Book Title: Acharya Jinvijayji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ આચાય જિનવિજયજી [૯ પગની રેખા જોઈ ને એ તિએ તેમના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યોંમાં મૂકયા. વનના છેલ્લા દિવસોમાં યતિશ્રીને કાઈ ખીજા ગામમાં જઈરહેવું પડ્યુ. કિસન સાથે હતા. યતિજીના જીવન અવસાન પછી કિસન એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડયો, માબાપ દૂર, અને યતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદ્દન મૂખ અને આચારષ્ટ. કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરુ અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાળુ આવ્યું અને તેમાંથી જ વિકાસનું ખીજ નંખાયુ. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સાબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું તેવું, પૂછ્યું અને જાણવું એ તેના સહજ સ્વભાવ હતા. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યાં. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યા. હવે એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનને અભ્યાસ શરૂ થાય છે. એમણે કેટલાંક ખાસ જૈન ધર્મ પુસ્તકા થોડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણી લીધાં; પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરક રૂઢિધન ખટકથાં. તેથી જ કેટલાંક વર્ષ બાદ ધણા જ માનસિક મથનને અંતે છેવટે એ સંપ્રદાય છેાડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હાય તેવા કાઈ પણ સ્થાનમાં જવાના અલવાન સંકલ્પ કર્યો. ઉજ્જિયનીનાં ખંડેરામાં કરતાં કરતાં સધ્યાકાળે સિપ્રાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છેડ્યો. અને અનેક આશકાઓ તેમ જ ભયના સખત દાબમાં રાતારાત જ પગપાળા ચાલી નીકળ્યા. માઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાધાને કાઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્ના કર્યો. પાછળથી કાઈ આળખી પકડી ન પાડે માટે એક એ દિવ સમાં ધણા ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેએ અચાનક પડી ગયેલા. રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામામાંથી પેાતાની જાતને ખચાવી લઈ કવ્યાંક અભ્યાસયાગ્ય સ્થાન અને સગવડ શેાધી લેવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9