________________
૩૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણમહોત્સવ રથ વળી ભવિષ્યકાળ તો હજી અનુત્પન્ન હોઈ અસત છે, તો તેમાં પણ તે કૃત કેવી રીતે થાય ? માટે ક્રિયમાણને જ કૃત માનવું જોઈએ.
–વિશેષાગા૦ ૪૨૨ જે ક્રિયમાણ કત હોય તો પછી તે ક્રિયમાણ હોય ત્યારે કેમ દેખાતું નથી—એવો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે પણ યુક્ત નથી કારણ કે પ્રતિ સમયમાં જે જુદાં જુદાં કાર્યો નિપન્ન થઈ રહ્યાં છે તેથી નિરપેક્ષ થઈને તમે માત્ર ઘડાનો જ અભિલાષ ધરાવો છો, આથી તે તે કાર્યના કાલને ઘડાનો કાળ ગણીને તમે માનવા લાગી જાવ છો કે મને ક્રિયાકાળમાં ઘડો દેખાતો નથી. આ તમારી સ્કૂલબુદ્ધિનું પરિણામ છે. તે તે કાળમાં થતા કાર્યની ઉપેક્ષા ન કરો તો તે તે કાળે તે તે કાર્ય દેખાશે જ, ભલે ઘડો ન દેખાય. અને જ્યારે ઘડો ક્રિયામણ હશે ત્યારે તમને ઘડો પણ કૃત દેખાશે જ, માટે જરા સૂક્ષ્મબુદ્ધિથી વિચારો.
–વિશેષા. ગા. ૪ર૩ વ્યવહાર: પણ કાર્ય અન્ય સમયમાં જ થાય એમ શા માટે માનવું ? પ્રથમ સમયમાં પણ તે કેમ ન થાય ?
નિશ્ચય : એટલા માટે કે કાર્ય કારણ વિના તો થતું નથી, અને જે કાળે કારણ હોય છે તે જ કાળે કાર્ય થાય છે. માટે તે અન્ય કાળમાં થતું પણ નથી અને તેથી દેખાતું પણ નથી. આ પ્રકારે એ બાબત સિદ્ધ થઈ કે ક્રિયાકાળમાં જ કાર્ય હોય છે, એટલે કે ક્રિયમાણ કત છે, અને નહિ કે ક્રિયા ઉપરત થઈ જાય પછી; એટલે ક્રિયાનિષ્ઠા થયે કાર્ય થતું નથી.
–વિશેષા ગા૦ ૪૨૪ વળી, જ્ઞાનનો જયારે ઉત્પાદ થઈ રહ્યો છે, એટલે કે જ્ઞાનની ઉત્પત્તિની ક્રિયા થઈ રહી છે ત્યારે પણ જે જ્ઞાનને અસત માનવામાં આવે તો પછી તે ઉત્પાદકોનો ? અને એ કાળમાં પણ જો અજ્ઞાન હોય તો પછી જ્ઞાન કયા કાળમાં થશે ? માટે માનવું જોઈએ કે સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન થાય છે, અજ્ઞાનીને નહિ.
–વિશેષા, ગાત્ર ૪૨૫ વળી, જે તમે એમ માનો છો કે શ્રવણાદિ કાલ જુદો છે અને તે પછી જ્ઞાનોત્પત્તિ થાય છે– ઈત્યાદિ. એ બાબતમાં અમારું મન્તવ્ય છે કે શ્રવણાદિ કાલ છે તે જ તો જ્ઞાનોત્પત્તિનો કાળ છે. પણ સામાન્ય શ્રવણ નહિ પણ વિશિષ્ટ પ્રકારનું જે શ્રવણ છે; એટલે કે એવું શ્રવણ જે સાક્ષાત મતિજ્ઞાનનું કારણ છે, તેનો કાળ તે જ મતિજ્ઞાનનો કાળ સમજવાનો છે અને તેવો તો અન્ય ક્ષણમાં સંભવે, જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
-વિશેષા ગાળ ૪૨૬ પ્રસ્તુત ચર્ચાની ભૂમિકા સમજવા માટે શુન્યવાદમાં કરેલી ઉતપાદની ચર્ચા, જે માધ્યમિક કારિકામાં કરવામાં આવી છે તે–(માધ્યમિકકારિકાવૃત્તિ પૃષ્ઠ ૧૩, ૧૦, ૧૩૮, ૧૫૭, ૧૮૧, ૧૮૬, વગેરે) વિશેષરૂપે અવગાહવાની જરૂર છે. વળી, સાંખ્યોનો સત્કાર્યવાદ (સાંખ્ય કાળ ૯) અને નૈયાયિક આદિનો અસત કાર્યવાદ વગેરે (ન્યાયસૂત્ર ૪. ૧. ૧૪–૧૮; ૪. ૧. ૨૫-૩૩, ૪. ૧. ૪૪–૨૨) તથા જૈનોનો સદસત કાર્યવાદ જે આ પૂર્વે ચર્ચવામાં આવ્યો છે તેનું પણ અવગાહન જરૂરી છે (સમિતિતર્ક ૩. ૪૭–૪૯; પંચાસ્તિકાય ગા૦ ૧૫, ૧૯, ૬૦ આદિ, નયચક તૃતીય અર). જમાલિએ કરેલ નિહવ
જમાલિ એમ માનતો કે કૃત તે જ કૃત છે અને ક્રિયમાણ કૃત નહિ, પણ ભગવાન મહાવીર ક્રિયમાણને ત માનતા. આથી મૂળે તે ચર્ચા પણ ક્રિયાકાળમાં કાર્યની નિપત્તિ છે કે નિષ્ઠાકાળમાં એ