Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan
Author(s): Dilip Charan
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ કલા અને સાહિત્યને પણ તેઓ વાદની એકાંગીતામાં નહીં પણ તત્ત્વગ્રાહી દૃષ્ટિની અખિલાઈ સ્વરૂપે જુએ છે. ક્ષરમાં અને ક્ષરની પાર અક્ષરનું દર્શન કરાવે તે કલા એમ તેઓ જણાવે છે. તેમના મતે “જગતમાં મહાન કાવ્યો તો તે જ ગણાયાં છે કે જેણે મનુષ્યનો જીવનપથી ઉજાળ્યો છે, એની સંસ્કૃતિને ઉન્નત ભાવનાથી પોષી છે, દીપાવી છે, એક પગલું એને આગળ ભરાવ્યું છે....કાવ્ય જેટલે અંશે જગતનું બલ્ક જગતની પાર રહેલા અ-ક્ષરનું અનુકરણ કે સૂચન ન કરે અને આભાસ દ્વારા પણ એનું દર્શન કરાવે તેટલો એનો મહિમા અને ઐહિકતાના મલિનકુંડમાં ક્રીડાઓની માફક ખદબદતી મનુષ્યહૃદયની ધૂલ વૃત્તિઓને દેશાન્તર કરાવી રસલોકની સ્વર્ગગંગામાં-રસમન્દાકિનીમાં સ્નાન કરાવે એટલી એની ઉચ્ચતા.” “સંસ્કૃતિનો સંયમ અને જીવનનો ઉલ્લાસ બન્નેની જેમાં સમતા તે કાવ્ય ઉત્તમ” (કાવ્યતત્ત્વવિચાર, ૧૧૪૯૭-૪૯-૫૦) આચાર્યશ્રી આનંદશંકરના મતે આ સમતા જ ‘શબ્દ અને અર્થ’, ‘ભાવના અને વાસ્તવ', ‘ક્લાસિકલ અને રોમેન્ટિક'ના વૈચારિક ધંધોથી પર લઈ જઈ કલાને આત્માની અમૃત, અ-મૃત કલા તરીકે સ્થાપશે. આ જ દર્શન આચાર્યશ્રી આનંદશંકરના કેળવણી અને સમાજવિચારમાં જોવા મળે છે. પ્રજ્ઞા અને શીલનું અનુશીલન કરે તે કેળવણી અને એવો કેળવાયેલો સમાજ જ તેમના મતે ઈષ્ટ છે. આમ તત્ત્વચિંતન, ધર્મચિંતન, સાહિત્ય અને કેળવણી તેમજ જીવન અને સમાજ ચિંતનમાં આચાર્યશ્રી આનંદશંકરની પોતાની આંતરદૃષ્ટિ તત્ત્વગ્રાહી, એકાંગીતાનો પરિત્યાગ કરનારી અને સર્વાશ્લેષી સમન્વયને દર્શાવનારી છે. આવા સંસ્કાર પુરુષને આપણા શત્ શત્ વંદન. આવા સંસ્કાર પુરુષના ચિંતનનો તાત્વિક અભ્યાસ પ્રસ્તુત સંશોધનમાં શ્રી દિલીપ ચારણે કર્યો છે જે “ગુજરાતના તત્ત્વચિંતનમાં એક વિશિષ્ટ આયામ છે. ગુજરાતના ચિંતનને નિરખવા, પારખવાનું અને અવગાહન કરવાનું એક ઇજન આ પુસ્તક દ્વારા વાચકને અવશ્ય પ્રાપ્ત થશે અને આનંદશંકરના ચિંતન ગાંભીર્યનો ગુજરાતને પરિચય થશે. પ્રશાંત દવે નિવૃત્ત પ્રાધ્યાપક, તત્ત્વજ્ઞાન વિભાગ, નલિની, અરવિંદ આર્ટ્સ કૉલેજ વલ્લભવિદ્યાનગર 0 0 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 314