Book Title: Aagamyugna Vyavahar Ane Nischay Nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Dalsukh Malvania

View full book text
Previous | Next

Page 9
________________ ૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પ્રસ્થ વળી, આવશ્યક નિર્યુકિતની ચૂણિ(પૃ૦ ૪૨)માં ખુલાસો કરવામાં આવ્યો છે કે નિશ્ચયનયને મતે કવ્યાવબદ્ધ ક્ષેત્રથી કાલ જુદો નથી. દ્રવ્યાવબદ્ધ ક્ષેત્રની જે પરિણતિ તે જ કાલ છે. જેમકે ગતિ પરિણત સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં દેખાય ત્યારે તે પૂર્વાણુ કહેવાય; અને જ્યારે તે આકાશના મધ્યમાં ઉપર દેખાય ત્યારે મધ્યાહ્નકાલ છે; અને જ્યારે ગતિપરિણત તે સૂર્ય પશ્ચિમ દિશામાં દેખાય તે અપરહણકાળ કહેવાય. માટે નિશ્ચયનયને મતે દ્રવ્યપરિણામ એ જ કાલ છે. મૂલ આગમમાં જ્યારે જીવ-અછવને કાલ કહેવામાં આવ્યા ત્યારે આ જ નિશ્ચયદષ્ટિનો આશ્રય લેવામાં આવ્યો હતો એમ માનવું રહ્યું. સામાયિક કોને? - નિર્યુક્તિમાં સામાયિક કોને પ્રાપ્ત થાય છે તેનો ગત્યાદિ અનેક બાબતોમાં વિચાર કરવામાં આવ્યો છે. તેમાં દૃષ્ટિ એટલે સમ્યગ્દર્શનને લઈને જે વિચાર છે તે વ્યવહાર અને નિશ્ચય અને દૃષ્ટિએ કરવાની સૂચના આપી છે; એટલે કે વ્યવહારનયે સામાયિક વિનાનાને જ સામાયિક થાય અને નિશ્ચયનયે સામાયિક સંપન્નને જ સામાયિક થાય. – આવશ્યક નિર્યુક્તિ ગા ૮૧૪ (દીપિકા) અહિંસા વિચાર - ઘનિર્યુક્તિમાં ઉપકરણના સમર્થનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય ઉપધિ છતાં જો શ્રમણ આધ્યાત્મિક વિશદ્ધિ ધરાવતો હોય તો તે અપરિગ્રહી જ કહેવાય છે.–આ છે નિશ્ચયદષ્ટિ – "अज्झत्थविसोहिए उवगरणं बाहिरं परिहरंतो। । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुकदंसीहिं॥" – ઓઘનિ ગા૦ ૭૪૫ આમાંથી જ હિંસા-અહિંસાની વિચારણા કરવાનું પણ અનિવાર્ય થયું; કારણ, જે કાંઈ અન્ય વ્રતો છે તેના મૂળમાં તો અહિંસાવત જ છે. એટલે નિર્યુક્તિકાર કહે છે કે અહિંસાનો આધાર પણ આત્મવિશુદ્ધિ જ છે. આ સંસાર તે જીવોથી સંકુલ છે; તેમાં જીવવધ ન થાય એમ બને નહિ, પણ શમણુની અહિંસાનો આધાર તેની આત્મવિશુદ્ધિ જ છે– "अज्झप्पविसोहीए जीवनिकाएहिं संथडे लोए । સિયહિંસાત્ત નિહિં તેવંસીર્દિ || ૭૪૭ ” કારણ કે અપ્રમત્ત આત્મા અહિંસક છે અને પ્રમત્ત આત્મા હિંસક છે–આ નિશ્ચય છે. "आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो। जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ॥ ७५४ ॥" આની ટીકામાં શ્રીમદ દ્રોણાચાર્ય જણાવે છે કે લોકમાં હિંસા-વિનાશ શબ્દની પ્રવૃત્તિ જીવ અને અજીવ બને વિશે થતી હોઈ તૈગમનયને મતે જીવની અને અજીવની બન્નેની હિંસા થાય છે એમ છે. અને તે જ પ્રમાણે અહિંસા વિષે પણ છે. સંગ્રહ અને વ્યવહારને મતે પણ જીવનિકાયને વિષે હિંસાનો વ્યવહાર છે; અર્થાત અહિંસાનો વ્યવહાર પણ તે નયોને મતે પછવનિકાય વિષે જ છે. ઋજુસત્રનયને મતે પ્રત્યેક જીવ વિષે જુદી જુદી હિંસા છે. પણ શબ્દરામભિરૂઢ અને એવંભૂત નયોને મતે આત્મા જ હિંસા કે અહિંસા છે. આ જ નિશ્ચયનયનો અભિપ્રાય છે. નિશ્ચયનય એ દ્રવ્ય અને પર્યાયનો ભેદ માનીને નહિ, પણ પર્યાયનું પ્રાધાન્ય માની પોતાનું મંતવ્ય રજૂ કરે છે; એટલે કે આત્માની હિંસા કે અહિંસા નહિ પણ આત્મા જ હિંસા કે અહિંસા છે–એમ નિશ્ચયનયનું ભવ્ય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24