સં.૧૯૧૧ શ્રાવણ સુદિ ૧૫ ના રક્ષાબંધનના પર્વદિને એમના મોસાળ વળાદમાં થયો હતો, એમનું પોતાનું વતન અમદાવાદમાં-ખેતરપાળની પોળમાં. અત્યારે પણ એમના કુટુંબીઓ ત્યાં રહે છે. એમ કહેવાય છે કે આ પોળની નજીકમાંથી છેક ભદ્રનો કિલ્લો અને એનો ટાવર તે કાળે દેખી શકાતાં હતાં; એના ઉપરથી સમજી શકાય એમ છે કે તે વખતે અમદાવાદ શહેર કેવું હશે ?
A:2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org