Book Title: Abhyakhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249433/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન જગતમાં સારી નરસી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. કેટલીક પ્રવૃત્તિઓ અજાણતાં થઈ જાય છે, તો કેટલીક ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલી અસદ્ પ્રવૃત્તિ કર્યા પછી, માણસને તેને માટે પશ્ચાત્તાપ થાય છે. કેટલીક વાર અશુભ કાયનાં પરિણામ વખતે માણસની આંખ ઊઘડે છે અને તેવું અશુભ કાર્ય ફરી ન કરવાનો તે સંકલ્પ કરે છે. શુભ કાર્યના પરિણામથી માણસને આનંદ થાય છે અને તેની તે માટેની શ્રદ્ધા-રુચિ વધે છે. પાપ-પુણ્યની આવી પ્રવૃત્તિઓ માટે બધાં જ માણસો એકસરખાં જાગ્રત, સમજધર અને ક્રિયાશીલ નથી હોતાં. સામાન્ય માણસોની પાપ-પુણ્ય વિશે કેવી પ્રકૃતિ હોય છે તે વિશે શ્રી હરિભદ્રસૂરિએ સચોટ કહ્યું છે : पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः। फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः। મિાણસોને પુણ્યના ફળની ઇચ્છા થાય છે, પરંતુ પુણ્યકાર્ય કરવાની ઇચ્છા હોતી નથી. તેવી જ રીતે માણસોને પાપનાં ફળ ભોગવવાની ઇચ્છા થતી નથી, પરંતુ તેઓ પાપ આદરપૂર્વક (રસપૂર્વક) કરે છે.] સંસારમાં પાપ અનેક પ્રકારનાં છે, પરંતુ શાસ્ત્રકારોએ બહોળું વર્ગીકરણ કરીને અઢાર પ્રકારનાં બતાવ્યાં છે. એમાં પાંચ પ્રકારનાં પાપ તે અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે, ચાર પાપ ક્રોધાદિ ચાર કષાયનાં છે, એ પાપ રાગ અને દ્વેષરૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લે અઢારમું મોટું પાપ તે મિથ્યાત્વરૂપી છે. આ બધાં પાપોમાં તેરમું પાપ તે ખોટાં આળ ચડાવવારૂપ અભ્યાખ્યાન છે. “અભ્યાખ્યાન ” સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ખોટો આરોપ મૂકવો. એ જ અર્થમાં અભ્યાખ્યાન' જૈન ધર્મનો એક પારિભાષિક શબ્દ બની ગયો છે. “અભ્યાખ્યાન” શબ્દ અભિ + આખ્યાન ઉપરથી આવ્યો છે. આખ્યાન એટલે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જિનતત્ત્વ બોલવું, ભાષણ કરવું, વચન ઉચ્ચારવું ઇત્યાદિ. “અભિ' ઉપસર્ગ છે. વિશેષણપણે', “ભારપૂર્વક”, “સામેથી', “પ્રતિ ' જેવા અર્થમાં તે પ્રયોજાય છે. (સંસ્કૃતમાં “અભિખ્યાન' શબ્દ પણ છે. એનો અર્થ કીર્તિ થાય છે.) ભગવતીસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશની ટીકામાં ‘અભ્યાખ્યાન'ની વ્યાખ્યા બાંધતાં કહેવાયું છે : મમુનિ માથાનું રોષવિષ્ણરામ સ્વાધ્યાનમ્ | અભિમુખેન એટલે સામેથી, અભ્યાખ્યાન એટલે સામેથી દોષોનું આવિષ્કરણ કરવું. સ્થાનાંગ સૂત્રના પ્રથમ અધ્યયન (૪૮-૪૯)ની ટીકામાં અભ્યાખ્યાનની વ્યાખ્યા ટીકાકારે આ પ્રમાણે આપી છે : અભ્યારણ્યાને પ્રસિષારોપણમ્ | અભ્યાખ્યાન એટલે પ્રગટ રીતે ન હોય તેવા દોષોનું આરોપણ કરવું. એવી જ રીતે, આ જ અર્થમાં અભ્યાખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે અપાય છે : क्रोधमानमायालोभादिभिः परेष्वविद्यमान दोषोद्भावनमभ्याख्यानम्। ક્રિોધ, માન, માયા અને લોભને કારણે બીજા ઉપર અવિદ્યમાન – ન હોય તેવા – દોષોનો આરોપ કરવો તેને અભ્યાખ્યાન કહે છે. हिंसादे : कर्तुविरस्य विरताविरतस्य वायमरय कर्तेरयभिधानम् अभ्याख्यानम् । [હિંસાદિ કાર્ય કરીને હિંસાથી વિરક્ત એવા મુનિ અથવા શ્રાવકને માથે આ ઘેષ લગાવીને “આ કાર્ય એમણે કર્યું છે' એમ કહેવું તે “અભ્યાખ્યાન” છે.] અભ્યાખ્યાનની નીચે પ્રમાણે એવી જ બીજી વ્યાખ્યા આપવામાં આવે છે : अभ्याख्यानं असद् अभियोगः। અભિયોગ' શબ્દના આક્રમણ કરવું, સંઘર્ષ કરવો, આક્ષેપ મૂકવો, ન્યાયાલયમાં ફરિયાદ કરવી એવા જુઘ જુઘ અર્થ થાય છે. અહી અસ એટલે ખોટો અને અભિયોગ એટલે આક્ષેપ કરવો એવો અર્થ લેવાનો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અઢાર વાપસ્થાનકની સઝાયમાં અભ્યાખ્યાન એટલે પરનાં આછતાં આળ ઉચ્ચારવાં એવો અર્થ ભાષામાં સમજાવ્યો છે. જુઓ : પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતો જી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુ:ખ પામે તે અનંતો જી. Page #3 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૧ અભ્યાખ્યાનની પ્રવૃત્તિ પરાપૂર્વથી ચાલતી આવી છે. મહાસતી સીતા, મહાસતી દમયંતી, મહાસતી અંજના, મહાસતી કલાવતી, વગેરે કેટલીક સતીઓ આવા અભ્યાખ્યાનની ભોગ થઈ પડી હતી અને ઘણું દુ:ખ ભોગવ્યા પછી નિર્દોષ પુરવાર થઈ હતી. મેતારજ મુનિ ઉપર ચોરીનો આરોપ આવ્યો હતો, તે વહેમ શંકાથી આવ્યો હતો, પરંતુ સત્ય ઉચ્ચારવા જતાં જીવહિંસા થશે એવા કરુણાભાવથી એમણે મારણાત્તિક કષ્ટ સહન કરી લીધું હતું. સમયે સમયે કેટલાય સંત-મહાત્માઓ ઉપર જો અભ્યાખ્યાન થતાં હોય તો વ્યવહારમાં સામાન્ય મનુષ્યોની તો વાત જ શી ? શાસ્ત્રકારોએ જે અઢાર પ્રકારનાં પાપસ્થાનક ગણાવ્યાં છે, એમાં તેરમા પાપસ્થાનક તરીકે અભ્યાખ્યાનને ગણાવ્યું છે. અભ્યાખ્યાનમાં બીજા ઉપર ખોટો આરોપ મૂકવામાં આવે છે, એટલે એમાં મૃષાવાદનો દોષ આવે છે. આમ છતાં મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકમાં એની ગણના ન કરતાં અભ્યાખ્યાનને એક સ્વતંત્ર પાપસ્થાનક તરીકે શાસ્ત્રકારોએ ગણાવ્યું છે, કારણ કે એને જુદું ગણાવવાથી જ એમાં રહેલા પાપકર્મના ભારેપણાનો માણસને સાચો ખ્યાલ આવે. મૃષાવાદમાં નાનાં નાનાં, નજીવાં, નિહેતુક, અજાણતાં ઉચ્ચારાતાં અસત્યોથી માંડીને ભારે મોટાં જુઠ્ઠાણાં સુધીનું વિશાળ ક્ષેત્ર હોય છે અને એમાં ઘણી બધી તરતમતા હોય છે. અભ્યાખ્યાનમાં સહેતુક, દ્વેષપૂર્ણ, બીજાની જિંદગી બરબાદ કરી નાખે એવા એક જુદા જ પ્રકારના ભારે અસત્યનું કથન રહેલું હોય છે. વળી એની સાથે ક્રોધાદિ પ્રકારના ભારે કષાયો પણ સંલગ્ન રહેતાં હોય છે. એટલે આવા ભારે પાપકર્મને જુદું બતાવવાની આવશ્યકતા રહેલી છે. અઢાર પાપસ્થાનકોમાં કેટલાંક પાપ બોલવાથી બંધાય છે. વચનયોગનાં એ પાપોમાં મૃષાવાદ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પરંપરિવાદ વગેરે મુખ્ય ગણાવી શકાય. ક્રોધ, કલહ, માયામૃષાવાદમાં પણ વચનયોગ હોય છે. હિંસાદિ અન્ય પાપોમાં કાયાના કે મનના યોગ સાથે ક્યારેક વચનયોગ પણ હોઈ શકે છે. અસંયમિત વાણી પાપ બાંધવામાં કેવું પ્રબળ નિમિત્ત બની જાય છે તે આવા પ્રસંગે આપણને જોવા મળે છે. અભ્યાખ્યાન, પશૂન્ય અને પરંપરિવાદ એ નજીક નજીકનાં એકબીજાને મળતાં આવે એવાં પાપો છે. એમ છતાં તે દરેકને સ્વતંત્ર પાપ તરીકે ઓળખવામાં આવ્યું છે. પશુન્ય એટલે ચાડી ખાવી, ગપ્ત જાત જાહેર કરી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જિનતત્વ દેવી. તે અસત્ય હોય કે ન પણ હોય, પરંપરિવાદ એટલે નિદા કરવી, એમાં પણ અસત્ય હોય કે ન પણ હોય. પરંતુ અભ્યાખ્યાનમાં સ્પષ્ટપણે અસત્ય જ હોય. આ અસત્યનું દોષારોપણ બીજાને ઉતારી પાડવા માટે કે વગોવવા માટે જ કરવામાં આવ્યું હોય છે. એટલા માટે જ પૈશન્ય કે પરપરિવાદ કરતાં અભ્યાખ્યાનનું પાપ વધારે ભયંકર મનાય છે. અભ્યાખ્યાન વચનયોગનું પાપ હોવા છતાં કેટલીક વાર માણસ મનમાં ને મનમાં કોઈક ઉપર વહેમ કે રોષથી આળ ચડાવે છે, પરંતુ બીજા આગળ તે વ્યક્ત કરવાની હિંમત હોતી નથી. ખૂન, ચોરી, દુર્બસન, વ્યભિચાર, બળાત્કાર, લાંચ લેવી, ગેરરીતિ-અનીતિ આચરવી, અન્યાયપૂર્વક વર્તન કરવું ઇત્યાદિ પ્રકારના ખોટા આરોપ કરવારૂપી અભ્યાખ્યાન મોટાં ગણાય છે. એવાં અસત્ય દોષારોપણો ક્યારેક ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. “અમુક વ્યક્તિ તમારે માટે આમ કહેતી હતી' જેવાં ખોટાં દોષારોપણો વર્ષોના ગાઢ સંબંધોને પણ વિચ્છિન્ન કરી નાખે છે. આક્ષેપો મૂકવાનું કાર્ય સરળ છે, પરંતુ તે પુરવાર કરવાનું અઘરું છે. વ્યક્તિગત અંગત સંબંધોમાં બધી જ વાતોની મોઢામોઢ સાબિતીઓ મંગાતી નથી. ઘણાં માણસો કાચા કાનના હોય છે અને સાંભળેલી વાતને સાચી માની લે છે. વર્તમાનકાળમાં એકંદરે લોકોને બીજાની સારી વાતોને બદલે નબળી વાતોમાં વધુ રસ પડતો હોય છે. સાચી કે ખોટી નબળી વાતો જલદી પ્રસરતી હોય છે. વળી, એકની એક ખોટી વાતનું સતત પુનરુચ્ચારણ સત્યાભાસ જન્માવે છે. બીજાઓ પર ખોટાં કલંક ચડાવવાનું, અભ્યાખ્યાનની પ્રવૃત્તિ કરવાનું માણસને કેમ મન થતું હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. શાસ્ત્રકારો કહે છે કે માણસથી હિંસા, ચોરી, બળાત્કાર વગેરે મોટાં પાપો થઈ જાય છે અને પકડાઈ જવાની બીક લાગે છે અથવા પકડાઈ જાય છે ત્યારે પોતે એ ગુનો કર્યો નથી પણ ફલાણાએ કર્યો છે એવો બીજા ઉપર આક્ષેપ મૂકીને તે છટકવાનો પ્રયત્ન કરે છે. વળી, શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયના તીવ્ર આવેગને કારણે માણસ બીજા ઉપર આક્ષેપ મૂકે છે. તદુપરાંત બીજાની પરીક્ષા કરવા, ઉપહાસ કરવા અથવા પોતાની ઉપર થયેલા સાચા આક્ષેપનો પ્રતિકાર કરવા માણસ બીજા ઉપર ખોટો આક્ષેપ મૂકે છે. ક્યારેક વહેમને કારણે અથવા માત્ર આભાસ ઉત્પન્ન થવાને કારણે પણ બીજા ઉપર ખોટો આક્ષેપ થઈ જાય છે. સુભદ્રા, વંકચૂલ વગેરેનાં દૃષ્ટાંત એ માટે Page #5 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન ૪૧૩ જાણીતાં છે. કેટલાક માણસોની દૃષ્ટિ જ એવી વિકત હોય છે કે એમને બધું વિપરીત જ દેખાય છે અને તેઓ હાલતાં ચાલતાં પોતાને જાણે જીભનો એક રોગ થયો હોય તેમ બીજા ઉપર આળ ચડાવતાં હોય છે “હિંગુલપ્રકરણ' ગ્રંથમાં અભ્યાખ્યાન વિશે લખ્યું છે : काचकामलदोषेण पश्येन्नेत्र विपर्ययम्। अभ्याख्यानं वदेग्जीह्वा तत्र रोग क उच्यते।। આિંખમાં કંઈક ઊલટું દેખાય તો તેમાં કમળાના રોગનો દોષ હોય છે, પરંતુ જીભ જો અભ્યાખ્યાન ઉચ્ચારે-પારકા ઉપર આળ ઉચ્ચારે તો ત્યાં ક્યો રોગ કહેવો અર્થાત્ કોનો દોષ કાઢવો ? કેટલાંક માણસો એટલાં નિર્લજ્જ કે દુષ્ટ હોય છે કે બીજી વ્યક્તિ ઉપર પ્રત્યક્ષ આળ ચડાવતાં હોય છે. ખૂન કે વ્યભિચાર જેવા કલંક કરતાં ચોરીનું આળ પ્રત્યક્ષ ચડાવવાના પ્રસંગો વધુ બનતા હોય છે. તે વ્યક્તિએ એવી ચોરી નથી કરી એવું પોતે સ્પષ્ટપણે જાણતા હોવા છતાં એવું આળ ચડાવવામાં આવે છે. કેટલાંક માણસોમાં એવી હિમત હોતી નથી કે બીજાની ઉપર પ્રત્યક્ષ આળ ચડાવે, કારણ કે પોતાને તરત ખોટા પડવાની ભીતિ હોય છે. પરંતુ પરોક્ષ રીતે તેઓ “મેં નજરે જોયું છે . મેં સાંભળ્યું છે..” એમ કહીને અભ્યાખ્યાનની પ્રવૃત્તિ ચાલુ કરી દેતાં હોય છે. કેટલાક માણસો એવી રોગિષ્ઠ મનોવૃત્તિવાળાં હોય છે કે થોડે થોડે વખતે તેઓ ચારિત્રહનન(Character Assasination)ની પ્રવૃત્તિ ન કરે તો તેમને ચેન પડતું નથી. બીજાનો ઉત્કર્ષ તેમનાથી ખમાતો નથી, એટલે અભ્યાખ્યાનની આવી પ્રવૃત્તિઓમાં તેઓ રાચે છે. કેટલાંક માણસોને જીવનમાં એવી સફળતા મળી હોતી નથી અથવા પોતાની શક્તિની કદર, પોતાના વિચિત્ર સ્વભાવને કારણે જ થઈ હોતી નથી. એવાં ગુણદ્વેષી માણસો જો બોલકાં હોય તો બીજાને હલકા પાડવા માટે જૂઠાણાં હાંકતાં હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : “જે બહુમુખી રે વળી ગુણમત્સરી અભ્યાખ્યાની હોય છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જિનતત્ત્વ પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે.' કેટલાંક માણસો પોતે બીજા ઉપર ઇરાદાપૂર્વક કોઈ આળ ચડાવતાં નથી હોતાં. પરંતુ તેમનો નિદારસ એટલો પ્રબળ હોય છે અને એમની ગુણમત્સરતા એટલી તીવ્ર હોય છે કે ક્યાંકથી સાંભળેલા અભ્યાખ્યાનને તેઓ વહેતું રાખે છે. કોઈકની નબળી વાત સાંભળવા તેઓ હંમેશાં ઉત્સુક રહે છે, ક્યારેક તે માટે સામેથી પૂછપરછ ચાલુ કરે છે; એવી વાત સાંભળવા મળે તો તેઓ તેમાં રાચે છે, રાજી થાય છે અને બીજાં કેટલાંકને પોતે એ વાત ન કહી દે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પોતે આળ નથી ચડાવતાં, પણ સત્ય હકીકત જાણતાં હોવા છતાં બીજાં ઉપર કોઈકે ચડાવેલા આળને “કહેવાય છે કે ..”, “સાંભળ્યું છે કે ...” એમ કહીને, અસારવામાં તેઓ સહર્ષ નિમિત્ત થતાં હોય છે. કેટલાંક માણસો આળ પોતે ઇરાદાપૂર્વક ઊભું કરતાં હોય છે, પરંતુ એનું કર્તુત્વ બીજાં ઉપર ઢોળી દઈને, પોતે કોઈકની પાસેથી સાંભળ્યું છે એમ કહીને એનો પ્રચાર કરતાં હોય છે. કેટલાક માણસોની મથરાવટી જ એટલી મેલી હોય છે કે દુષ્કૃત્યોથી ભરેલા એના જીવનને લક્ષમાં રાખી પોતાના કે કોઈકનો ગુનો એને માથે ઓઢાડી દેવામાં આવે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યું હોય તો અજ્ઞાની જીવ તેની સાથે વેર બાંધે, તેનું અહિત ઇચ્છે અને પ્રતિકારરૂપે એ જ આળ કે એવું બીજું આળ કે એક કરતાં વધુ આળ તેના ઉપર સામાં ચડાવે છે. ક્યારેક પોતાની જો શક્તિ અને લાગવગ વધુ હોય અને વેર લેવાનો આક્રોશ અતિશય ઉગ્ર હોય તો આળ ચડાવનારની હત્યા પણ કરી નાખે છે. આમ એક વ્યક્તિના એક પાપમાંથી બીજી વ્યક્તિનાં બીજાં પાપ બંધાય છે. ક્યારેક આવી ક્રિયા-પ્રતિક્રિયા વધુ સમય પણ ચાલ્યા કરે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યાની ખબર પડે ત્યારે કેટલીક નિર્દોષ પણ નિર્બળ મનની વ્યક્તિ એનો આઘાત જીરવી શકતી નથી. તે દિવસરાત ઉદ્વિગ્ન બની જાય છે. પોતાની થયેલી અપકીર્તિ તેના આંતરમનને કોરી ખાય છે. ભય અને ચિંતા તેને સતત સતાવ્યા કરે છે. અનિદ્રાના વ્યાધિનો તે ભોગ થઈ પડે છે, સંસાર પ્રત્યે તેને હંમેશને માટે નિર્વેદ થઈ જાય છે. જો કોઈક Page #7 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન વ્યક્તિ અતિશય સંવેદનશીલ હોય તો તેને કોઈને મોઢું બતાવવાનું ગમતું નથી. ‘લોકો પૂછે તો ?’ – એ જાતનો એને ડર રહ્યા કરે છે. અને પરિસ્થિતિ અસહ્ય બનતાં કાં તો તે વ્યક્તિ કોઈ માનસિક રોગનો ભોગ થઈ પડે છે, પાગલ કે ચક્રમ જેવી થઈ જાય છે, અને ક્યારેક તે આપઘાત પણ કરી બેસે છે. કેટલાંક માણસોમાં નરી જડતા હોય છે. કોઈએ પોતાના ઉપર આળ ચડાવ્યું હોય તો તેની તેમના ઉપર કંઈ અસર થતી નથી. તેઓ નિશ્ચિતપણે હરેફરે છે અને આળની વાતને હસી કાઢે છે. એવી વાતને પોતે પણ જલદી ભૂલી જાય છે. આવું કોઈ ઊંચી સમજણબુદ્ધિમાંથી નથી થતું, પરંતુ એમની પ્રકૃતિ જ એવી સરળ કે જડ હોય છે. ૪૧૫ અભ્યાખ્યાન કરનાર ભારે અશુભ કર્મ બાંધે છે. અભ્યાખ્યાનનું પાપ એવું છે કે એમાં ‘પોતે જોયું છે' કે ‘સાંભળ્યું છે' એવાં વચનો દ્વારા ફરી મૃષાવાદનું અશુભ કર્મ બંધાય છે. આ અશુભ કર્મ એવા પ્રકારનું છે કે તેમાં જાણતાં કે અજાણતાં વધુ પડતો રસ લેવાઈ જાય છે અને ભારે અશુભ કર્મની નિકાચના થઈ જાય છે. એવાં નિકાચિત કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં ઘણી શારીરિક-માનસિક યાતના સહન કરવી પડે છે. અભ્યાખ્યાનને પરિણામે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, અશાતાવેદનીય, નીંચ ગોત્ર વગેરે પ્રકારનાં ભારે અશુભ કર્મ બંધાઈ જાય છે. અભ્યાખ્યાનનું પાપકર્મ કેટલું ખરાબ છે તે વિશે ઉપમા આપતાં ‘હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં કહેવાયું છે કે : देवेषु किल्विषो देवो ग्रहेषु च शनैश्वरः । अभ्याख्यानं तथा कर्म सर्व कर्मसु गर्हितम् ॥ [જેમ દેવતાઓમાં કિબિષ નામના દેવતા હલકા ગણાય છે, જેમ ગ્રહોમાં શનિશ્વર ગ્રહ હલકો ગણાય છે, તેમ બધાં કર્મોમાં અભ્યાખ્યાનનું કર્મ પારકા ઉપર આળ ચઢાવવાનું કર્મ હલકું ગણાય છે.] અભ્યાખ્યાની કેવા પ્રકારનાં કર્મ બાંધે છે અને ભોગવે છે તે વિશે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે : जेण परं अलिएणं असंतवयणेणं अष्मक्खाणेणं अब्भकरवाई । तस्सणं तहष्पगास चेव कम्मा कज्जति । जत्थेवणं भिसमागच्छति, तत्थेव पडिसंवेदइ । (માવીસૂત્ર ૧/૬) Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ [જેઓ બીજાં ઉપ૨ જૂઠાં કલંક ચડાવે છે, અભ્યાખ્યાનનું પાપ આચરે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેઓ તેવાં ફળ ભોગવે છે.] ૪૧૩ આમ, અભ્યાખ્યાનનું પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારનાં ભારે દુ:ખ ભોગવવાં પડે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે : અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી; તે તે દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન-ભાણો જી.’ ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ જે ન હોય તેવા દોષો કે ભાવોનું આરોપણ કરવું એ પણ અભ્યાખ્યાનનો જ પ્રકાર છે. આવા અભ્યાખ્યાનીઓ મિથ્યાત્વી હોય છે. વસ્તુત: મિથ્યાત્વી હોવાને કારણે તેઓ અભ્યાખ્યાની બને છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : ‘મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદો જી, ગુણઅવગુણનો જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જી.' આવા મિથ્યાત્વીઓ ગુણ-અવગુણનો પાલટો કરે છે એટલે કે જ્યાં ગુણ હોય ત્યાં અવગુણનું આરોપણ કરે છે અને અવગુણ હોય તેને ગુણ તરીકે માને છે. આવા મિથ્યાત્વી અભ્યાખ્યાનના ઘણા પ્રકાર સંભવી શકે છે. પરંતુ શાસ્ત્રોમાં તેના મુખ્ય દસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) ધર્મને અધર્મ કહેવો (૨) અધર્મને ધર્મ કહેવો (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહેવો (૪) ઉન્માર્ગને સન્માર્ગ કહેવો (૫) સાધુને અસાધુ કહેવો (૬) અસાધુને સાધુ કહેવો Page #9 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન (૭) જીવને અજીવ કહેવો (૮) અજીવને જીવ કહેવો (૯) મુક્તને સંસારી કહેવો (૧૦) સંસારીને મુક્ત કહેવો જે વ્યક્તિને કર્મસિદ્ધાન્તમાં અટલ વિશ્વાસ છે અને ધર્મમાં રૂચિ અને શ્રદ્ધા છે, જે વ્યક્તિને સન્માર્ગે વિકાસ સાધવો છે, તે વ્યક્તિએ અઢારે પ્રકારનાં પાપો આચરતાં અટકવું જોઈએ. બીજાના ઉપર ઇરાદાપૂર્વક ખોટું કલંક ચડાવવારૂપી અભ્યાખ્યાનના પાપથી તો એણે અવશ્ય અટકવું જ જોઈએ, પણ એથી આગળ વધીને બીજાના સાચા જે દોષ હોય તે દોષના પ્રત્યક્ષ કે પરોક્ષ કથનથી પણ અટકવું જોઈએ. એણે ગુણદશી અને ગુણગ્રાહી બનવું જોઈએ. બીજામાં સદ્ગુણો જોઈને એને હર્ષોલ્લાસ થવો જોઈએ. વૃત્તાના માથા પવારે બીને એવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ હોવી જોઈએ. હિંગુવપ્રકરણમાં કહ્યું છે : यथाभक्ष्यं न भक्ष्यते द्वादशव्रतधारिभिः । अभ्याख्यानं न चोच्यते, तथा कस्यापि पंडितः ।। જેવી રીતે બાર વ્રતધારી માણસોએ અભણ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તેવી જ રીતે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટું કલંક લગાડવું ન જોઈએ.] કેટલાંક સમતાધારી, સમ્યગુદૃષ્ટિવાળા માણસો પર અથવા તેથી પણ આગળ વધેલા, સંસારથી વિરક્ત બનેલા સાધુ મહાત્માઓ ઉપર કોઈ અસત્યારોપણ કરે, આળ ચડાવે તો તેઓ “વાસીચંદન કલ્પ'ની જેમ માધ્યસ્થ દૃષ્ટિ રાખી તે વ્યક્તિને મનોમન માફ કરી દે છે. તેઓ પોતાના આત્માની સાક્ષીએ પોતાની જાતને પૂછી લેતા હોય છે કે આવા આળમાં તથ્ય કેટલું ? જો પોતે નિર્દોષ હોય, પોતાનો આત્મા વિશુદ્ધ હોય તો પોતાના ઉપર ચડાવેલા આળની તેમને મન કશી કિંમત હોતી નથી. તેઓ તેનાથી નિર્લેપ રહે છે. પોતાની અપકીર્તિ થાય તો પણ તેની તેમને દરકાર હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે પછી થોડા વખતમાં જ એ અપકીર્તિ દૂર થઈ જશે અને સાચી વાત બહાર આવશે કારણ કે તેઓને સત્યમાં અવિચલ શ્રદ્ધા હોય છે. કેટલાક ઊંચી કોટિના મહાત્માઓ તો આવે પ્રસંગે પણ આળ ચડાવનારનો પ્રસન્નતાપૂર્વક ઉપકાર માનતા હોય છે કે આળ ચડાવનાર પોતે ભારે અશુભ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જિનતત્વ કર્મ બાંધીને પોતાના ઉદયમાં આવેલાં અશુભ કર્મનો ક્ષય કરવામાં સહાયભૂત થાય છે. વળી એવા જીવોની દુર્ગતિનો વિચાર કરી તેઓ એને માટે દયા પણ ચિતવતા હોય છે. પોતાની ઉપર કોઈ ક્યારેય આળ ન ચડાવે તે માટે શું કરવું જોઈએ? માણસે પોતાનું બાહ્ય અને આંતર જીવન એવું સ્વચ્છ અને પારદર્શક જીવવું જોઈએ કે જેથી તેના વિશે અભ્યાખ્યાન કરવાનું કોઈને મન ન થાય. જે માણસ સ્વાર્થી, લોભી, ક્રોધી, છેતરપિંડી કરનારો, અહંકારી, ઉદ્ધત, નિદાખોર અને ઠેર ઠેર અકારણ કે સકારણ સંઘર્ષ, કલહ, વિસંવાદ કરવાવાળો કે કરાવવાના સ્વભાવવાળો હોય છે તેનાથી દુભાયેલા માણસો તેને હલકો પાડવા માટે તેના ઉપર આળ ચડાવે છે. કેટલીક વાર માણસ ઉપર આવી પડેલા અભ્યાખ્યાન માટે માણસની પોતાની વિચિત્ર પ્રકૃતિ જ જવાબદાર હોય છે. જો માણસ સરળ પ્રકૃતિનો હોય, બીજાના સદ્ગણોનાં ચાહક હોય, અન્ય જીવોનું હિત ઇચ્છનારો અને તેમના પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારો હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ એ ચારે ભાવનાનું સતત શ્રદ્ધાપૂર્વક સેવન કરવાવાળો હોય તો એવા માણસો ઉપર આળ ચડાવવાનું કોઈને ગમે નહિ. કદાચ કોઈ આળ ચડાવે તો તે ટકે નહિ. વળી એવા સદાચારી, સંયમી માણસે પોતાનો જીવનવ્યવહાર એવો ઘડવો જોઈએ કે જેથી કોઈને શંકા-કુશંકા કરવાનું મન ન થાય, કારણ કે સમાજને મોઢે ગળણું બાંધી શકાતું નથી. માણસ અંતરથી સદાચારી હોય એટલું બસ નથી, લોકોની નજરે પણ તેના સદાચારમાં ખામી ન દેખાય એવી બાહ્ય દૃષ્ટિએ પણ એણે સાવધ રહેવું જોઈએ. અને સંશય ઊપજે એવાં સ્થાન અને વાતાવરણ વર્જવાં જોઈએ. વળી કેટકેટલી બાબતમાં એણે પ્રતિજ્ઞા પચ્ચખાણ ધારણ કરી લીધાં હોવાં જોઈએ કે જેથી પોતાનું ચિત્ત અજાણતાં ચલિત ન જઈ જાય અને લોકોને પણ શ્રદ્ધા-પ્રતીતિ રહ્યા કરે. માણસનું વ્યક્તિત્વ અને ચારિત્ર એટલાં ઊંચા હોવાં જોઈએ કે તેના વિશે કરાયેલું અભ્યાખ્યાન પાછું પડે અને ટકી ન શકે અને અભ્યાખ્યાનીની જ એ માટે વગોવણી થાય. સૂર્ય સામે ધૂળ ઉડાડનારથી સૂર્ય ઢંકાતો નથી પરંતુ ઉડાડનારની આંખમાં ધૂળ પડે છે તેવું સંતમહાત્માઓ વિશે અભ્યાખ્યાન કરનારનું થાય છે. કોઈ માણસથી જાણતા કે અજાણતાં કોઈ અભ્યાખ્યાન થઈ ગયું હોય અને પછી પોતાની ભૂલ સમજાઈ હોય અથવા તેનાં તરત દુષ્પરિણામ Page #11 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન 419 ભોગવવાનાં આવ્યાં હોય કે આવવામાં હોય અને પોતે જે દુષ્કૃત્ય કર્યું તે નહોતું કરવું જોઈતું એવી સમજણ આવી હોય તો તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ ? એવી વ્યક્તિએ પોતાની ભૂલનો સ્વીકાર વડીલજન, ગુરુ ભગવંત કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ કરવો જોઈએ. તેઓએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના પાપની નિઘ અને ગહ કરવી જોઈએ. એવા પાપ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ફરી એવું પાપ પોતાનાથી ન થઈ જાય તે માટે દઢ સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. એ માટે માણસે પોતાની દુવૃત્તિઓને ઉપશાન્ત કરવી જોઈએ અને ચિત્તની સતત જાગૃતિપૂર્વક સંયમ તરફ શ્રદ્ધા સાથે વળવું જોઈએ. સતત ધર્મશ્રવણથી, જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણપરિશીલન કરવાથી આવા વેષોમાંથી બચી શકાય છે અને કરેલાં ભારે કર્મ એથી હળવાં થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : પરનાં આળ ન છતાં દીજિયે, પીજીએ જો જિનવાણી છે; ઉપશમરસસ્તું રે ચિત્તમાં ભીજીએ, કીજીએ સુજસ કમાણી છે.'