________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
( ૭ )
આ ભાષાંતર તૈયાર કરતાં જે કે પૂર્ણ કાળજી રાખવામાં આવી છે, છતાં પણ-પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, કોઈ પણ દેશ રહેલે દષ્ટિગોચર થાય તે તે માટે બીજી આવૃત્તિમાં સુધારો થવા સૂચના કરવા સુજ્ઞ વાચકવર્ગને સવિનય સપ્રેમ વિજ્ઞપ્તિ છે. આવાં ભાષાન્તરેથી આચાર વિચારમાં નીચી ગતિ લેતાં જેને પોતાની ભૂલ સમજતા થશે એમ અમને ખાત્રી છે.
કોઈ પણ પુસ્તકનું ભાષાન્તર કરતી વખતે તેને લગતી ઐતિહાસિક બિનાનો વિચાર કરે જોઈએ. આપણાં સને જ્ઞાનીઓએ રચેલાં છે, તેઓ આમ પુરૂષ હોવાથી, કાર્યપરત્વે અધિકારી હતા, તેથી હાલના ભાષાન્તરના વાંચકોને તેઓનાં એતિહાસિક વૃત્તાંત જાણવાની આવશ્ય કતા છે. પણ જેઓ જન કહેવાય છે તેઓ મહેને ભાગ્યે જ કોઈ આ મહાત્માઓનાં વૃત્તાંતથી અજ્ઞાન હશે. તેમજ આ ભાષાન્તરના છેવટના ભાગમાં પણ શ્રમણ ભગવંત શ્રીમહાવિર તીર્થકરનું ઐતિહાસિક વૃત્તાંત આવી જતું હોવાથી અને જુદુ આપવા પ્રયાસ કરે નથી. તે જ્ઞાની પુરૂષોના, જ્ઞાન, દર્શન, ચારિત્રનું આબેહુબ વર્ણન કરવું તે પિતાની અક્કલની કસટી કરાવવાની સાથે મૂર્ખ બનવા જેવું છે. આવા જ્ઞાનસંપન્ન મહાત્માઓનાં રચેલાં સૂત્ર ઉપર પૂર્વે થયેલા વિદ્વાન આચાયોએ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે કરીને તેનો સંપૂર્ણ આશય સમજાવવા મથન કરેલું છે તેમાં પણ ઠેકાણે ઠેકાણે “સર્વ વેવસ્ટાગ્યે” એવા શબ્દો દષ્ટિગોચર થાય છે; જે શબે કાંઈ ઓછા અર્થસૂચક નથી.
આપણે આપણી પરંપરાએ સાંભળેલું છે કે જ્ઞાનીના જ્ઞાનને અનંતમો ભાગ ગણધર મહારાજ સમજી શકે તેને પણ બહુ થોડે ભાગ આચાર્યજી સમજી શકે વગેરે. આ ઉપરથી વાચક વર્ગને ખાત્રી થશે કે સૂત્રોના ભાષાન્તર કરી તેનું રહસ્ય સમજાવવું એ ઓછું મુશ્કેલ કામ નથી. સૂત્રોમાં ઠામ ઠામ કેટલાએક એવા શબ્દો આવે છે કે તેના શબ્દાર્થ અને ભાવાર્થ તરફ વિચાર કરતાં બંધ બેસતે આશય મળી શકતું નથી. તેમાં વનસ્પતિ વીગેરેનાં કેટલાંક એવાં નામો આવે છે કે આજના જમાનાના વિદ્વાન–ડૉકટરો, રસાયણીઓ અને બૅનિસ્ટ પણ ભાગ્યે જ જાણતા હોય; કેટલાએક એવા શબ્દો આવે છે કે જેના ઘણા અર્થ થતા હોય-આ પ્રસંગે નિષ્પક્ષપાતપણે અર્થ ગોઠવે તે માટે અને જે મુશ્કેલી પડી છે તેને ખ્યાલ માત્ર વિદ્વાન વર્ગજ કરી શકશે.
જૈનમાં જે જુદા જુદા સંપ્રદાય પડેલ છે તેનું કારણ પણ પૂર્વોક્ત શબ્દના મનગમતા જુદા જુદા અર્થ કરવાનું છેઆ પ્રસંગે તમામ સંપ્રદાયને અનુકૂળ, તેમજ સૂત્ર શૈલી અનુસાર અર્થે ગોઠવે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર. કાળ, ભાવ અને વિદ્વાન વર્ગના અભિપ્રાયોને આશ્રય લેવો પડ્યો છે.
જે વખતે સૂત્રો લખાયાં અને હાલ જે વખતે આપણે તે વાંચીએ છીએ તેમાં સં. ખ્યાબંધ વધીને આંતરે છે, જે દરમ્યાન જમાને વિદ્યા, કળા, કૈશલ્ય અને હુન્નરમ બહુ આગળ વધે છે અને વર્તમાન વિદેશી વિદ્વાનોની દર્શનીક શક્તિ આગળ સૂત્રજ્ઞાનને વિષે પણ પૂર્ણ માહીતી ધરાવનાર પુરૂષની પુરતી ખેટ છે, તેનું કારણ આપણું રૂઢ વિચારેને વળગી રહેવાની આપણી ટેવ છે. એક કહેવત છે કે, “Be a Roman in Rome” એટલે કે દેશ કાળને માન આપીને વર્તવાથી સ્વધર્મ તેમજ વ્યવહાર પક્ષમાં સુગમતા રહે છે.
આ સૂત્રના ભાષાન્તર સંબંધે “મુંબઈ સમાચાર” માં જે કડવી ટીકાઓ ચર્ચાપત્ર તરીકે પ્રસિદ્ધ થયેલી છે અને જેમાં માત્ર આંધળી શ્રદ્ધાપર દોરાઈ નિષ્પક્ષપાત દષ્ટિથી દૂર
For Private and Personal Use Only