SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય જિનવિજયજી [૧૦૩ કારના મંડાણના દિવસે આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શેધવાની વૃત્તિને જોઈતું નવું કાર્ય ક્ષેત્ર મળી આવ્યું. આ એમને ત્રીજે મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વને. કારણ, આ વખતે કોઈ નાની ઉંમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધે તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જેનેતર વિદ્વાનમાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જૈન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ઘણા દિવસ તેમને ઉજાગર કરાવ્યું. ઉજાગરાનાં આ કારણે માં એક વિશેષ કારણ હતું જે સેંધવા યોગ્ય છે. પિતા તે પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દર્શન કરવું એ ઈચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલું કે “હું માને કદી જોઈ શકીશ કે નહિ ! અને જાઉં તે માતાજી ઓળખશે કે નહિ ? શું મારે માટે એ જન્મસ્થાન તદન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુઓ જેવી પણ જન્મસ્થાનની વસ્તુઓ મને આજે સ્પષ્ટ નથી.” માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શક્યા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મેજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધને છેડી દેવાને પિતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રેમાં પ્રસિદ્ધ કર્યો અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની એજનાને અંગે તેમને અમદાવાદ લાવ્યા ત્યારે તેઓ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવે– વિહાર શરૂ કર્યો છે. મહાત્માજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનને નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. મંદિર શરૂ કરવાના કામમાં તેઓ માતાજીને મળવા તરત તે ન જઈ શક્યા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિનવિજયજી આ આઘાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરમુખ સંન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવો છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રો વધારે છે તેનું આ કારણ છે. લગભગ આઠ વર્ષના પુરાતત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાન્તિકારી સ્વભાવ પ્રમાણે મેટું પરિવર્તન થયું. પુરાતત્ત્વ મંદિરને મહત્વને પુસ્તક સંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં આવ્યા પછી પણ તેમનું વાચન અને અવકન સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249285
Book TitleAcharya Jinvijayji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle, Ascetics, & Biography
File Size165 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy