Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ અપાયેલ આંપત્તિનું ગાથા - ૧૨૦માં નિરાકરણ કરાયેલ છે. “ભગવાનને ભુક્તિઅભાવનો જ અતિશય છે એ પ્રકારે દિગંબર કહે છે, પરંતુ ચોત્રીશ અતિશયમાંથી કોઈ અતિશયમાં તેવો અતિશય પ્રાપ્ત થતો નથી; એ વાત યુક્તિથી ગાથા-૧૨૧માં બતાવેલ છે. કેવલીને ભુક્તિનો અભાવ દિગંબર સ્વીકારે છે તેના નિરાકરણનો ઉપસંહાર ગાથા - ૧૨૨માં કરીને કવલભોજી હોવા છતાં કેવલી કૃતકૃત્ય કેમ છે તે વાત ગાથા -૧૨૩માં બતાવેલ છે. જેનાથી કેવલીનું કૃતકૃત્યપણું, સિદ્ધનું કૃતકૃત્યપણું અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિનું કૃતકૃત્યપણું કેવું છે અને તેમાં શું ભેદ છે તેનો બોધ થાય છે. આ રીતે ગ્રંથકારશ્રી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાથા - ૭૨ થી ૧૨૩માં આગમ અને યુક્તિપુરસ્પર કેવલીને કવલાહારની સ્થાપના કરેલ છે. આ વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડ. પ્રવીણચંદ્ર ખીમજી મોતા. વિ. સં. ૨૦૫૭, ચૈત્ર વદ - ૯. મંગળવાર, તા. ૧-૪-૨૦૦૧. ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ- 9.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 246