________________
ઇન્દ્રિયથી પેદા થતું સુખ અને અતીન્દ્રિય સુખ એમ સુખને બે ભેદરૂપે બતાવીને અને દુઃખ ઇન્દ્રિયથી જ થાય છે એમ બતાવીને કેવલીને અશાતાનું દુઃખ સંભવે નહિ, એ પ્રકારની પ્રવચનસારની યુક્તિનું ગાથા - ૯૨માં નિરાકરણ કરેલ છે.
અજ્ઞાન અને અરતિજન્ય દુઃખનો કેવલીને અભાવ હોવા છતાં અશાતાવેદનીયથી જન્ય દુઃખનો સંભવ કેવલીમાં કઈ રીતે છે, તે વાત શાસ્ત્રીય દૃષ્ટાંતથી ગાથા-૯૩માં બતાવેલ છે.
શાસ્ત્રમાં દગ્ધરજુ જેવી અઘાતી પ્રવૃતિઓ કેવલીને હોય છે તે વચનનો સ્વમતિ પ્રમાણે અર્થ કરીને કેવલીને સુધા નથી તેવી દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૯૪માં કરેલ છે, અને તે ચર્ચાથી ખરેખર કેવલીને વર્તતી દગ્ધર જેવી અઘાતી પ્રકૃતિઓ કેવી હોય છે તેનું પણ યથાર્થ જ્ઞાન થાય છે.
કેવલજ્ઞાનને જ જઠરાગ્નિના ઉપતાપના પ્રતિબંધક સ્વીકારીને ભગવાનને સુધા નથી એ પ્રકારની દિગંબરની યુક્તિનું અનેક તર્કોથી નિરાકરણ ગાથા -૯૫માં કરેલ છે.
સુધાથી બલહાનિ થતી હોવાને કારણે અનંત વીર્યવાળા એવા કેવલીને સુધાદિ સંભવે નહિ એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૯૬માં કરેલ છે. તે ચર્ચાથી બલ, વીર્ય, યોગપરિણામ આદિ પદાર્થોનો પારમાર્થિક અર્થભેદ પ્રસ્તુત ગાથામાં પ્રાપ્ત થાય છે.
પરપદાર્થોમાં પ્રવૃત્તિ કરવાથી કર્મબંધ થાય છે, અને કેવલીની શરીર આદિની પ્રવૃત્તિ સ્વીકારીએ તો કેવલીને કર્મબંધ માનવાની આપત્તિ આવે, તેથી વાદળાંની જેમ નિર્બેજ કેવલીની પ્રવૃત્તિના સ્વીકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૯૭માં કરેલ છે.
યોગથી જ ક્રિયાના સંભવની અનેક પ્રકારની યુક્તિઓ ગાથા - ૯૮માં બતાવેલ છે જેથી યોગ અને ક્રિયા વચ્ચેના ભેદનું જ્ઞાન થાય છે, અને કેવલીની પ્રવૃત્તિ યોગ વગર સંભવે નહિ તેથી નિર્બેજ કેવલીની ક્રિયાની સ્થાપક દિગંબરની યુક્તિઓનું નિરાકરણ ગાથા -૯૮માં થાય છે.
કેવલીને સ્વભાવવાણી સ્વીકારીને ઉપદેશની ક્રિયા હોતી નથી, કેમ કે ઉપદેશની પ્રવૃત્તિ સ્વીકારીએ તો વચનપ્રયોગમાં ઇચ્છાની પ્રાપ્તિ થાય અને કેવલી ઇચ્છા વગરના છે તેમ કહીને, મસ્તકમાંથી સહજ ધ્વનિ ભગવાનને નીકળે છે એ પ્રકારની દિગંબરની માન્યતાનું ગાથા-૯૯માં નિરાકરણ કરેલ છે. આ ચર્ચાથી ભગવાનને રાગ-દ્વેષ નહિ હોવા છતાં ઉપદેશમાં કેમ પ્રવૃત્તિ છે તેનું પણ સમાધાન યુક્તિથી થાય છે. તે ભગવાનને વચનપ્રયોગ સ્વીકારવાથી શરીરના શ્રમથી ખેદની ઉદીરણાની પ્રાપ્તિનો દોષ આપીને કેવલીને વચનપ્રયોગની પ્રવૃત્તિ નથી એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા - ૧૦૦માં કરેલ છે.
વગર પ્રયત્ન અપવર્તનાકરણના સંભવની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૦૧માં નિરાકરણ કરેલ છે. . અપવર્તનાકરણ અને નિકાચનાકરણનો વિશદ બોધ પ્રસ્તુત ગાથામાં કરેલ છે અને કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ પ્રત્યે દ્રવ્યાદિ પાંચ કારણો કઈ રીતે કારણ છે તે અનેક યુક્તિઓથી સમજાવેલ છે.
કલાહારથી યોગના દુપ્રણિધાનની દિગંબરની શંકાનું ગાથા - ૧૦૪-૧૦૫ માં યુક્તિથી નિરાકરણ કરેલ છે, જેમાં અપ્રમત્તમુનિઓને આહારમાં દેશથી પણ પ્રમાદની પ્રાપ્તિ કઇ રીતે થતી નથી અને વીતરાગ નિર્લેપ હોવા છતાં આહારની પ્રવૃત્તિ કેમ કરે છે, તેનું અનેક યુક્તિઓથી સ્પષ્ટીકરણ કરેલ છે. - “આહારકથાથી પણ પ્રમાદ થતો હોય તો આહારની ક્રિયાથી અવશ્ય પ્રમાદ થાય” એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૧૦૬ માં નિરાકરણ કરેલ છે, જેનાથી આહારકથાથી પ્રમાદ થવા છતાં આહારથી પ્રમાદ કઈ રીતે