Book Title: Aendra Stuti Chaturvinshatika Author(s): Yashovijay Publisher: Yashobharti Jain Prakashan Samiti View full book textPage 6
________________ પરમપૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય પ્રતાપ સૂરીશ્વરજી મ. તથા પરમપૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીમાન વિજ્ય ધર્મસૂરીશ્વરજી મ. તથા પરમપૂજ્ય મુનિવર શ્રી યશોવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી, આજથી પાંચ વરસ ઉપર મુબઈના માટુંગા પરામાં દાનવીર ધર્મશ્રદ્ધાળુ શ્રેણિવર્ય શ્રીયુત માણેકલાલ ચુનીલાલને સુહસ્તે “શ્રીયશોવિજય સ્મૃતિ ગ્રન્થ” ને ભવ્ય સમારોહ ઉજવાએલો, તે વખતે મુબઈના અનેક નામાંકિત અને અગ્રગણ્ય આગેવાનોએ હાજરી આપેલી આ પ્રસંગે સત્તરમી સદિમાં ગુજરાતમાં જન્મેલા આપણા મહાન ઉપકારી જૈનશાસનના સમર્થ જ્યોતિર્ધર, સેંકડો ગ્રન્થોના રચયિતા ન્યાય વિશારદ ન્યાયાચાર્ય મહર્ષિ શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ વિરચિત ગ્રન્થોનાં પ્રકાશનનું કાર્ય સરલ અને એ માટે એક ફેડ થયેલ અને એમાં જૈનજનતાએ ઉદારભાવે સહકાર આપેલો ત્યાર બાદ, તેઓશ્રીને ગ્રન્થપ્રકાશન માટે “યશોભારતી જૈન પ્રકાશન સમિતિ નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પ્રસ્તુત સંસ્થા તરફથી તેના પ્રથમ પુષ્પ તરીકે રેન્દ્રસુતિ નામની સંસ્કૃત કૃતિ તેના હિન્દી ભાષાન્તર સાથે પ્રગટ કરવાનું અમોને સદભાગ્ય પ્રાપ્ત થયું છે શ્રીયશોભારતી સંસ્થા સ્થપાયા પછી તેનું આ પહેલુજ પ્રકાશન છે. આટલાં નાનાં પ્રકાશનમાં પણ ધાર્યા કરતાં વધુ સમય વ્યતીત થયો છે. યદ્યપિ એમા અનેક બાધક કારણોએ ભાગ ભજવ્યો હોવા છતાં આ બાબતમાં વિશેષ કઈ પણ લખવું એ અમારા માટે અનુચિત છે. કારણ કે દાતાઓ અને જનતા તે મુખ્યત્વે કાર્યને વાવાળી હોય છે. નહીં કે કારણેને અમો આ વિલબ માટે ખેદની લાગણી અનુભવીએ છીએ અને સર્વેની ક્ષમા યાચીએ છીએ આ કૃતિ મુબઈના જાણીતા નિર્ણયસાગર પ્રેસમાં છપાવી છેવિવિધ પ્રકારના ટાઈપ વાપરીને, મુદ્રણ. યોગ્ય વિશેષતાઓને સ્થાન આપી વાચકો માટે વાચનક્ષમ બનાવવામાં આવી છેઆ કૃતિનું અધ્યયન અધ્યાપન વધે માટે અન્વયસહ અર્થ આપવામાં આવ્યા છે. વળી આ કૃતિમાં ૨૪ યક્ષ-યક્ષિણીના ચિત્રો અને શબ્દકોષ આપીને વિશેષ ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકાશન માટે વિદ્વાન સંપાદક પૂજ્ય મુનિ શ્રીયશોવિજયજી મહારાજે જે શ્રમ લીધો છે તે માટે અમો તેઓશ્રીના અત્યત ઋણું છીએ અને તેમનો અત કરણપૂર્વક આભાર માનીએ છીએ આ ગ્રન્થની વિશેષ મહત્તા અને પ્રસ્તુત સંપાદનની વિશેષતાઓ વગેરે બાબતો પરમપૂજ્ય સંપાદક મુનિવર શ્રીયશોવિજયજી મહારાજે પોતાના સંપાદકીય નિવેદનમાં તથા ગ્રન્થની પ્રસ્તાવનામા વિગતવાર સમજાવી છે. પરમપૂજ્ય, જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજનાં ગ્રન્થપ્રકાશનનું કામ સુલભ બને, એ માટે દાતાઓએ જે આર્થિક મદદ કરી તે માટે અમો તેમના ખૂબ ખૂબ આભારી છીએ. અને જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે જૈન શ્રીસંઘ ઉદારતાભર્યો સહકાર આપતો રહે એવી સદાશા રાખીએ છીએ. આગમપ્રભાકર પરમપૂજ્ય વિદ્વાન મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે પ્રેસકોપી આપવાનું, જયપુરના વિદ્વાન પંડિત શ્રીભગવાનદાસ જેને યક્ષ-યક્ષિણીના બ્લૉકો આપવાનુ, જે ઔદાર્ય બતાવ્યું અને વિદ્વાન પડિત શ્રી ગગાધરમિશ્રજી અનુવાદ માટે સહાયક થયા, તે માટે તે સહુના અમે આભારી છીએ આ પ્રકાશનમાં શાસ્ત્રદષ્ટિ કે મતિદોષથી સંપાદકશ્રી કે અમારા તરફથી જે કઈ ક્ષતિ રહી જવા પામી હોય, તે માટે ક્ષમા માગીએ છીએ અને તેવી ક્ષતિ જણાવવા, અગર સુધારીને વાચી લેવા વિનંતી છે. ચંદુલાલ વર્ધમાન શાહ યશોભારતી જૈ. પ્ર. સ ના મત્રીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 153