Book Title: Acharya Jinvijayji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ આચાય જિનવિજયજી [૧૫ વીસેક ગ્રંથા સંપાદિત કર્યો છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં‘હરિભદ્રસૂરિના સમયનિણૅય' એ ઉપર એમણે એક લેખ વાંચ્યા જેથી પ્રખર વિદ્વાન યાકાળીને પશુ પોતાના અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવવે પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખા, સંસ્કૃત, પ્રાકૃત કે જાતી ગુજરાતીના ગમે તે ભાષાના લેખા તે ઉકેલી શકે છે અને વિવિધ લિપિના તેમને ખેાધ છે. ખારવેલનો શિલાલેખ ખેસાડવામાં પ્રૉ. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારુ નિરીક્ષણ કર્યું" છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હૈાય તેમ તે ઇતિહાસના અનાવા તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાના - ઘેંસ દર્ભ ’ સંપાદિત કર્યાં છે. કાઈ પણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથ હિંદમાં વિરલ જ છે, ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનાના ગ્રંથા બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેમથી આગળ ચલાવશે. તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સાધક નામના ત્રૈમાસિક પત્રનું ખી વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કાઈપણ ફ્રિકામાં એ કાર્ટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્યાનેમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લોકો તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે. જો કે જૈત સમાજ તદ્દન રૂઢ જેવા ડાવાથી બીજા બધા લૉકા જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત એ છે કે મેડાં મેાડાં પણુ તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિહ્નો નજરે પડવા લાગ્યાં છે. એક તરી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રને બહિષ્કાર કરવા તત્પર એવા સકીણું વ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, જો વિદ્યારુચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દૃશ્ય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લોકો આચાય જિનવિજયજીને આજ સુધી બળવાખાર માની તેમનાથી દૂર ભાગતા અગર તેા પાસે જવામાં પાપને ભય રાખતા તેવા લાકા પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશ્મીર અને જૂની કાશીએ વિદેશમાં વસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9