________________ અભ્યાખ્યાન 419 ભોગવવાનાં આવ્યાં હોય કે આવવામાં હોય અને પોતે જે દુષ્કૃત્ય કર્યું તે નહોતું કરવું જોઈતું એવી સમજણ આવી હોય તો તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ ? એવી વ્યક્તિએ પોતાની ભૂલનો સ્વીકાર વડીલજન, ગુરુ ભગવંત કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ કરવો જોઈએ. તેઓએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના પાપની નિઘ અને ગહ કરવી જોઈએ. એવા પાપ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ફરી એવું પાપ પોતાનાથી ન થઈ જાય તે માટે દઢ સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. એ માટે માણસે પોતાની દુવૃત્તિઓને ઉપશાન્ત કરવી જોઈએ અને ચિત્તની સતત જાગૃતિપૂર્વક સંયમ તરફ શ્રદ્ધા સાથે વળવું જોઈએ. સતત ધર્મશ્રવણથી, જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણપરિશીલન કરવાથી આવા વેષોમાંથી બચી શકાય છે અને કરેલાં ભારે કર્મ એથી હળવાં થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : પરનાં આળ ન છતાં દીજિયે, પીજીએ જો જિનવાણી છે; ઉપશમરસસ્તું રે ચિત્તમાં ભીજીએ, કીજીએ સુજસ કમાણી છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org