________________
અપાયેલ આંપત્તિનું ગાથા - ૧૨૦માં નિરાકરણ કરાયેલ છે.
“ભગવાનને ભુક્તિઅભાવનો જ અતિશય છે એ પ્રકારે દિગંબર કહે છે, પરંતુ ચોત્રીશ અતિશયમાંથી કોઈ અતિશયમાં તેવો અતિશય પ્રાપ્ત થતો નથી; એ વાત યુક્તિથી ગાથા-૧૨૧માં બતાવેલ છે.
કેવલીને ભુક્તિનો અભાવ દિગંબર સ્વીકારે છે તેના નિરાકરણનો ઉપસંહાર ગાથા - ૧૨૨માં કરીને કવલભોજી હોવા છતાં કેવલી કૃતકૃત્ય કેમ છે તે વાત ગાથા -૧૨૩માં બતાવેલ છે. જેનાથી કેવલીનું કૃતકૃત્યપણું, સિદ્ધનું કૃતકૃત્યપણું અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિનું કૃતકૃત્યપણું કેવું છે અને તેમાં શું ભેદ છે તેનો બોધ થાય છે.
આ રીતે ગ્રંથકારશ્રી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાથા - ૭૨ થી ૧૨૩માં આગમ અને યુક્તિપુરસ્પર કેવલીને કવલાહારની સ્થાપના કરેલ છે.
આ વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડ.
પ્રવીણચંદ્ર ખીમજી મોતા.
વિ. સં. ૨૦૫૭, ચૈત્ર વદ - ૯. મંગળવાર, તા. ૧-૪-૨૦૦૧. ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ- 9.