________________
અભ્યાખ્યાન
જગતમાં સારી નરસી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. કેટલીક પ્રવૃત્તિઓ અજાણતાં થઈ જાય છે, તો કેટલીક ઇરાદાપૂર્વક કરવામાં આવે છે. કેટલી અસદ્ પ્રવૃત્તિ કર્યા પછી, માણસને તેને માટે પશ્ચાત્તાપ થાય છે. કેટલીક વાર અશુભ કાયનાં પરિણામ વખતે માણસની આંખ ઊઘડે છે અને તેવું અશુભ કાર્ય ફરી ન કરવાનો તે સંકલ્પ કરે છે. શુભ કાર્યના પરિણામથી માણસને આનંદ થાય છે અને તેની તે માટેની શ્રદ્ધા-રુચિ વધે છે. પાપ-પુણ્યની આવી પ્રવૃત્તિઓ માટે બધાં જ માણસો એકસરખાં જાગ્રત, સમજધર અને ક્રિયાશીલ નથી હોતાં. સામાન્ય માણસોની પાપ-પુણ્ય વિશે કેવી પ્રકૃતિ હોય છે તે વિશે શ્રી હરિભદ્રસૂરિએ સચોટ કહ્યું છે :
पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः।
फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः। મિાણસોને પુણ્યના ફળની ઇચ્છા થાય છે, પરંતુ પુણ્યકાર્ય કરવાની ઇચ્છા હોતી નથી. તેવી જ રીતે માણસોને પાપનાં ફળ ભોગવવાની ઇચ્છા થતી નથી, પરંતુ તેઓ પાપ આદરપૂર્વક (રસપૂર્વક) કરે છે.]
સંસારમાં પાપ અનેક પ્રકારનાં છે, પરંતુ શાસ્ત્રકારોએ બહોળું વર્ગીકરણ કરીને અઢાર પ્રકારનાં બતાવ્યાં છે. એમાં પાંચ પ્રકારનાં પાપ તે અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે, ચાર પાપ ક્રોધાદિ ચાર કષાયનાં છે, એ પાપ રાગ અને દ્વેષરૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લે અઢારમું મોટું પાપ તે મિથ્યાત્વરૂપી છે.
આ બધાં પાપોમાં તેરમું પાપ તે ખોટાં આળ ચડાવવારૂપ અભ્યાખ્યાન છે. “અભ્યાખ્યાન ” સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ખોટો આરોપ મૂકવો. એ જ અર્થમાં અભ્યાખ્યાન' જૈન ધર્મનો એક પારિભાષિક શબ્દ બની ગયો છે. “અભ્યાખ્યાન” શબ્દ અભિ + આખ્યાન ઉપરથી આવ્યો છે. આખ્યાન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org