SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાખ્યાન વ્યક્તિ અતિશય સંવેદનશીલ હોય તો તેને કોઈને મોઢું બતાવવાનું ગમતું નથી. ‘લોકો પૂછે તો ?’ – એ જાતનો એને ડર રહ્યા કરે છે. અને પરિસ્થિતિ અસહ્ય બનતાં કાં તો તે વ્યક્તિ કોઈ માનસિક રોગનો ભોગ થઈ પડે છે, પાગલ કે ચક્રમ જેવી થઈ જાય છે, અને ક્યારેક તે આપઘાત પણ કરી બેસે છે. કેટલાંક માણસોમાં નરી જડતા હોય છે. કોઈએ પોતાના ઉપર આળ ચડાવ્યું હોય તો તેની તેમના ઉપર કંઈ અસર થતી નથી. તેઓ નિશ્ચિતપણે હરેફરે છે અને આળની વાતને હસી કાઢે છે. એવી વાતને પોતે પણ જલદી ભૂલી જાય છે. આવું કોઈ ઊંચી સમજણબુદ્ધિમાંથી નથી થતું, પરંતુ એમની પ્રકૃતિ જ એવી સરળ કે જડ હોય છે. ૪૧૫ અભ્યાખ્યાન કરનાર ભારે અશુભ કર્મ બાંધે છે. અભ્યાખ્યાનનું પાપ એવું છે કે એમાં ‘પોતે જોયું છે' કે ‘સાંભળ્યું છે' એવાં વચનો દ્વારા ફરી મૃષાવાદનું અશુભ કર્મ બંધાય છે. આ અશુભ કર્મ એવા પ્રકારનું છે કે તેમાં જાણતાં કે અજાણતાં વધુ પડતો રસ લેવાઈ જાય છે અને ભારે અશુભ કર્મની નિકાચના થઈ જાય છે. એવાં નિકાચિત કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં ઘણી શારીરિક-માનસિક યાતના સહન કરવી પડે છે. અભ્યાખ્યાનને પરિણામે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, અશાતાવેદનીય, નીંચ ગોત્ર વગેરે પ્રકારનાં ભારે અશુભ કર્મ બંધાઈ જાય છે. અભ્યાખ્યાનનું પાપકર્મ કેટલું ખરાબ છે તે વિશે ઉપમા આપતાં ‘હિંગુલપ્રકરણ’ ગ્રંથમાં કહેવાયું છે કે : देवेषु किल्विषो देवो ग्रहेषु च शनैश्वरः । अभ्याख्यानं तथा कर्म सर्व कर्मसु गर्हितम् ॥ [જેમ દેવતાઓમાં કિબિષ નામના દેવતા હલકા ગણાય છે, જેમ ગ્રહોમાં શનિશ્વર ગ્રહ હલકો ગણાય છે, તેમ બધાં કર્મોમાં અભ્યાખ્યાનનું કર્મ પારકા ઉપર આળ ચઢાવવાનું કર્મ હલકું ગણાય છે.] અભ્યાખ્યાની કેવા પ્રકારનાં કર્મ બાંધે છે અને ભોગવે છે તે વિશે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે : जेण परं अलिएणं असंतवयणेणं अष्मक्खाणेणं अब्भकरवाई । तस्सणं तहष्पगास चेव कम्मा कज्जति । जत्थेवणं भिसमागच्छति, तत्थेव पडिसंवेदइ । Jain Education International (માવીસૂત્ર ૧/૬) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249433
Book TitleAbhyakhyan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size368 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy