Book Title: Acharya Jinvijayji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ દર્શન અને ચિંતન આચાર્ય હરિભદ્ર બૌદ્ધ મઠમાં શિષ્યોને ભણવા મોકલેલા. આચાર્ય હેમચન્દ્ર કાશ્મીરની શારદાની ઉપાસના કરેલી. ઉપાધ્યાય યશવિજયજીએ કાશીમાં ગંગાતટને સેવેલું. હવે પરિસ્થિતિ પ્રમાણે જે જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિએ માનપૂર્વક સ્થાન મેળવવું હોય તે દેશનાં પ્રસિદ્ધ સ્થળે ઉપરાંત વિદેશમાં પણ જ્યાંથી મળે ત્યાંથી દરેક ઉપાયે વિદ્યા મેળવવી અને હરિભદ્ર, હેમચન્દ્ર કે યશવિજયજીની પિઠે નવીન પરિસ્થિતિ પ્રમાણે નવી વિદ્યાઓ દેશમાં આવી. આ વસ્તુ તદ્દન રૂઢ ગણાતા જૈન સાધુ વર્ગમાં પણ કેટલાકને સમજાઈ ગઈ હોય એમ લાગે છે. તેથી જ અભ્યાસને અંગે થતા આ વિદેશગમનને કેટલાક પ્રતિષ્ઠિત જૈન સાધુઓએ પત્રથી અને તારથી અભિનંદન મોકલ્યાં હતાં. અત્યારસુધી આત્માના કોઈ અદમ્ય સાહસથી જ તેમણે અભ્યાસ આગળ ચલાવ્યો છે અને અત્યારે પણ અંગ્રેજીના અધૂરા અભ્યાસે અને ફ્રેંચ કે જર્મનના અભ્યાસ વિના યુરોપની મુસાફરી સ્વીકારી છે. એમનું આ સાહસ પણ અત્યાર સુધીનાં તેમનાં બધાં સાહસની પેઠે સફળ નીવડશે. --પ્રસ્થાન 4, 1984. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9