Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ માળાને ૧૦૮ મણકા જેવા આ પરિશીનલ વડે સળંગ ચાતુર્માસ પૂર્ણ કરી શકાશે, કેમકે પયુંષણ–શાશ્વતી ઓળી–દીવાળી આદિ પર્વ દિનાના વ્યાખ્યાને બાદ કરતા પુરા ૧૦૮ દિવસ પણ મૂળ ગ્રન્થનું વ્યાખ્યાન કરવાનું રહેતું નથી. પ્રથમ ભાગના ૩૫ પરિશીલનોમાં પણ એ જ ગણતરી છે કે અષાઢ વદ ત્રીજે આરંભેલ ગ્રન્થ શ્રાવણ વદ આઠમ સુધી સળંગ ચાલુ રહે અને શ્રી પર્યુષણ મહાપર્વ સુધી જ વ્યાખ્યાને ચાલુ રહેતા હોય ત્યાં આ એક જ પુસ્તકથી કામ ચાલી શકે. પૂર્વાચાર્યો પરત્વેની શ્રદ્ધાપૂર્વક, શાસ્ત્રીય પદાર્થોની સુંદર છણવટોથી યુક્ત, પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મ સાગરજની અનન્ય પ્રેરણાથી તૈયાર થયેલ આ ગ્રંથમાં એક સુંદર આદર્શ પૂરો પાડવા નમ્ર પ્રયાસ છે. ચીલાચાલું બનેલા વકતવ્ય કે વાંચનમાંથી બહાર આણ– વાની હાર્દિક ભાવના છે, શ્રાવકોને તેમના કર્તવ્ય જ્ઞાત કરાવવા સાથે સાથે પૂજનીય શ્રમણવર્ગની નીંદાથી ને પૂર્ણત: મુક્ત રાખવા માટે ગઠવેલા શબ્દને સથવારે છે. ગુમરાહ બનેલા શ્રાવકો તથા વકતાઓ માટે મેક્ષ પથ પ્રતિ કદમ મંડાવવા માટે કંડારેલી શબ્દ કેડીઓ છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ સમગ્ર ગ્રંથમાં અજાણપણે પણ કંઈક લખાયું હોય કે લખાણને વિપરીત ભાવ પ્રગટ થતો અનભવાઈ જાય તે ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડમ સહ એટલી જ કરબદ્ધ વિનમ્ર પ્રાર્થના કે આ સર્જનની પગદંડીએ ચાલતા હું તમે સૌ મોક્ષ પથના પથિક બની રત્નત્રય આરાધનના સર્વોચ દયેયને સિદ્ધ કરી શકીએ. –મુનિ દીપરત્ન સાગર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 354