________________
નવલકથાકાર પ્રસંગોનું અને પાત્રોનું ઘડતર કરતા કરતે છેવટે જ્યારે આપણા સમગ્ર લાગણીતંત્રને ઉછાળી મુકે- હચમચાવી મૂકે એવા પ્રસંગ ઉપર આવે છે, ત્યારે આપણે પણ એ ઘડીએ જાણે એક પ્રકારની ધન્યતાને ઉછાળ અનુભવીએ છીએ.
આ નવલકથાની બલિહારી તો એ છે કે, એમાં પળે પળે હદય-ઉછાળ પ્રસંગ આવે છે. એવા પ્રસંગો જ ભરપષ્ટ્ર રજુ કરવાની કુશળતા લેખકની આ નવલકથાને સાચા અર્થમાં “સાગા’ બનાવે છે. મહાભારત વિશે એમ કહેવાયું છે કે, “જે આમાં છે તે જ સૌમાં છે: અને જે આમાં નથી એ કોઈમાં નથી ' આમ કહીને આખા સાહિત્યજગતને મહાભારતનું જ “ઉપજીવી' બતાવ્યું છે. એને અર્થ એટલે જ છે કે, માનવ-ભાવનાને ઉછાળી મૂકે – વલવી નાખે– પાવન કરે, એવા પ્રસંગો એ મહાકાવ્યમાં એટલા બધા તથા એવા વિવિધ પ્રકારના છે કે, બીજ કવિ હવે જે કંઈ કલ્પશે, તે એમાં કોઈ ને કોઈ રૂપે આવી જ ગયું હશે!
આ નવલકથા પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના પિતા-પુત્ર વચ્ચેના ભાઈભાઈ વચ્ચેના અરે દુશ્મન-દુશમન વચ્ચેના અનેક ભાવ-ઉછાળ પ્રસંગો ઉપરાઉપરી રજુ કરે છે. માનવહૃદયના એ બધા ભાવોને દેશ-કાળ કે શત-પાતની કશી મર્યાદા હોય નહીં. એ બધા ભાવ માનવ-સુલભ હાઈ સાર્વજનિક છે. એટલે ધરતીને ઉત્તર છેડે આવેલા આઇસલેન્ડમાં ભજવાતી આ કથા ગુજરાતના ગરમ મેદાનમાં પણ અપ્રસ્તુત હરગિજ નથી બનત.
- આ નવલકથા ૧૮૦માં લખાઈ છે. તેના લેખકની સૌથી પ્રથમ નવલકથા ૧૮૮૫માં લખાઈ હતી, અને સૌથી છેવટની જાણીતી કથા ૧૯૨૩માં. લેખક પોતે ૧૯૩૧માં ગુજરી ગયા છે. છતાં અંગ્રેજી.