Page #1
--------------------------------------------------------------------------
________________
આચાર્ય જિનવિજ્યજી
[૧૩] ગુજરાત પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રીમાન જિનવિજયજી ગઈ તા. ૧૨મી મેએ જર્મની સિધાવ્યા. તેમના આચાર્ય તરીકેના જીવનમાં સીધી રીતે પરિચયમાં આવનાર કે એમની સાહિત્ય કૃતિઓ દ્વારા પરિચયમાં આવનાર બધા મેટે ભાગે તેમને ગુજરાતી તરીકે ઓળખે છે અને જાણે છે. અને તેથી દરેક એમ માનવા લલચાય કે ગુજરાતની વ્યાપારજન્ય સાહસ વૃત્તિએ જ એમને દરિયાપાર મોકલ્યા હશે, પણ ખરી બિના જુદી જ છે. તેવી જ રીતે, તેમની સાથે સીધા પરિચય વિનાના માણસ, માત્ર તેમના નામ ઉપરથી તેમને જૈન અને તેમાં પણ જૈન સાધુ માને અને તેથી જ કદાચ તેમને વૈશ્ય તરીકે ઓળખવા પણ પ્રેરાય, પરંતુ તે બાબતમાં પણ બિના જુદી છે.
આચાર્ય જિનવિજયજીના જીવનમાં આ વિદેશ યાત્રાના પ્રસંગથી તદન નવું પ્રકરણું શરૂ થાય છે અને તેથી આ પ્રસંગે તેમના અત્યાર સુધીના જીવનને અને તેનાં મુખ્ય પ્રેરક બળને પરિચય આપ ઉચિત ગણાશે.
તેમનું જન્મસ્થાન ગુજરાત નહિ પણ મેવાડ છે. તેઓ જન્મ વૈશ્ય નહિ પણ ક્ષત્રિય રજપૂત છે. પરદેશમાં જનારા ઘણુંખરાઓ પાછી આવી અહીં ઈષ્ટ કારકીર્દીિ શરૂ કરવા જાય છે. આ જિનવિજયજીનું તેમ નથી. તેમણે જ દિશાની એટલે પ્રાચીન સંશોધનની કારકીર્દિ અહીં ક્યારની શરૂ કરી દીધી છે. પિતાની શોધે, લેખ, નિબંધ દ્વારા આ દેશમાં અને પરદેશમાં તેઓ મશહૂર થઈ ગયા છે અને હવે, તેમને પિતાના અભ્યાસમાં જે કાંઈ વધારે કરવો આવશ્યક જણાયે તે કરવા તેઓ પરદેશ ગયા છે.
તેમને જન્મ અજમેરથી કેટલેક દૂર રૂપેલી નામના એક નાના ગામડામાં થયેલું. તે ગામમાં એક વરસથી વધારે ઉંમરના જેન તિ રહેતા. તેમના ઉપર તેમના પિતાની પ્રબળ ભક્તિ હતી, કારણ કે એ જેન યતિથી વૈદ્યકતિષ આદિના પરિપકવ અનુભવને ઉપગ માત્ર નિષ્કામ ભાવે જનસેવામાં કરતા. જિનવિજ્યજીનું મૂળ નામ કિસનસિંહ હતું. કિસનસિંહના
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાય જિનવિજયજી
[૯
પગની રેખા જોઈ ને એ તિએ તેમના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યોંમાં મૂકયા. વનના છેલ્લા દિવસોમાં યતિશ્રીને કાઈ ખીજા ગામમાં જઈરહેવું પડ્યુ. કિસન સાથે હતા. યતિજીના જીવન અવસાન પછી કિસન એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડયો, માબાપ દૂર, અને યતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદ્દન મૂખ અને આચારષ્ટ. કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરુ અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાળુ આવ્યું અને તેમાંથી જ વિકાસનું ખીજ નંખાયુ. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સાબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું તેવું, પૂછ્યું અને જાણવું એ તેના સહજ સ્વભાવ હતા. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યાં. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યા. હવે એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનને અભ્યાસ શરૂ થાય છે.
એમણે કેટલાંક ખાસ જૈન ધર્મ પુસ્તકા થોડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણી લીધાં; પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરક રૂઢિધન ખટકથાં. તેથી જ કેટલાંક વર્ષ બાદ ધણા જ માનસિક મથનને અંતે છેવટે એ સંપ્રદાય છેાડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હાય તેવા કાઈ પણ સ્થાનમાં જવાના અલવાન સંકલ્પ કર્યો.
ઉજ્જિયનીનાં ખંડેરામાં કરતાં કરતાં સધ્યાકાળે સિપ્રાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છેડ્યો. અને અનેક આશકાઓ તેમ જ ભયના સખત દાબમાં રાતારાત જ પગપાળા ચાલી નીકળ્યા. માઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાધાને કાઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્ના કર્યો. પાછળથી કાઈ આળખી પકડી ન પાડે માટે એક એ દિવ સમાં ધણા ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેએ અચાનક પડી ગયેલા.
રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામામાંથી પેાતાની જાતને ખચાવી લઈ કવ્યાંક અભ્યાસયાગ્ય સ્થાન અને સગવડ શેાધી લેવાના
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
દર્શન અને ચિંતન ઉગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થને બધું અચાનક જ સાંપડે છે. કેઈ ગામડામાં શ્રાવકે પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કઈ યતિ કે સાધુની ધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન એ ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રોકી લીધા. પજુસણ બાદ ડી. દક્ષિણ બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજરાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય માટે છે. એ સંપ્રદાયમાં વિદ્વાને બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આફત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં ક્યાંય ધડ થશે નહિ. પૈસા ખૂટ્યા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અતિ ભટકતાં ભટકતાં મારવાડમાં, પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંગી સાધુને ભેટે છે, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેનો આશ્રય તેમણે વિદ્વાનની દૃષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલે. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિધ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વતા અને ગુપદના મોટા પદ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુરુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પિવાથી કે પિષવાથી શું શું પરિણામ આવે ? જે કે એ સહવાસથી તેમને જોવા જાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તે મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી એ ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિધ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણું જ સગવડ મળી અને તેમની સ્વતસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પિ અને તૃપ્ત કરે એવાં ઘણું જ મહત્વનાં સાધનો મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકુળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતી છતાં પિતાની જન્મસિધ્ધ
Page #4
--------------------------------------------------------------------------
________________
આચાય જિનવિજયજી
[ ૧૦૧
મિતભાષિત્વ અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને
લેખન ચાલુ જ રાખતા.
એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રોકી શકાય પણ નહિ. સમય નિરંક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણોથી તેમને એકવાર વીજળીની મેટરી મેળવવાનું મન થયું. આથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેના પરિચયમાં પહેલવહેલા આવ્યા ત્યારે તેમણે મને *ટરી લેતા આવવાનુ` કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગયા, અને એને પ્રકાશે તેમણે તદ્દન ખાનગીમાં કાઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડયુ. જો હું ન ભૂલતા હાઉ તા તિલકમંજરીના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય ખીજાં પણ તેમણે તેની મદદથી ધણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુર્દ લે ખેંટરી બગડી અને વિઘ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા—વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણાં સાધના મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકા અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તે અન્ય જૈન સાધુઓની પેઠે કાઈ પતિ પાસે ભણતા. પણ ભણવાના આરામ અને અંત લગભગ સાથે જ થતા. સંસ્કૃત સાહિત્ય હાય કે પ્રાકૃત એ બધું એમણે મુખ્યપણે સ્વાત્રિત વાચન અને સ્વાત્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની ષ્ટિ તીક્ષ્ણ હાય અને પ્રતિભા જાગરુક હોય એ ગમે તેવાં પણુ સાધનેને સરસ ઉપયાગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળામાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસના ખારાક ખૂબ મેળવી લીધા. પરંતુ જૂની શોધખેાળાને અંગે જ્યારે તેએ આધુનિક વિદ્યાનેાનાં લખાણા વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતા અને જૈન સાધુજીવનનુંરૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છે. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકે છે અને ગમે તે રીતે અભ્યાસ કરી શકો છે. એ લખાણુ શોખીન મનેત્તિનું નહિ પણ અભ્યાસપરાયણુ જીવનનું પ્રતિબિંબ છે, એમ મતે તા તે વખતે જ લાગેલું; પણ આજે એ સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભારા, જૂનાં કલામય મંદિશ, અને ખીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલાકને એમની જન્મસિદ્ધ વૈષણાત્તિને ઉત્તેજી અને ઊંડા અભ્યાસ કરવા તેમ જ લખવા
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૨]
દર્શન અને ચિંતન પ્રેર્યા. મહેસાણા અને પાટણ પછી ત્રીજું મારું મેં વડોદરામાં તેમની સાથે ગાળેલું. હું જેતે કે સેન્ટ્રલ લાયબ્રેરીનાં પુસ્તકોનાં પુસ્તક અને જૈન ભંડારની થિીઓની થિીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. અને જે કઈ જાતે જઈને ન બોલાવે છે તેઓ મકાનમાં છે કે નહિ તેની ખબર માત્ર લેખણુના અવાજથી જ પડતી. સદ્દગત ચિમનલાલ એ એમના જેવા જ વિદ્યાવ્યસની અને શોધક હતા. ચિમનલાલ અગ્રેજીના વિદ્વાન એટલે તેમને માર્ગ વધારે ખૂલ્યો. શ્રી જિનવિજયજી અંગ્રેજી ન જાણે એટલે તે એ બાબતમાં પરાધીન છતાં જિજ્ઞાસા માણસને સૂવા દઈ શકતી નથી. તેથી ધીરે ધીરે તેઓ અંગ્રેજી તરફ ઢળ્યા. દરમ્યાન પિતાના વિષયનું અંગ્રેજી ભાષામાં કે જર્મન ભાષામાં પુસ્તક લખાયું છે તે તેને મેળવી ગમે તે રીતે તેને અનુવાદ કરાવી મતલબ સમજી તેને ઉપયોગ કરતા; પણ આ રીતે એક અભ્યાસનિષ્ઠ માણસ લાંબા વખત સુધી સંતુષ્ટ રહી શકે નહિ. હું જાણું છું ત્યાં સુધીમાં કૃપારકેશ, વિજ્ઞપ્તિત્રિવેણુ, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, વગેરે પુસ્તક લખવાને પાયો વડોદરામાં જ નંખાયો. અને તેમની સાહિત્ય વિષયક આકર્ષક કારકિર્દી ત્યાંથી શરૂ થઈ. જેમ જેમ વાચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જૈન સાધુજીવનનાં બંધને તેમને સાલવા લાગ્યાં. કાલક્રમે મુંબઈ પહોંચ્યા. અનેક જૈન સાધુ સાથે હતા. મુંબઈમાં સમશીલ વિવિધ વિદ્વાનોના પરિચયે અને ત્યાંને સ્વતંત્ર વાતાવરણે તેમની અભ્યાસવૃત્તિને અનેક મુખે ઉદ્દીપ્ત કરી. એ એમને મંથનકાળ હતે. હું વાલકેશ્વરમાં તેઓને એકવાર મળ્યો ત્યારે જોયું કે તે સતત વાંચવા-વિચારવામાં મગ્ન છતાં ઊંડા અસંતોષમાં ગરક હતા. છેડા માસ પછી તેમની વૃત્તિ પૂનાના વિદ્યામય વાતાવરણે આકષ. તેઓ પૂજ્ય બુદ્ધસાધુઓને સાથ છોડી દુખિત મને એકલા પડ્યા, અને પગે ચાલતા પૂના પહોંચ્યા. અહીં ભંડાર અને વિદ્વાનોના ઇષ્ટતમ પરિચયથી તેમને ખૂબ ગોઠી ગયું. ત્યાંની પ્રાકૃતિક રમણીયતા, સાદું જીવન અને વિદ્યાર્થી તથા વિદ્વાનોની બહુલતાએ તેમને પૂનાના સ્થાયી નિવાસ માટે લલચાવ્યા. ભારત જૈન વિદ્યાલયની ચાલુ સંસ્થાને તેમણે સ્થાયી રૂપ આપવા પ્રયત્ન કર્યો, અને બીજી બાજુ ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાંને લિખિત જૈન પુસ્તક સંગ્રહ જોઈ કાઢ્યો: આમાંથી તેમની શોધક બુદ્ધિને પુષ્કળ સામગ્રી મળી.
અત્યાર સુધી તેઓ મને કે કમને દૃઢ જૈનત્વના આશ્રય તળે વિદ્યાવ્યાસંગ પિકી રહ્યા હતા, તે જૈનત્વ હવે પૂનાના રાષ્ટ્રીય વાતાવરણમાં, અને દેશવ્યાપી રાષ્ટ્રીય હીલચાલના વાવાઝોડામાં એસરવા માંડ્યું. અસહ
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્ય જિનવિજયજી
[૧૦૩ કારના મંડાણના દિવસે આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શેધવાની વૃત્તિને જોઈતું નવું કાર્ય ક્ષેત્ર મળી આવ્યું. આ એમને ત્રીજે મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વને. કારણ, આ વખતે કોઈ નાની ઉંમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધે તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જેનેતર વિદ્વાનમાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જૈન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ઘણા દિવસ તેમને ઉજાગર કરાવ્યું.
ઉજાગરાનાં આ કારણે માં એક વિશેષ કારણ હતું જે સેંધવા યોગ્ય છે. પિતા તે પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દર્શન કરવું એ ઈચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલું કે “હું માને કદી જોઈ શકીશ કે નહિ ! અને જાઉં તે માતાજી ઓળખશે કે નહિ ? શું મારે માટે એ જન્મસ્થાન તદન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુઓ જેવી પણ જન્મસ્થાનની વસ્તુઓ મને આજે સ્પષ્ટ નથી.” માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શક્યા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મેજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધને છેડી દેવાને પિતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રેમાં પ્રસિદ્ધ કર્યો અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની એજનાને અંગે તેમને અમદાવાદ લાવ્યા ત્યારે તેઓ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવે– વિહાર શરૂ કર્યો છે. મહાત્માજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનને નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા.
મંદિર શરૂ કરવાના કામમાં તેઓ માતાજીને મળવા તરત તે ન જઈ શક્યા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિનવિજયજી આ આઘાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરમુખ સંન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવો છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રો વધારે છે તેનું આ કારણ છે.
લગભગ આઠ વર્ષના પુરાતત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાન્તિકારી સ્વભાવ પ્રમાણે મેટું પરિવર્તન થયું.
પુરાતત્ત્વ મંદિરને મહત્વને પુસ્તક સંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં આવ્યા પછી પણ તેમનું વાચન અને અવકન સતત
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
દર્શન અને ચિંતન ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચિત જ જાણે છે. તેમને પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથે છપાવવા શરૂ કર્યો તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રેત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મા વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધે. એક બાજુ મિત્રો તરફથી પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશ ગમનની વૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયે. બીજી બાજુ તેમની અતિહાસિક ગષણાથી સંતુષ્ટ થયેલ પ્ર. યાકેબીએ તેમને પત્રદ્વારા જર્મની આવવા આકર્ષ્યા અને લખ્યું કે તમે જલદી આવે. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું .
આ રીતે આંતરિક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકુળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુનાં રહ્યાંસડ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરેપગ્ય નવીન દીક્ષા લીધી.
વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનની પાછળ તેમને ધ્રુવ સિદ્ધાન્ત વિદ્યાભ્યાસ એ જ રહ્યું છે. જૈન તત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાંત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બબર લાગુ પડેલે જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાંતિકારી અનેક પરિવર્તનમાં તેમને મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પિતાના પ્રિય વિષયના અભ્યાસને. એ તે કોઈ પણ સમજી શકે તેમ છે કે જે તેઓ એકને એક સ્થિતિમાં રહ્યા હોત તે જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ધડાયેલું છે તે કદી ન ધડાત અને અભ્યાસની ઘણું બારીઓ બંધ રહી જાત, અથવા સહજ વિકાસગાની સંસ્કાર ગૂંગળાઈ જાત.
આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તે યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી પ્રોફેસરેનાં ભાષણ સાંભળીને જ થઈ શકે; અને એતિહાસિક ગષણ તે આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તે જ શીખાય. આચાર્ય જિનવિજયજી કઈ પણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણ ભાષાઓમાં લખી-વાંચી-બેલી શકે છે અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે
Page #8
--------------------------------------------------------------------------
________________
આચાય જિનવિજયજી
[૧૫
વીસેક ગ્રંથા સંપાદિત કર્યો છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં‘હરિભદ્રસૂરિના સમયનિણૅય' એ ઉપર એમણે એક લેખ વાંચ્યા જેથી પ્રખર વિદ્વાન યાકાળીને પશુ પોતાના અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવવે પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખા, સંસ્કૃત, પ્રાકૃત કે જાતી ગુજરાતીના ગમે તે ભાષાના લેખા તે ઉકેલી શકે છે અને વિવિધ લિપિના તેમને ખેાધ છે. ખારવેલનો શિલાલેખ ખેસાડવામાં પ્રૉ. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારુ નિરીક્ષણ કર્યું" છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હૈાય તેમ તે ઇતિહાસના અનાવા તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાના - ઘેંસ દર્ભ ’ સંપાદિત કર્યાં છે. કાઈ પણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથ હિંદમાં વિરલ જ છે, ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનાના ગ્રંથા બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેમથી આગળ ચલાવશે.
તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સાધક નામના ત્રૈમાસિક પત્રનું ખી વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કાઈપણ ફ્રિકામાં એ કાર્ટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્યાનેમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લોકો તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે.
જો કે જૈત સમાજ તદ્દન રૂઢ જેવા ડાવાથી બીજા બધા લૉકા જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત એ છે કે મેડાં મેાડાં પણુ તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિહ્નો નજરે પડવા લાગ્યાં છે. એક તરી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રને બહિષ્કાર કરવા તત્પર એવા સકીણું વ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, જો વિદ્યારુચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દૃશ્ય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લોકો આચાય જિનવિજયજીને આજ સુધી બળવાખાર માની તેમનાથી દૂર ભાગતા અગર તેા પાસે જવામાં પાપને ભય રાખતા તેવા લાકા પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશ્મીર અને જૂની કાશીએ વિદેશમાં વસે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન આચાર્ય હરિભદ્ર બૌદ્ધ મઠમાં શિષ્યોને ભણવા મોકલેલા. આચાર્ય હેમચન્દ્ર કાશ્મીરની શારદાની ઉપાસના કરેલી. ઉપાધ્યાય યશવિજયજીએ કાશીમાં ગંગાતટને સેવેલું. હવે પરિસ્થિતિ પ્રમાણે જે જૈન સાહિત્ય અને જૈન સંસ્કૃતિએ માનપૂર્વક સ્થાન મેળવવું હોય તે દેશનાં પ્રસિદ્ધ સ્થળે ઉપરાંત વિદેશમાં પણ જ્યાંથી મળે ત્યાંથી દરેક ઉપાયે વિદ્યા મેળવવી અને હરિભદ્ર, હેમચન્દ્ર કે યશવિજયજીની પિઠે નવીન પરિસ્થિતિ પ્રમાણે નવી વિદ્યાઓ દેશમાં આવી. આ વસ્તુ તદ્દન રૂઢ ગણાતા જૈન સાધુ વર્ગમાં પણ કેટલાકને સમજાઈ ગઈ હોય એમ લાગે છે. તેથી જ અભ્યાસને અંગે થતા આ વિદેશગમનને કેટલાક પ્રતિષ્ઠિત જૈન સાધુઓએ પત્રથી અને તારથી અભિનંદન મોકલ્યાં હતાં. અત્યારસુધી આત્માના કોઈ અદમ્ય સાહસથી જ તેમણે અભ્યાસ આગળ ચલાવ્યો છે અને અત્યારે પણ અંગ્રેજીના અધૂરા અભ્યાસે અને ફ્રેંચ કે જર્મનના અભ્યાસ વિના યુરોપની મુસાફરી સ્વીકારી છે. એમનું આ સાહસ પણ અત્યાર સુધીનાં તેમનાં બધાં સાહસની પેઠે સફળ નીવડશે. --પ્રસ્થાન 4, 1984.