Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ (૪) કેવળ શ્રાવકે ને જ લક્ષમાં રાખી ઉત્તમ શ્રાવક તૈયાર થાય તે હેતુથી પરિશીલન કરવું. જેથી શ્રાવક શાસનરાગી બને પરંતુ વ્યક્તિ રાગી કે વ્યક્તિ દ્વેષી, સમુદાય રાગી કે સમુદાય દ્વેષી, ગરછ રાગી કે ગચ્છ શ્રેષી ન બને. શ્રાવક-શ્રાવિકા, શ્રાવક-શ્રાવિકા અને સાધુ માત્રના બહુમાનવાળા બને એ લક્ષથી તૈયાર થયેલ પરિશીલનમાં અમે કેટલા સફળ થયા છીએ તે નક્કી કરવાનું વાંચક વર્ગ ઉપર છોડવું સારું લાગે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પુસ્તક છપાયેલ છે જેમાં એક અનામી શ્રાવકની હૃદયની ભાવનાને ટેકે છે તેમજ તેણે જે રીતે આરાધક બળ સ્વયં પૂર્ણ પાડેલ છે તે અવિસ્મરણીય રહેશે. પુસ્તકના વિવિધ વિષયો, વિષય મુજબ વાંચક ઉપયોગ કરે, લોકોત્તર શાસનની આરાધના કરી પૂર્ણ સુખને સ્વામી બને એ જ અભ્યર્થના, સુધમસાગર ગ્રન્થ સર્જનની પગદંડી વર્તમાન યુગ એટલે જાણે છીછરા સાહિત્યને સુગ બની રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાયેલી દષ્ટિ ગોચર થઈ રહી છે. ત્યારે મારા સર્જનોને ગુંગળામણ અનુભવવી પડે તે વાસ્તવિકતાનો ઈનકાર થઈ શકે તેમ નથી. છતાં આવા કપરા વાતાવરણમાં હજીયે ઉચ્ચ ગુણવતાયુક્ત સાહિત્યને સર્જન-પ્રકાશ થતાં જ રહે છે. મરુભૂમિના મુસાફરોને વડાનું ઉલેચેલું પાણી પણ તૃષાતૃપ્તિ કરાવી જાય તેમ આવા લેખ-પુસ્તિકા-ગ્રો કે સર્જને શિટ શ્રોતાની વાંચન યાસ શિમાવે છે. કેવળ કહેરીએ ન ચાલતા કંઈક આદર્શોને પણ મને ભૂમિમાં સંઘરીને બેઠેલા. પૂવ પુરુષની વફાદારીપૂર્વક તેમણે કંડારેલી કેડીએ ચાલતા આત્માઓની પરોક્ષ પ્રેરણાથી તેમજ મારા પૂજ્ય ગુરૂદેવ શ્રી સુધર્મસાગરજીના પ્રાચીન કૃત સાહિત્ય વાંચન પ્રેમની પ્રત્યક્ષ પ્રેરણાથી વિવિધ દિશામાં મેં પ્રયાસ કર્યા.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354