Book Title: Abhyakhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૪૧૦ જિનતત્ત્વ બોલવું, ભાષણ કરવું, વચન ઉચ્ચારવું ઇત્યાદિ. “અભિ' ઉપસર્ગ છે. વિશેષણપણે', “ભારપૂર્વક”, “સામેથી', “પ્રતિ ' જેવા અર્થમાં તે પ્રયોજાય છે. (સંસ્કૃતમાં “અભિખ્યાન' શબ્દ પણ છે. એનો અર્થ કીર્તિ થાય છે.) ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશની ટીકામાં ‘અભ્યાખ્યાન'ની વ્યાખ્યા બાંધતાં કહેવાયું છે : મમુનિ માથાનું રોષવિષ્ણરામ સ્વાધ્યાનમ્ | અભિમુખેન એટલે સામેથી, અભ્યાખ્યાન એટલે સામેથી દોષોનું આવિષ્કરણ કરવું. સ્થાનાંગ સૂત્રના પ્રથમ અધ્યયન (૪૮-૪૯)ની ટીકામાં અભ્યાખ્યાનની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે આપી છે : અભ્યારણ્યાને પ્રસિષારોપણમ્ | અભ્યાખ્યાન એટલે પ્રગટ રીતે ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. એવી જ રીતે, આ જ અર્થમાં અભ્યાખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે અપાય છે : क्रोधमानमायालोभादिभिः परेष्वविद्यमान दोषोद्भावनमभ्याख्यानम्। ક્રિોધ, માન, માયા અને લોભને કારણે બીજા ઉપર અવિદ્યમાન – ન હોય તેવા – દોષોનો આરોપ કરવો તેને અભ્યાખ્યાન કહે છે. हिंसादे : कर्तुविरस्य विरताविरतस्य वायमरय कर्तेरयभिधानम् अभ्याख्यानम् । [હિંસાદિ કાર્ય કરીને હિંસાથી વિરક્ત એવા મુનિ અથવા શ્રાવકને માથે આ ઘેષ લગાવીને “આ કાર્ય એમણે કર્યું છે' એમ કહેવું તે “અભ્યાખ્યાન” છે.] અભ્યાખ્યાનની નીચે પ્રમાણે એવી જ બીજી વ્યાખ્યા આપવામાં આવે છે : अभ्याख्यानं असद् अभियोगः। અભિયોગ' શબ્દના આક્રમણ કરવું, સંઘર્ષ કરવો, આક્ષેપ મૂકવો, ન્યાયાલયમાં ફરિયાદ કરવી એવા જુઘ જુઘ અર્થ થાય છે. અહી અસ એટલે ખોટો અને અભિયોગ એટલે આક્ષેપ કરવો એવો અર્થ લેવાનો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અઢાર વાપસ્થાનકની સઝાયમાં અભ્યાખ્યાન એટલે પરનાં આછતાં આળ ઉચ્ચારવાં એવો અર્થ ભાષામાં સમજાવ્યો છે. જુઓ : પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતો જી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુ:ખ પામે તે અનંતો જી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11