________________
૪૧૨
જિનતત્વ દેવી. તે અસત્ય હોય કે ન પણ હોય, પરંપરિવાદ એટલે નિદા કરવી, એમાં પણ અસત્ય હોય કે ન પણ હોય. પરંતુ અભ્યાખ્યાનમાં સ્પષ્ટપણે અસત્ય જ હોય. આ અસત્યનું દોષારોપણ બીજાને ઉતારી પાડવા માટે કે વગોવવા માટે જ કરવામાં આવ્યું હોય છે. એટલા માટે જ પૈશન્ય કે પરપરિવાદ કરતાં અભ્યાખ્યાનનું પાપ વધારે ભયંકર મનાય છે.
અભ્યાખ્યાન વચનયોગનું પાપ હોવા છતાં કેટલીક વાર માણસ મનમાં ને મનમાં કોઈક ઉપર વહેમ કે રોષથી આળ ચડાવે છે, પરંતુ બીજા આગળ તે વ્યક્ત કરવાની હિંમત હોતી નથી. ખૂન, ચોરી, દુર્બસન, વ્યભિચાર, બળાત્કાર, લાંચ લેવી, ગેરરીતિ-અનીતિ આચરવી, અન્યાયપૂર્વક વર્તન કરવું ઇત્યાદિ પ્રકારના ખોટા આરોપ કરવારૂપી અભ્યાખ્યાન મોટાં ગણાય છે. એવાં અસત્ય દોષારોપણો ક્યારેક ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. “અમુક વ્યક્તિ તમારે માટે આમ કહેતી હતી' જેવાં ખોટાં દોષારોપણો વર્ષોના ગાઢ સંબંધોને પણ વિચ્છિન્ન કરી નાખે છે. આક્ષેપો મૂકવાનું કાર્ય સરળ છે, પરંતુ તે પુરવાર કરવાનું અઘરું છે. વ્યક્તિગત અંગત સંબંધોમાં બધી જ વાતોની મોઢામોઢ સાબિતીઓ મંગાતી નથી. ઘણાં માણસો કાચા કાનના હોય છે અને સાંભળેલી વાતને સાચી માની લે છે. વર્તમાનકાળમાં એકંદરે લોકોને બીજાની સારી વાતોને બદલે નબળી વાતોમાં વધુ રસ પડતો હોય છે. સાચી કે ખોટી નબળી વાતો જલદી પ્રસરતી હોય છે. વળી, એકની એક ખોટી વાતનું સતત પુનરુચ્ચારણ સત્યાભાસ જન્માવે છે.
બીજાઓ પર ખોટાં કલંક ચડાવવાનું, અભ્યાખ્યાનની પ્રવૃત્તિ કરવાનું માણસને કેમ મન થતું હશે એવો પ્રશ્ન કોઈને પણ થાય. શાસ્ત્રકારો કહે છે કે માણસથી હિંસા, ચોરી, બળાત્કાર વગેરે મોટાં પાપો થઈ જાય છે અને પકડાઈ જવાની બીક લાગે છે અથવા પકડાઈ જાય છે ત્યારે પોતે એ ગુનો કર્યો નથી પણ ફલાણાએ કર્યો છે એવો બીજા ઉપર આક્ષેપ મૂકીને તે છટકવાનો પ્રયત્ન કરે છે. વળી, શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયના તીવ્ર આવેગને કારણે માણસ બીજા ઉપર આક્ષેપ મૂકે છે. તદુપરાંત બીજાની પરીક્ષા કરવા, ઉપહાસ કરવા અથવા પોતાની ઉપર થયેલા સાચા આક્ષેપનો પ્રતિકાર કરવા માણસ બીજા ઉપર ખોટો આક્ષેપ મૂકે છે. ક્યારેક વહેમને કારણે અથવા માત્ર આભાસ ઉત્પન્ન થવાને કારણે પણ બીજા ઉપર ખોટો આક્ષેપ થઈ જાય છે. સુભદ્રા, વંકચૂલ વગેરેનાં દૃષ્ટાંત એ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org