________________
ન સંભવે તેનો બોધ થાય છે.
આહારથી નિદ્રા પ્રાપ્ત થતી હોવાથી આહાર અવશ્ય પ્રમાદ પેદા કરે છે, માટે કેવળીને આહાર ન સંભવે” એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૧૦૭ માં કરેલ છે, જેમાં આહારની નિદ્રા પ્રત્યે કઈ રીતે કારણતા છે અને કઈ રીતે કારણતા નથી અને નિદ્રા પ્રત્યે દર્શનાવરણીય જ વસ્તુતઃ કારણ છે તેનો યથાર્થ બોધ થાય
“સાધુને અલ્પ આહાર જ ગ્રહણ કરવાની વિધિ હોવાથી આહારથી અવશ્ય પ્રમાદ થાય છે” એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૦૮માં નિરાકરણ કરેલ છે, જેનાથી અલ્પ આહાર અને અલ્પ નિદ્રા કઈ રીતે સંયમમાં ઉપકારક થાય છે તેનો પણ યથાર્થ બોધ થાય છે.
શાસ્ત્રમાં સંયમીને ૬ કારણોથી આહાર ગ્રહણ કરવાનું કહેલ હોવાથી આહારથી અવશ્ય પ્રમાદ થાય જ છે એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૦૯માં નિરાકરણ કરેલ છે. જેમાં મૂદુમાર્ગના પાલનરૂપ અપવાદ અને કારણિક અપવાદ વચ્ચેનો ભેદ પણ જણાવેલ છે.
“કેવલીને પાત્ર નહિ હોવાથી કવલાહાર સંભવે નહિ” એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૧૦માં નિરાકરણ કરેલ છે.
કેવલી આહાર ગ્રહણ કરે તો ધ્યાન અને તપનો વ્યાઘાત થશે” એ પ્રકારની દિગંબરની યુક્તિઓનું અનેક વિકલ્પ દ્વારા ગાથા - ૧૧૧માં નિરાકરણ કરેલ છે, જેમાં કેવલીને ક્યારે ધ્યાન હોય છે અને ક્યારે નથી હોતું અને તેઓને તપ પણ ક્યારે હોય છે અને ક્યારે નથી હોતો તેનો બોધ થાય છે. વળી કેવલી સંલેખનાકાળમાં મહિનાના ઉપવાસાદિ કરે તો પણ સુધાદિ દુઃખની ઉદીરણાની પ્રાપ્તિ થતી નથી, તે વાત યુક્તિથી બતાવેલ છે. જેનાથી વેદનીયકર્મની ઉદીરણા પ્રમાદના ઉદયથી જ થાય છે તે વાતનો સ્પષ્ટ બોધ થાય છે.
ઔદારિકશરીરની અવસ્થિતિ અને વૃદ્ધિ આહાર વગર સંભવે નહિ, તેથી કેવલીને કવલાહાર અવશ્ય છે” તેનું યુક્તિથી ગાથા - ૧૧રમાં સ્થાપન કરેલ છે.
“કેવલીને પરમઔદારિકશરીર હોવાથી આહારની આવશ્યકતા નથી” એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૧૩-૧૧૪-૧૧૫-૧૧૬માં નિરાકરણ કરેલ છે. વળી દિગંબર કેવલીના શરીરને સાત ધાતુરહિત સ્વીકારે છે તે પણ કઈ રીતે યુક્તિથી રહિત છે તેનું સ્થાપન કરેલ છે, જેમાં યોગના માહાભ્યથી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તે લબ્ધિઓની પ્રાપ્તિમાં નામકર્મ પણ કઇ રીતે કારણ છે તેનો વિશદ બોધ કરાવેલ છે.
કેવલીને કવલાહાર સ્વીકારવાથી રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન સ્વીકારવાની આપત્તિ આવશે” એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૧૧૭માં કરેલ છે. જેનાથી આહારની ક્રિયાથી પણ કેવલીને મતિજ્ઞાન કેમ થતું નથી અને છદ્મસ્થ જીવોને ઇન્દ્રિયોના સંપર્કમાં વિષયોથી અવશ્ય કઈ રીતે મતિજ્ઞાન થાય છે તેનો યથાર્થ બોધ થાય છે. વળી રસનેન્દ્રિયથી આહાર ગ્રહણ કરવામાં છદ્મસ્થોને વ્યંજનાવગ્રહની પ્રાપ્તિ થવા છતાં કેવલીને કઈ રીતે વ્યંજનાવગ્રહની પ્રાપ્તિ થતી નથી તેનું યુક્તિથી સ્પષ્ટીકરણ કરેલ છે, જેનાથી વ્યંજનાવગ્રહ શું ચીજ છે, તેનો સારો એવો બોધ થાય છે.
કેવલીને કવલાહાર સ્વીકારવાથી ભોજનકાળમાં પરોપકારની હાનિ થશે, વળી આહારથી વ્યાધિ પણ થવાની આપત્તિ આવશે” એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૧૯માં નિરાકરણ કરેલ છે.
કેવલીને કવલાહાર સ્વીકારવાથી જુગુપ્સનીય એવી મલાદિની પ્રવૃત્તિના સ્વીકારની પણ દિગંબર દ્વારા