________________
જિનતત્ત્વ
[જેઓ બીજાં ઉપ૨ જૂઠાં કલંક ચડાવે છે, અભ્યાખ્યાનનું પાપ આચરે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેઓ તેવાં ફળ ભોગવે છે.]
૪૧૩
આમ, અભ્યાખ્યાનનું પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવને તેવા પ્રકારનાં ભારે દુ:ખ ભોગવવાં પડે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે :
અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણો જી;
તે તે દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન-ભાણો જી.’
ધર્મ-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ જે ન હોય તેવા દોષો કે ભાવોનું આરોપણ કરવું એ પણ અભ્યાખ્યાનનો જ પ્રકાર છે. આવા અભ્યાખ્યાનીઓ મિથ્યાત્વી હોય છે. વસ્તુત: મિથ્યાત્વી હોવાને કારણે તેઓ અભ્યાખ્યાની બને છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે :
Jain Education International
‘મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદો જી,
ગુણઅવગુણનો જે કરે પાલટો, તે પામે બહુ ખેદો જી.'
આવા મિથ્યાત્વીઓ ગુણ-અવગુણનો પાલટો કરે છે એટલે કે જ્યાં ગુણ હોય ત્યાં અવગુણનું આરોપણ કરે છે અને અવગુણ હોય તેને ગુણ તરીકે માને છે. આવા મિથ્યાત્વી અભ્યાખ્યાનના ઘણા પ્રકાર સંભવી શકે છે. પરંતુ શાસ્ત્રોમાં તેના મુખ્ય દસ પ્રકાર નીચે પ્રમાણે બતાવવામાં આવે છે :
(૧) ધર્મને અધર્મ કહેવો
(૨) અધર્મને ધર્મ કહેવો (૩) સન્માર્ગને ઉન્માર્ગ કહેવો (૪) ઉન્માર્ગને સન્માર્ગ કહેવો (૫) સાધુને અસાધુ કહેવો (૬) અસાધુને સાધુ કહેવો
For Private & Personal Use Only
www.jainelibrary.org