Book Title: Acharya Jinvijayji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ આચાર્ય જિનવિજ્યજી [૧૩] ગુજરાત પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રીમાન જિનવિજયજી ગઈ તા. ૧૨મી મેએ જર્મની સિધાવ્યા. તેમના આચાર્ય તરીકેના જીવનમાં સીધી રીતે પરિચયમાં આવનાર કે એમની સાહિત્ય કૃતિઓ દ્વારા પરિચયમાં આવનાર બધા મેટે ભાગે તેમને ગુજરાતી તરીકે ઓળખે છે અને જાણે છે. અને તેથી દરેક એમ માનવા લલચાય કે ગુજરાતની વ્યાપારજન્ય સાહસ વૃત્તિએ જ એમને દરિયાપાર મોકલ્યા હશે, પણ ખરી બિના જુદી જ છે. તેવી જ રીતે, તેમની સાથે સીધા પરિચય વિનાના માણસ, માત્ર તેમના નામ ઉપરથી તેમને જૈન અને તેમાં પણ જૈન સાધુ માને અને તેથી જ કદાચ તેમને વૈશ્ય તરીકે ઓળખવા પણ પ્રેરાય, પરંતુ તે બાબતમાં પણ બિના જુદી છે. આચાર્ય જિનવિજયજીના જીવનમાં આ વિદેશ યાત્રાના પ્રસંગથી તદન નવું પ્રકરણું શરૂ થાય છે અને તેથી આ પ્રસંગે તેમના અત્યાર સુધીના જીવનને અને તેનાં મુખ્ય પ્રેરક બળને પરિચય આપ ઉચિત ગણાશે. તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મ વૈશ્ય નહિ પણ ક્ષત્રિય રજપૂત છે. પરદેશમાં જનારા ઘણુંખરાઓ પાછી આવી અહીં ઈષ્ટ કારકીર્દીિ શરૂ કરવા જાય છે. આ જિનવિજયજીનું તેમ નથી. તેમણે જ દિશાની એટલે પ્રાચીન સંશોધનની કારકીર્દિ અહીં ક્યારની શરૂ કરી દીધી છે. પિતાની શોધે, લેખ, નિબંધ દ્વારા આ દેશમાં અને પરદેશમાં તેઓ મશહૂર થઈ ગયા છે અને હવે, તેમને પિતાના અભ્યાસમાં જે કાંઈ વધારે કરવો આવશ્યક જણાયે તે કરવા તેઓ પરદેશ ગયા છે. તેમને જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલું. તે ગામમાં એક વરસથી વધારે ઉંમરના જેન તિ રહેતા. તેમના ઉપર તેમના પિતાની પ્રબળ ભક્તિ હતી, કારણ કે એ જેન યતિથી વૈદ્યકતિષ આદિના પરિપકવ અનુભવને ઉપગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. જિનવિજ્યજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસિંહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9