Book Title: Abhyakhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૧૪ જિનતત્ત્વ પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે.' કેટલાંક માણસો પોતે બીજા ઉપર ઇરાદાપૂર્વક કોઈ આળ ચડાવતાં નથી હોતાં. પરંતુ તેમનો નિદારસ એટલો પ્રબળ હોય છે અને એમની ગુણમત્સરતા એટલી તીવ્ર હોય છે કે ક્યાંકથી સાંભળેલા અભ્યાખ્યાનને તેઓ વહેતું રાખે છે. કોઈકની નબળી વાત સાંભળવા તેઓ હંમેશાં ઉત્સુક રહે છે, ક્યારેક તે માટે સામેથી પૂછપરછ ચાલુ કરે છે; એવી વાત સાંભળવા મળે તો તેઓ તેમાં રાચે છે, રાજી થાય છે અને બીજાં કેટલાંકને પોતે એ વાત ન કહી દે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પોતે આળ નથી ચડાવતાં, પણ સત્ય હકીકત જાણતાં હોવા છતાં બીજાં ઉપર કોઈકે ચડાવેલા આળને “કહેવાય છે કે ..”, “સાંભળ્યું છે કે ...” એમ કહીને, અસારવામાં તેઓ સહર્ષ નિમિત્ત થતાં હોય છે. કેટલાંક માણસો આળ પોતે ઇરાદાપૂર્વક ઊભું કરતાં હોય છે, પરંતુ એનું કર્તુત્વ બીજાં ઉપર ઢોળી દઈને, પોતે કોઈકની પાસેથી સાંભળ્યું છે એમ કહીને એનો પ્રચાર કરતાં હોય છે. કેટલાક માણસોની મથરાવટી જ એટલી મેલી હોય છે કે દુષ્કૃત્યોથી ભરેલા એના જીવનને લક્ષમાં રાખી પોતાના કે કોઈકનો ગુનો એને માથે ઓઢાડી દેવામાં આવે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યું હોય તો અજ્ઞાની જીવ તેની સાથે વેર બાંધે, તેનું અહિત ઇચ્છે અને પ્રતિકારરૂપે એ જ આળ કે એવું બીજું આળ કે એક કરતાં વધુ આળ તેના ઉપર સામાં ચડાવે છે. ક્યારેક પોતાની જો શક્તિ અને લાગવગ વધુ હોય અને વેર લેવાનો આક્રોશ અતિશય ઉગ્ર હોય તો આળ ચડાવનારની હત્યા પણ કરી નાખે છે. આમ એક વ્યક્તિના એક પાપમાંથી બીજી વ્યક્તિનાં બીજાં પાપ બંધાય છે. ક્યારેક આવી ક્રિયા-પ્રતિક્રિયા વધુ સમય પણ ચાલ્યા કરે છે. પોતાના ઉપર કોઈએ આળ ચડાવ્યાની ખબર પડે ત્યારે કેટલીક નિર્દોષ પણ નિર્બળ મનની વ્યક્તિ એનો આઘાત જીરવી શકતી નથી. તે દિવસરાત ઉદ્વિગ્ન બની જાય છે. પોતાની થયેલી અપકીર્તિ તેના આંતરમનને કોરી ખાય છે. ભય અને ચિંતા તેને સતત સતાવ્યા કરે છે. અનિદ્રાના વ્યાધિનો તે ભોગ થઈ પડે છે, સંસાર પ્રત્યે તેને હંમેશને માટે નિર્વેદ થઈ જાય છે. જો કોઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11