Book Title: Acharya Jinvijayji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૧૦૦] દર્શન અને ચિંતન ઉગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થને બધું અચાનક જ સાંપડે છે. કેઈ ગામડામાં શ્રાવકે પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કઈ યતિ કે સાધુની ધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન એ ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રોકી લીધા. પજુસણ બાદ ડી. દક્ષિણ બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય માટે છે. એ સંપ્રદાયમાં વિદ્વાને બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આફત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં ક્યાંય ધડ થશે નહિ. પૈસા ખૂટ્યા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અતિ ભટકતાં ભટકતાં મારવાડમાં, પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંગી સાધુને ભેટે છે, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેનો આશ્રય તેમણે વિદ્વાનની દૃષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલે. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિધ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વતા અને ગુપદના મોટા પદ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુરુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પિવાથી કે પિષવાથી શું શું પરિણામ આવે ? જે કે એ સહવાસથી તેમને જોવા જાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તે મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી એ ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિધ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણું જ સગવડ મળી અને તેમની સ્વતસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પિ અને તૃપ્ત કરે એવાં ઘણું જ મહત્વનાં સાધનો મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકુળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતી છતાં પિતાની જન્મસિધ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9