Book Title: Abhyakhyan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ અભ્યાખ્યાન ૪૧૩ જાણીતાં છે. કેટલાક માણસોની દૃષ્ટિ જ એવી વિકત હોય છે કે એમને બધું વિપરીત જ દેખાય છે અને તેઓ હાલતાં ચાલતાં પોતાને જાણે જીભનો એક રોગ થયો હોય તેમ બીજા ઉપર આળ ચડાવતાં હોય છે “હિંગુલપ્રકરણ' ગ્રંથમાં અભ્યાખ્યાન વિશે લખ્યું છે : काचकामलदोषेण पश्येन्नेत्र विपर्ययम्। अभ्याख्यानं वदेग्जीह्वा तत्र रोग क उच्यते।। આિંખમાં કંઈક ઊલટું દેખાય તો તેમાં કમળાના રોગનો દોષ હોય છે, પરંતુ જીભ જો અભ્યાખ્યાન ઉચ્ચારે-પારકા ઉપર આળ ઉચ્ચારે તો ત્યાં ક્યો રોગ કહેવો અર્થાત્ કોનો દોષ કાઢવો ? કેટલાંક માણસો એટલાં નિર્લજ્જ કે દુષ્ટ હોય છે કે બીજી વ્યક્તિ ઉપર પ્રત્યક્ષ આળ ચડાવતાં હોય છે. ખૂન કે વ્યભિચાર જેવા કલંક કરતાં ચોરીનું આળ પ્રત્યક્ષ ચડાવવાના પ્રસંગો વધુ બનતા હોય છે. તે વ્યક્તિએ એવી ચોરી નથી કરી એવું પોતે સ્પષ્ટપણે જાણતા હોવા છતાં એવું આળ ચડાવવામાં આવે છે. કેટલાંક માણસોમાં એવી હિમત હોતી નથી કે બીજાની ઉપર પ્રત્યક્ષ આળ ચડાવે, કારણ કે પોતાને તરત ખોટા પડવાની ભીતિ હોય છે. પરંતુ પરોક્ષ રીતે તેઓ “મેં નજરે જોયું છે . મેં સાંભળ્યું છે..” એમ કહીને અભ્યાખ્યાનની પ્રવૃત્તિ ચાલુ કરી દેતાં હોય છે. કેટલાક માણસો એવી રોગિષ્ઠ મનોવૃત્તિવાળાં હોય છે કે થોડે થોડે વખતે તેઓ ચારિત્રહનન(Character Assasination)ની પ્રવૃત્તિ ન કરે તો તેમને ચેન પડતું નથી. બીજાનો ઉત્કર્ષ તેમનાથી ખમાતો નથી, એટલે અભ્યાખ્યાનની આવી પ્રવૃત્તિઓમાં તેઓ રાચે છે. કેટલાંક માણસોને જીવનમાં એવી સફળતા મળી હોતી નથી અથવા પોતાની શક્તિની કદર, પોતાના વિચિત્ર સ્વભાવને કારણે જ થઈ હોતી નથી. એવાં ગુણદ્વેષી માણસો જો બોલકાં હોય તો બીજાને હલકા પાડવા માટે જૂઠાણાં હાંકતાં હોય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે : “જે બહુમુખી રે વળી ગુણમત્સરી અભ્યાખ્યાની હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11