Book Title: Acharya Jinvijayji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૧૦૪] દર્શન અને ચિંતન ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચિત જ જાણે છે. તેમને પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથે છપાવવા શરૂ કર્યો તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રેત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મા વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધે. એક બાજુ મિત્રો તરફથી પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશ ગમનની વૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયે. બીજી બાજુ તેમની અતિહાસિક ગષણાથી સંતુષ્ટ થયેલ પ્ર. યાકેબીએ તેમને પત્રદ્વારા જર્મની આવવા આકર્ષ્યા અને લખ્યું કે તમે જલદી આવે. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું . આ રીતે આંતરિક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકુળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુનાં રહ્યાંસડ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરેપગ્ય નવીન દીક્ષા લીધી. વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનની પાછળ તેમને ધ્રુવ સિદ્ધાન્ત વિદ્યાભ્યાસ એ જ રહ્યું છે. જૈન તત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાંત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બબર લાગુ પડેલે જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાંતિકારી અનેક પરિવર્તનમાં તેમને મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પિતાના પ્રિય વિષયના અભ્યાસને. એ તે કોઈ પણ સમજી શકે તેમ છે કે જે તેઓ એકને એક સ્થિતિમાં રહ્યા હોત તે જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ધડાયેલું છે તે કદી ન ધડાત અને અભ્યાસની ઘણું બારીઓ બંધ રહી જાત, અથવા સહજ વિકાસગાની સંસ્કાર ગૂંગળાઈ જાત. આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તે યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી પ્રોફેસરેનાં ભાષણ સાંભળીને જ થઈ શકે; અને એતિહાસિક ગષણ તે આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તે જ શીખાય. આચાર્ય જિનવિજયજી કઈ પણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણ ભાષાઓમાં લખી-વાંચી-બેલી શકે છે અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9