________________
મરવું સારું ! હું મરવા તૈયાર થઇ ગયો. સાચે જ પ્રેમના અભાવે જીવન પુષ્પ અકાળે જ કરમાઇ જતું હોય છે.
નગર બહાર રહેલા ટેકરા પર ચડી મેં કૂદકો મારી મરવાની તૈયારી કરી. હું કૂદકો મારવાની તૈયારીમાં જ હતો ત્યાં જ કોઇએ મારો હાથ પકડ્યો... વાહ ! શું મીઠો સ્પર્શ હતો ? “અરે ભાગ્યશાળી ! આ તું શું કરે છે ? અસંખ્ય દેવો જે અવતાર પામવા તલસી રહ્યા છે તેને આ રીતે તું ટુંકાવવા માંગે છે ?” મારા કાને મધુર પ્રેરણાત્મક શબ્દો પડ્યા.
ઓહ ! શું એ શબ્દોમાં મીઠાશ હતી ? આજ સુધી કોઇએ મને પ્રેમથી પકડ્યો ન્હોતો, પ્રેમથી બોલાવ્યો હતો. આજે જીંદગીમાં - એ પણ મરવા ટાણે પ્રથમવાર પ્રેમની ઉષ્મા મળી. પ્રથમવાર પ્રેમપૂર્વક કોઇ બોલાવનાર મળ્યું. પ્રથમવાર મને ભાન થયું કે મારી પણ કોઇકને જરૂર છે.
કોણ હશે એ પ્રેમ આપનાર ? કોણ હશે એ વાત્સલ્યભર્યો હુંફાળો હાથ ફેરવનાર ? ના... તમે કશી કલ્પના કરતા જ નહિ. નાહક તમે આડીઅવળી કલ્પના કરી અન્યાય કરી બેસશો.
એ પ્રેમ આપનાર હતા જૈન મુનિ ! જેને ક્યાંયથીયે પ્રેમ ન મળે તેને જૈન મુનિ પાસેથી મળે ! આવો પ્રેમ મળતાં કેટલાય ભિખારીઓ સંપ્રતિ મહારાજાઓ બની શક્યા છે. કેટલાય જુગારીઓ સિદ્ધર્ષિઓ બની શક્યા છે. કેટલાય દેઢપ્રહારીઓ અને અર્જુન માળીઓ કેવળી દેઢપ્રહારીઓ અને કેવળી અર્જુનમાળીઓ બની શક્યા છે.
હું એ પ્રેમ આપનાર મુનિની વાણી સાંભળી રહ્યો : “વત્સ ! અકાળે જીવન ટૂંકાવવા શા માટે તૈયાર થાય છે ? હું જાણું છું કે તને જીવન તો પ્રિય છે જ. વિષ્ઠાના કીડાને ય જીવન પ્રિય હોય છે... એ પણ મરવા નથી ચાહતો... આવું કિંમતી જીવન તું નષ્ટ કરવા તૈયાર થયો છે તેનું કારણ પણ હું જાણું છું. તું કોઇક દુઃખથી છુટવા માંગે છે. તને એમ છે કે મરી ગયા પછી સંપૂર્ણ શાન્તિ ! મસાણમાં શાંતિથી સૂઈ જવાનું ! કોઇ જ ઝંઝટ નહિ ! બધી જ માથાકુટો જીવતાને કરવી પડે છે, મડદાને શી માથાકૂટ ? તું જો આમ વિચારતો હોય તો તારી ભૂલ છે. મર્યા પછી મસાણમાં જ નથી જવાનું ! મસાણમાં તો શરીર જશે, પણ શરીર એ
તું નથી. તું તો આત્મા છે. આત્મા કોઇ બીજા શરીરને ધારણ કરશે, સંભવ છે કે તું અહીંથી મરીને કૂતરો પણ થાય, ભૂંડ પણ થાય, નારક પણ થાય, માનવ કે દેવ પણ થાય. જો તારા પાપ કર્મ હોય તો ત્યાં પણ દુઃખ આવી શકે છે. એમ દુઃખથી છુટવું સહેલું નથી. દુઃખનું મૂળ પાપ છે. પાપનો તું નાશ કર. દુઃખોનો પોતાની મેળે નાશ થઇ જશે. દુઃખ એ ડાળ છે, પાપ એ મૂળ છે. ડાળ કાપ્ય શું વળે ? મૂળ કાપ. આપઘાત નહિ, પણ પાપ-ઘાત કર, જીવનને ઉન્નત બનાવવાનો આ જ માર્ગ છે.”
આવી પ્રેરણા આપતા મુનિની આંખોમાંથી કરુણા ટપકી રહી હતી. હું એ કરુણાની વૃષ્ટિમાં સ્નાન કરી રહ્યો, મેં મારી સંપૂર્ણ આપવીતી કહી સંભળાવી.
મને મુનિએ કહ્યું : “બીજા કોઇ તરફથી આપણને પ્રેમ મળે, એ આપણા હાથની વાત નથી, પણ આપણે બીજાને પ્રેમ આપીએ એ આપણા હાથની વાત છે. તારા દૌભગ્ય કર્મનો જબરદસ્ત ઉદય છે. માટે આવું બન્યું છે. દૌભગ્ય કર્મનું સર્જન પણ પૂર્વજન્મમાં તેં જ કર્યું છે. તે પૂર્વજન્મમાં કોઇનેય પ્રેમ નથી આપ્યો તો આ જન્મમાં તને પ્રેમ ક્યાંથી મળે ? આંબા વાવ્યા જ નથી તો કેરી શી રીતે મળે ? કદાચ કોઇના તરફથી પ્રેમ મળી જાય તો પણ શું થયું? એ પ્રેમ આપે તો આપણે સુખી ! એ ન આપે તો દુઃખી ! આ તો આપણા સુખની ચાવી બીજા પાસે જતી રહી. આપણે પરાધીન બની ગયા. આપણે યંત્ર બની ગયા... બીજા ચલાવે તેમ ચાલનારા ! પરાધીનતાથી મોટું દુઃખ બીજું કયું છે ? મહર્ષિઓએ સુખ-દુઃખની જે વ્યાખ્યા કરી છે તે સમજી લેવા જેવી છે : “સર્વ પરવશે :વું સર્વનાત્મવાં સૂવF' જે જે પરાધીન છે તે બધું દુઃખ છે. જે જે સ્વાધીન છે તે બધું જ સુખ છે. જો આવી સ્વાધીનતા તારે જોઇતી હોય તો આવી જા અમારી પાસે. સ્વીકારી લે જૈન સાધુત્વ! અહીં આવ્યા પછી તને કોઇના તરફથી પ્રેમ મળે - એવી અપેક્ષા નહિ રહે... પ્રેમનું ઝરણું અંદરથી જ ફૂટશે... એ ઝરણામાં વિશ્વના સર્વ જીવોને સ્નાન કરાવવાનું મન થશે. તારા હૃદયમાંથી નિરંતર સર્વ જીવો પ્રત્યે નિર્વિશેષ પ્રેમ વહેતો રહેશે. હું અહીં ધ્યાન કરી રહ્યો હતો ત્યાં આપઘાત કરતા
આત્મ કથાઓ • ૨૩
આત્મ કથાઓ • ૨૨