Book Title: Abhyakhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અભ્યાખ્યાન ૪૧૧ અભ્યાખ્યાનની પ્રવૃત્તિ પરાપૂર્વથી ચાલતી આવી છે. મહાસતી સીતા, મહાસતી દમયંતી, મહાસતી અંજના, મહાસતી કલાવતી, વગેરે કેટલીક સતીઓ આવા અભ્યાખ્યાનની ભોગ થઈ પડી હતી અને ઘણું દુ:ખ ભોગવ્યા પછી નિર્દોષ પુરવાર થઈ હતી. મેતારજ મુનિ ઉપર ચોરીનો આરોપ આવ્યો હતો, તે વહેમ શંકાથી આવ્યો હતો, પરંતુ સત્ય ઉચ્ચારવા જતાં જીવહિંસા થશે એવા કરુણાભાવથી એમણે મારણાત્તિક કષ્ટ સહન કરી લીધું હતું. સમયે સમયે કેટલાય સંત-મહાત્માઓ ઉપર જો અભ્યાખ્યાન થતાં હોય તો વ્યવહારમાં સામાન્ય મનુષ્યોની તો વાત જ શી ? શાસ્ત્રકારોએ જે અઢાર પ્રકારનાં પાપસ્થાનક ગણાવ્યાં છે, એમાં તેરમા પાપસ્થાનક તરીકે અભ્યાખ્યાનને ગણાવ્યું છે. અભ્યાખ્યાનમાં બીજા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે, એટલે એમાં મૃષાવાદનો દોષ આવે છે. આમ છતાં મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકમાં એની ગણના ન કરતાં અભ્યાખ્યાનને એક સ્વતંત્ર પાપસ્થાનક તરીકે શાસ્ત્રકારોએ ગણાવ્યું છે, કારણ કે એને જુદું ગણાવવાથી જ એમાં રહેલા પાપકર્મના ભારેપણાનો માણસને સાચો ખ્યાલ આવે. મૃષાવાદમાં નાનાં નાનાં, નજીવાં, નિહેતુક, અજાણતાં ઉચ્ચારાતાં અસત્યોથી માંડીને ભારે મોટાં જુઠ્ઠાણાં સુધીનું વિશાળ ક્ષેત્ર હોય છે અને એમાં ઘણી બધી તરતમતા હોય છે. અભ્યાખ્યાનમાં સહેતુક, દ્વેષપૂર્ણ, બીજાની જિંદગી બરબાદ કરી નાખે એવા એક જુદા જ પ્રકારના ભારે અસત્યનું કથન રહેલું હોય છે. વળી એની સાથે ક્રોધાદિ પ્રકારના ભારે કષાયો પણ સંલગ્ન રહેતાં હોય છે. એટલે આવા ભારે પાપકર્મને જુદું બતાવવાની આવશ્યકતા રહેલી છે. અઢાર પાપસ્થાનકોમાં કેટલાંક પાપ બોલવાથી બંધાય છે. વચનયોગનાં એ પાપોમાં મૃષાવાદ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરંપરિવાદ વગેરે મુખ્ય ગણાવી શકાય. ક્રોધ, કલહ, માયામૃષાવાદમાં પણ વચનયોગ હોય છે. હિંસાદિ અન્ય પાપોમાં કાયાના કે મનના યોગ સાથે ક્યારેક વચનયોગ પણ હોઈ શકે છે. અસંયમિત વાણી પાપ બાંધવામાં કેવું પ્રબળ નિમિત્ત બની જાય છે તે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. અભ્યાખ્યાન, પશૂન્ય અને પરંપરિવાદ એ નજીક નજીકનાં એકબીજાને મળતાં આવે એવાં પાપો છે. એમ છતાં તે દરેકને સ્વતંત્ર પાપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પશુન્ય એટલે ચાડી ખાવી, ગપ્ત જાત જાહેર કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11