________________
૩૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી પણ સામાયિક એ તો સમભાવની ક્રિયા છે અને તે તો આત્મગુણ હોઈ જે આત્મા તે ક્રિયા કરે તેણે જ તે અંતરંગ સામાયિક કર્યું હોઈ તે જ તેનો કર્તા કહેવાય. આમ સામયિક શ્રત અને સામાયિક ભાવ એ ક્રમે વ્યવહાર અને નિશ્ચયના વિષય બને છે.
-વિશેષા ગા૦ ૩૩૮૨ સમ્યકત્વ અને જ્ઞાનોત્પત્તિ વિશે (ક્રિયમાણુ-કૃત વિષે) - ક્રિયાકાળમાં કાર્યનિપત્તિ માનવી કે નિષ્ઠાકાળમાં–આ જૂનો વિવાદ છે, આની સાથે અસત્કાર્યવાદ અને સત્કાર્યવાદ પણ સંકળાયેલા છે. ભગવાન મહાવીર અને જમાલીનો મતભેદ પણ આ વિષે જ હતો. આ વિવાદનો વ્યવહાર અને નિશ્ચયનયના મતોમાં સમાવેશ કરવાનો પ્રયત્ન આ૦ જિનભદ્ર ભાષ્યમાં કર્યો છે. તેમાં મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થયે સમ્યત્વ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યગ જ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગે તેમણે વ્યવહાર–નિશ્ચયની જે યોજના કરી છે તે આ પ્રમાણે છેવ્યવહારનયને મતે સમ્યકત્વ અને જ્ઞાન જેનામાં ન હોય એટલે કે જે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હોય તેને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ નિશ્ચયનયનો મત છે કે સમ્યકત્વ અને જ્ઞાનથી સહિતને જ સમ્યગુ જ્ઞાન થાય છે.
"सम्मत्तनाणरहियस्स नाणमुप्पज्जा त्ति ववहारो। नेच्छइयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स ॥"
–વિશેષા, ગાત્ર ૪૧૪. વળી જુઓ આવશ્યકચૂર્ણિ પૃ. ૧૮, ૨૩ અહીં વ્યવહાર અને નિશ્ચયનયો વચ્ચે જે શંકા-સમાધાન છે તે આ પ્રમાણે છે: . વ્યવહાર : સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન થતું હોય તો તો એનો અર્થ એ થયો કે જે જાત-ઉત્પન્નસત છે તે જ ઉત્પન્ન થાય છે, અજાત-અસત નહિ. પણ આપણે જોઈએ છીએ કે જે જાત છે તે ઉત્પન્ન થતું નથી, પણ જે અજાત હોય છે તે જાત-ઉત્પન્ન થાય છે, જેમકે માટીના પિંડમાંથી અજાત એવો ઘડો જાત થાય છે. પણ જો ઘડો પ્રથમથી જ જાત હોય તો તેને ઉત્પન્ન કરવાપણું કાંઈ રહેતું નથી;
લે કે તેને વિષે કશું જ કરવાપણું રહેતું નથી, માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ, જાતની નહિ. અને વળી જાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે, એટલે કે જે કૃત છે તેને પણ કરવામાં આવે તો પછી કરવાનો કયાંઈ અંત જ નહિ આવે એટલે કે કાર્યસમાપ્તિ કદી થશે જ નહિ. માટે માનવું જોઈએ કે મિથ્યાત્વી જીવમાં સભ્ય અને સમ્યકજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે તેનામાં પ્રથમ હતાં નહિ, પણ એમ ન માની શકાય કે સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે.
–વિશેષા ગા૦ ૪૧૫ વળી, કતને પણ કરવામાં આવે તો ક્રિયાનું કાંઈ ફળ મળે નહિ. અને વળી પૂર્વમાં ન હોય તે જ ક્રિયાના ફળરૂપે દેખાય છે તો તને કરવાપણું ન હોવાથી સતની ક્રિયા નહિ પણ અસતની ક્રિયા માનવી ઘટે. વળી, એવું પણ નથી કે જે કાળમાં ક્રિયા શરૂ થઈ એ જ કાળમાં નિપત્તિ થાય, પણ દીર્ધકાલની ક્રિયા પછી ઘટાદિ દેખાય છે માટે તેની ક્રિયાનો કાળ દીર્ધ માનવો જોઈએ. આમ વિચારતાં મિથ્યા જ્ઞાનીને દીર્ધકાળ પછી સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ.
–વિશેષાગા ૪૧૬ વળી, કોઈ પણ કાર્યનો આરંભ કરીએ છીએ ત્યારે આરંભમાં તો તે દેખાતું નથી, પણ ક્રિયાની સમાપ્તિ થયે તે દેખાય છે, માટે પણ ક્રિયાકાળમાં કાર્યને સત માની શકાય નહિ, તે જ રીતે ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે તત્કાળે કોઈ જ્ઞાન થઈ જતું નથી પણ