Book Title: Agam 01 Acharanga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ક શ્રુતસ્કંધ-૧ % બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ જ ભO-૧(૧) આચારાંગ-સૂત્ર/૧ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આચાર" નો ક્રમ પહેલો છે. બાર અંગmોમાં પણ “આચાર” એ પહેલું “ગ' સૂત્ર છે. પ્રાકૃતમાં તે “આચાર” નામે પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં “આચાર'નામે ઓળખાય છે અને વ્યવહારમાં આ આગમ “આચારાંગ" સૂત્રના નામે પ્રસિદ્ધ છે. આ અંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલું શ્રુતસ્કંધ “બ્રાહ્મચર્ય (આયાર)" અને બીજું શ્રુતસ્કંધ “ચારણ” નામે પણ ઓળખાય છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. - જેમાં સાતમું અધ્યયન ઘણાં કાળથી વિચ્છેદ પામેલ છે. બીજા શ્રુતસ્કંધમાં હાલ ચાર ચૂડા અર્થાત્ ચૂલિકાઓ છે. આ ચૂલિકાઓમાં પણ બીજા અધ્યયનો છે. ‘આચાસંગ' સૂમનો મુખ્ય વિષય “આચાર” છે. જેમાં મુનિવરોના આચારોનું વર્ણન મુખ્યતાએ જોવા મળે છે. મોક્ષમાર્ગની આરાધના માટે આચરણની મુખ્યતા છે. આ આચાર વિષયક જ્ઞાન આ આગમસૂત્રમાં નિરૂપીત થયેલ છે. મુનિ કોને કહેવાય ? તેની વ્યાખ્યા દ્વારા “આચાર” સૂત્રમાં જીવ અસ્તિત્વ, પૃથ્વીકાયાદિ છે કાયોનું નિરૂપણ, સંસારનું કારણ, અપમાદનો ઉપદેશ, મોક્ષપ્રાપ્તિ, મોક્ષાભિલાષીનું સ્વરૂપ, સંયમમાર્ગ, આત્મનિગ્રહ, કષાયવમન, અપમવ, સાવધકર્મત્યાગ ઇત્યાદિ અનેક વિષયોનો અહીં સમાવેશ છે. આ આગમના મૂળ સૂરનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચન માટે અમે ટીકાનુસારી વિવેયન” શબ્દ એટલે પસંદ કર્યો છે - કે વિવેચનમાં અમે નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિ ત્રણેનો આધાર લીધો છે. અહીં માત્ર વૃતિનો અનુવાદ નથી, પરંતુ ચૂર્ણિ આદિના અંશો પણ છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુ છોડી પણ દીધેલ છે, તો વળી ઉપયોગી એવા સંદર્ભોની પણ નોંધ કરી છે. - અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખો અભિનવકાળે નોંધ્યા છે, પણ અમે આ વિષયમાં મૌન રહેવાનું જ ઉચિત માનીએ છીએ. [1/2] • વિવેચન - (જેઓને સમોની જ ટીકા જોવી હોય તેઓએ સીધું જ પેજ...૧૫ જોવું) વીતરાગ પરમાત્માને નમસ્કાર, સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર. તીર્થ અર્થાત જૈનશાસન જયવંતુ વર્તે છે. કેમકે - (૧) આ તીર્ણ થકી બધી વસ્તુ તથા તેના પર્યાયના વિચારો દર્શાવીને અન્યતીર્થીઓના મંતવ્યોને નિવાર્યા છે. (૨) આ તીર્થ પ્રત્યેક તીર્થના નયવાદના સમૂહને કારણે પ્રતિષ્ઠા પામેલું છે, (3) આ તીર્થે બહુ પ્રકારે ભંગી દર્શાવીને જે સિદ્ધાંતો સિદ્ધ કર્યા છે તેના વડે કુમાર્ગની કાળાશને ધોઈ નાંખેલ છે, (૪) આ તીર્થ અનાદિ અનંત-શાશ્વત છે, અનુપમ છે. તેમજ (૫) જિનેશ્વરોએ ઉપદેશ આપતાં પહેલાં આ તીર્થને નમસ્કાર કર્યો છે. વૃત્તિના આરંભે વૃત્તિકાર કહે છે કે- (૧) જે રીતે ભગવંત મહાવીરે જગતના જીવોના હિતને માટે “આચારશાસ્ત્ર”ને વર્ણવ્યું છે, તેવી જ રીતે વિનયભાવથી કહેવાયેલ મારી આ વાણીને બુદ્ધિમાન લોકો (અધ્યયનાદિ થકી) પવિત્ર કરો, (૨) ગંધહતિ આચાર્યએ કરેલ “શસ્ત્રપરિજ્ઞા”નું વિવરણ બહુ મહેનતે પણ સમજવું દુકર હતું, તેથી સહેલાઈથી તેનો બોધ થઈ શકે માટે તેનો સાર માત્ર ગ્રહણ કરું છું. રાગ દ્વેષ મોહ આદિથી હારેલા સર્વે સંસારી જીવો કે જે શરીર અને મન સંબંધી અનેક અતિ કડવા દુ:ખ-સમૂહથી પીડાયેલા છે, તે દૂર કરવા માટે હેયઉપાદેયનું જ્ઞાન મેળવવા તેમણે નિશ્ચયથી પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના ન થાય. આવો વિવેક સર્વ સમૂહોનો અતિશય પ્રાપ્ત કરેલ આપ્ત પુરુષના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી. આવા આખ પુરુષ રાગ, દ્વેષ, મોહ આદિ દોષોનો સર્વથા ક્ષય કરવાથી થાય છે. આવા આક્ત પુરૂષ અરિહંતો જ છે, તેથી અમે અરિહંતના વચનનો અનુયોગ (અર્થકથન) કરીએ છીએ. આવો અનુયોગ ચાર પ્રકારે છે : (૧) ધર્મકથાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (3) દ્રવ્યાનુયોગ, (૪) ચરણકરણાનુયોગ. તેમાં ઉત્તરાધ્યયન આદિ ધર્મકથાનુયોગ છે, સૂર્યપ્રાપ્તિ આદિ ગણિતાનુયોગ છે, ચૌદ પૂર્વ તથા સંમતિ આદિ ગ્રંથો દ્રવ્યાનુયોગ છે અને “આચાર" વગેરે સૂણો ચરણકરણાનુયોગ છે. આ ચોથો અનુયોગ બધામાં મુખ્ય છે કારણ કે બાકીના ત્રણમાં તેનો અર્થ બતાવેલ છે. કહ્યું છે કે - “ચાત્રિના સ્વીકારને માટે બાકીના ત્રણ અનુયોગો છે, વળી રાત્રિના સ્વીકારના કારણો ધર્મકથા, કાળ અને દિક્ષાદિક છે. દ્રવ્યાનુયોગથી દર્શન શુદ્ધિ થાય છે અને દર્શનશદ્ધિથી યાત્રિ ગ્રહણ થાય છે. ગણધરોએ પણ તેથી જ તેનું પહેલું વિવેચન કર્યું છે. તેથી તે પ્રમાણે આચારાંગનો પહેલો અનુયોગ કરીએ છીએ.” આ અનુયોગ મોક્ષ દેનારો હોવાથી તેમાં વિદનનો સંભવ છે. કહ્યું છે કે - સારા કાર્યોમાં મોટાઓને પણ વિનો આવે છે, પણ અકલ્યાણમાં પ્રર્વતનારાઓને કોઈ વિપ્ન આવતું નથી, તેથી સર્વ વિનોના ઉપશમન માટે “મંગલ” કહેવું જોઈએ. આ મંગલ આદિ મધ્ય અને અંત એવા ત્રણ ભેદે છે. તેમાં (૧) આદિ મંગલ છે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 286