Book Title: Abhyakhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૪૧૮ જિનતત્વ કર્મ બાંધીને પોતાના ઉદયમાં આવેલાં અશુભ કર્મનો ક્ષય કરવામાં સહાયભૂત થાય છે. વળી એવા જીવોની દુર્ગતિનો વિચાર કરી તેઓ એને માટે દયા પણ ચિતવતા હોય છે. પોતાની ઉપર કોઈ ક્યારેય આળ ન ચડાવે તે માટે શું કરવું જોઈએ? માણસે પોતાનું બાહ્ય અને આંતર જીવન એવું સ્વચ્છ અને પારદર્શક જીવવું જોઈએ કે જેથી તેના વિશે અભ્યાખ્યાન કરવાનું કોઈને મન ન થાય. જે માણસ સ્વાર્થી, લોભી, ક્રોધી, છેતરપિંડી કરનારો, અહંકારી, ઉદ્ધત, નિદાખોર અને ઠેર ઠેર અકારણ કે સકારણ સંઘર્ષ, કલહ, વિસંવાદ કરવાવાળો કે કરાવવાના સ્વભાવવાળો હોય છે તેનાથી દુભાયેલા માણસો તેને હલકો પાડવા માટે તેના ઉપર આળ ચડાવે છે. કેટલીક વાર માણસ ઉપર આવી પડેલા અભ્યાખ્યાન માટે માણસની પોતાની વિચિત્ર પ્રકૃતિ જ જવાબદાર હોય છે. જો માણસ સરળ પ્રકૃતિનો હોય, બીજાના સદ્ગણોનાં ચાહક હોય, અન્ય જીવોનું હિત ઇચ્છનારો અને તેમના પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારો હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ એ ચારે ભાવનાનું સતત શ્રદ્ધાપૂર્વક સેવન કરવાવાળો હોય તો એવા માણસો ઉપર આળ ચડાવવાનું કોઈને ગમે નહિ. કદાચ કોઈ આળ ચડાવે તો તે ટકે નહિ. વળી એવા સદાચારી, સંયમી માણસે પોતાનો જીવનવ્યવહાર એવો ઘડવો જોઈએ કે જેથી કોઈને શંકા-કુશંકા કરવાનું મન ન થાય, કારણ કે સમાજને મોઢે ગળણું બાંધી શકાતું નથી. માણસ અંતરથી સદાચારી હોય એટલું બસ નથી, લોકોની નજરે પણ તેના સદાચારમાં ખામી ન દેખાય એવી બાહ્ય દૃષ્ટિએ પણ એણે સાવધ રહેવું જોઈએ. અને સંશય ઊપજે એવાં સ્થાન અને વાતાવરણ વર્જવાં જોઈએ. વળી કેટકેટલી બાબતમાં એણે પ્રતિજ્ઞા પચ્ચખાણ ધારણ કરી લીધાં હોવાં જોઈએ કે જેથી પોતાનું ચિત્ત અજાણતાં ચલિત ન જઈ જાય અને લોકોને પણ શ્રદ્ધા-પ્રતીતિ રહ્યા કરે. માણસનું વ્યક્તિત્વ અને ચારિત્ર એટલાં ઊંચા હોવાં જોઈએ કે તેના વિશે કરાયેલું અભ્યાખ્યાન પાછું પડે અને ટકી ન શકે અને અભ્યાખ્યાનીની જ એ માટે વગોવણી થાય. સૂર્ય સામે ધૂળ ઉડાડનારથી સૂર્ય ઢંકાતો નથી પરંતુ ઉડાડનારની આંખમાં ધૂળ પડે છે તેવું સંતમહાત્માઓ વિશે અભ્યાખ્યાન કરનારનું થાય છે. કોઈ માણસથી જાણતા કે અજાણતાં કોઈ અભ્યાખ્યાન થઈ ગયું હોય અને પછી પોતાની ભૂલ સમજાઈ હોય અથવા તેનાં તરત દુષ્પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11