Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 5
________________ વંદન! [અમર પાળિયાઓરૂપઆ કથાને] માતૃભાષાના પ્રેમી ગુજરાતી વાચકને, સ્વ૦ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈને, સ્વ૦ વિજયશંકર મંછારામ ભટ્ટને, સ્વ૦ ગોપાળદાસ પટેલને, સ્વ૦ શ્રી ઠાકોરભાઈ દેસાઈને અને વિશ્વ-સાહિત્ય અકાદમીને હૉલ કેઈનની એક ઉત્તમ નવલકથાના આ બૃહતુ-સંક્ષેપના પ્રકાશન ટાણે વંદન! હૉલ કેઈનની અમર પાળિયાઓરૂપ આ કથા આપણા સમાજને ઉન્નત બનાવવાની બેઠી તાકાત ધરાવે છે. વાર્તાને પ્રસન્ન કથાપ્રવાહ એકધારો ને સતત વહે છે. આ વાર્તા તેના પાવકતમ ભાવમાં વાચકને તરબોળ કરે છે. હોલ કેઈને સુંદર પાત્રોનું રસપૂર્ણ ચિત્ર દેરીને પોતાની વાર્તાકળાને ખરેખર જેબ આપ્યો છે. હૉલ કેઈનની આ એક મહાકથા છે. લેખક પોતે જ એને સાગા' કહી છે. “સાગા' નામ તે પ્રાચીન રાષ્ટ્રીય ઈતિહાસને આધારે રચાયેલ મહાકાવ્ય જેવી વીર કથાઓને જ આપવામાં આવે છે. પણ લેખકે આ નવલકથા, જેની ઘટનાઓને કાળ ઈ.સ. ૧૮૦૦ આસપાસને કહેવાય, તેને “સાગા' કહી છે. અને આપણે જોઈ શકીશું તેમ આ નવલકથાને “સાગા' કહી છે, તે સમુચિત જ નહીં, પરંતુ યથાર્થ પણ છે. જોકે, આઇસલૉન્ડ જેવા યુરોપખંડની છેક ઉત્તરે આવેલા અને કઠોર-કપરી કુદરતી પરિસ્થિતિવાળા તુચ્છ ટાપુનાં પાત્રોની આ કથા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 434