Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 6
________________ છે, જ્યાં સૂર્ય પણ ઘણુંખરું આથમતે નથી તથા જેની ધરતીને મોટો ભાગ કાં તે બરફથી કે ફાટી નીકળેલા ધરતીકંપના ઊકળતા લાવારસનાં જામી ગયેલાં ગચિયાંથી છવાયેલો છે. વાર્તા સીધીસાદી છે – કથા કાવા-દાવા, ગુપ્ત રહસ્ય, ભેદ-ભરમ કે બીજી ફાલતુ લાગણીઓના ઉછાળા તેમાં નથી. છતાં તેમાં માનવજીવનની ચરમ કૃતાર્થતા સાકાર થતી નિરૂપાયેલી હોવાથી એ સનાતન કથા – મહા-કથા બની રહી છે. વાચકને જરૂર પ્રશ્ન ઊઠશે કે, આ નવલકથાનો મુખ્ય નાયક હડધૂત થયેલી માતાને બધેથી હડધૂત થયેલો પુરા જ છે. છેવટે તો તે પિતાની પ્રેમપારા માનેલી યુવતી તરફથી પણ જાકારો પામે છે. પોતાની માતાને રંજાડનાર અને તેનું જીવન બરબાદ કરનાર પોતાના પિતા ઉપર, તેના બીજા ગેરકાયદે લગ્નની પત્ની ઉપર તથા તેને થયેલા સંતાન ઉપર વેર લેવા તે નીકળે છે; છતાં છેવટે એ બધામાંથી એકે વસ્તુ તે પાર પાડી શકતો નથી. વસ્તુતાએ પણ સુખભેગ કે બીજી વ્યાવહારિક સફળતાઓ કે સંપન્નતાઓની દષ્ટિએ જ જે જીવનની સાર્થકતા નાણવા જઈએ, તો તો આપણી નવલકથાના નાયકનું જીવન છેક જ નિરર્થક- વ્યર્થ ગયેલું લાગે. ન દુ:ખ અને ની હતાશા સિવાય તે પોતાના જીવનમાં કશું જ હાંસલ કરી શકતો નથી. પરંતુ તે પિતાના તુરછ જીવન દરમ્યાન બીજાને માટે બલિદાન થવાને છેવટે એ અનુપમ લહાવો પ્રાપ્ત કરે છે, જેથી તેનું જીવન ધન્ય બની જાય છે. જીવનની એ એક ક્ષણ પણ તેને જીવનની કતાર્થતાની ટોચે પહોંચાડી દે છે. માનવ-ઇતિહાસના એવાં આત્મબલિદાનના દાખલા જ પછીથી સીને યુગો સુધી મહા-કથાઓમાં કીર્તન કરવાની વસ્તુ બની રહે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434