SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાખ્યાન (૭) જીવને અજીવ કહેવો (૮) અજીવને જીવ કહેવો (૯) મુક્તને સંસારી કહેવો (૧૦) સંસારીને મુક્ત કહેવો જે વ્યક્તિને કર્મસિદ્ધાન્તમાં અટલ વિશ્વાસ છે અને ધર્મમાં રૂચિ અને શ્રદ્ધા છે, જે વ્યક્તિને સન્માર્ગે વિકાસ સાધવો છે, તે વ્યક્તિએ અઢારે પ્રકારનાં પાપો આચરતાં અટકવું જોઈએ. બીજાના ઉપર ઇરાદાપૂર્વક ખોટું કલંક ચડાવવારૂપી અભ્યાખ્યાનના પાપથી તો એણે અવશ્ય અટકવું જ જોઈએ, પણ એથી આગળ વધીને બીજાના સાચા જે દોષ હોય તે દોષના પ્રત્યક્ષ કે પરોક્ષ કથનથી પણ અટકવું જોઈએ. એણે ગુણદશી અને ગુણગ્રાહી બનવું જોઈએ. બીજામાં સદ્ગુણો જોઈને એને હર્ષોલ્લાસ થવો જોઈએ. વૃત્તાના માથા પવારે બીને એવી એની વૃત્તિ અને પ્રવૃત્તિ હોવી જોઈએ. હિંગુવપ્રકરણમાં કહ્યું છે : यथाभक्ष्यं न भक्ष्यते द्वादशव्रतधारिभिः । अभ्याख्यानं न चोच्यते, तथा कस्यापि पंडितः ।। જેવી રીતે બાર વ્રતધારી માણસોએ અભણ્યનું ભક્ષણ ન કરવું જોઈએ, તેવી જ રીતે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટું કલંક લગાડવું ન જોઈએ.] કેટલાંક સમતાધારી, સમ્યગુદૃષ્ટિવાળા માણસો પર અથવા તેથી પણ આગળ વધેલા, સંસારથી વિરક્ત બનેલા સાધુ મહાત્માઓ ઉપર કોઈ અસત્યારોપણ કરે, આળ ચડાવે તો તેઓ “વાસીચંદન કલ્પ'ની જેમ માધ્યસ્થ દૃષ્ટિ રાખી તે વ્યક્તિને મનોમન માફ કરી દે છે. તેઓ પોતાના આત્માની સાક્ષીએ પોતાની જાતને પૂછી લેતા હોય છે કે આવા આળમાં તથ્ય કેટલું ? જો પોતે નિર્દોષ હોય, પોતાનો આત્મા વિશુદ્ધ હોય તો પોતાના ઉપર ચડાવેલા આળની તેમને મન કશી કિંમત હોતી નથી. તેઓ તેનાથી નિર્લેપ રહે છે. પોતાની અપકીર્તિ થાય તો પણ તેની તેમને દરકાર હોતી નથી, કારણ કે તેઓ જાણે છે કે પછી થોડા વખતમાં જ એ અપકીર્તિ દૂર થઈ જશે અને સાચી વાત બહાર આવશે કારણ કે તેઓને સત્યમાં અવિચલ શ્રદ્ધા હોય છે. કેટલાક ઊંચી કોટિના મહાત્માઓ તો આવે પ્રસંગે પણ આળ ચડાવનારનો પ્રસન્નતાપૂર્વક ઉપકાર માનતા હોય છે કે આળ ચડાવનાર પોતે ભારે અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249433
Book TitleAbhyakhyan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size368 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy