________________
વિશ્વ-સાહિત્ય અકાદમીનું નિવેદન
શ્રદ્ધેય શ્રી. વિજયશંકર મંછારામ ભટ્ટની આ એક અનોખી ભેટ ગુજરાતી વાચકને છે. તેઓ શ્રી. મગનભાઈ દેસાઈના જિજ્ઞાસુ મિત્રા અને આજીવન અભ્યાસી હતા. તેઓ ચિંતક અને વિદ્વાન વિદ્યોપાસક હતા. સદ-ગ્રંથ અને સતુપુરુષને સંગ અને સેવા એમનો પ્રિય શેખ હતા. તેઓ સતત કંઈને કંઈ સ્વાધ્યાય અર્થે વાચન કર્યા જ કરે. અંગ્રેજી, હિંદી, મરાઠી, ગુજરાતી એ બધી ભાષાઓમાંથી ઉત્તમ પુસ્તકો તેઓ વીણી કાઢતા અને પિતાને ગમતાં પુસ્તકો બીજાને વાંચવા તેઓ ભલામણ કરતા રહેતા. તેમની પ્રેમાળ ભલામણને કારણે ગુજરાતી વાચકને આ સુંદર કથાનો લાભ મળે છે. ગુરુદત્તનાં પુસ્તકોના પણ તેઓ ભારે શોખીન હતા, અને તેમાંય “દન” પર! તેમની ભલામણથી કમુબહેન પટેલે હિંદી લેખક ગુરૂદત્તની નીચેની છ નવલકથાઓ ગુજરાતીમાં ઉતારી ગુજરાતી વાર્તા-સાહિત્યમાં કમતી ઉમેરો કર્યો છે: (ગુદન” – કુટુંબ પરિવાર, ‘વતન I મા – ભ્રષ્ટાચારને માર્ગે, “પ્રવંજના” – પ્રેમનાથ, “ઘા” – ગંગાજળ, મૂ” – ભૂલ કોની? અને “ઘરતી ર વન?– ધન અને ધરતી) શ્રી. ગુરુદત્તનાં આ પુસ્તક આપણી પ્રાચીન ભારતીય કુટુંબભાવનાને સાકાર કરે છે. આ વાર્તાઓ લખીને ગુરુદત્તે કમાલ કરી છે. - સ્વનિષ્ઠ અને સ્વતંત્ર વિચારમય જીવન-ઉપાસના ગેપાળદાસ પટેલે કરી; તેના માતૃભાષાના અગાધ પ્રેમરૂપે આ હૉલ કેઈનનું પુસ્તક ગુજરાતી વાચક આગળ રજૂ કરતાં અકાદમી ધન્યતા અનુભવે છે. તા. ૨-૧૦-૯૮
છે. રજનીકાન્ત જેશી [મંત્રી) જીવણલાલ શાહ (પ્રમુખ)