Book Title: Aagamyugna Vyavahar Ane Nischay Nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Dalsukh Malvania

View full book text
Previous | Next

Page 18
________________ આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયઃ ૩૭ શ્રવણદિ ક્રિયાની સમાપ્તિ થયે જ્ઞાન થાય છે. સારાંશ એ છે કે ક્રિયાકાળમાં કાર્ય દેખાતું નથી માટે તે નથી પણ ક્રિયાની નિષ્ઠા થયે તે દેખાય છે તો ક્રિયાકાળમાં નહિ પણ ક્રિયાનિઠાકાળમાં તે માનવું જોઈએ. માટે માનવું જોઈએ કે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે, પણ સમ્યગ્દષ્ટિ કે સમ્યજ્ઞાની નહિ. -વિશેષo ગાત્ર ૪૧૭ નિશ્ચયનય : અજાત હોય તે જાત થાય એ માની શકાય તેવી વાત નથી, કારણ કે જે અજાત છે તે અભાવરૂપ છે અને અભાવની તો ખરવિષાણની જેમ ઉત્પત્તિ સંભવતી જ નથી. માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ નહિ. અને જે અજાત પણ ઉત્પન્ન થતું હોય તો ખરવિષાણ પણ ઉત્પન્ન થાય. માટે અસતની નહિ પણ સતની ઉત્પત્તિ માનવી જોઈએ. આથી જ અમે કહીએ છીએ કે સમ્યકવીને અને સમ્યજ્ઞાનીને સમ્યકત્વ અને સમ્યજ્ઞાન થાય છે, મિથ્યાત્વીને નહિ. -વિશેષાગા. ૪૧૮ વળી, જેમ સતની ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય તેમ અસતની ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય, કારણ, તમે અસત એવા ખરવિષાણ વિષે ગમે એટલી ક્રિયા કરો પણ તે કદી ઉપન્ન જ થવાનું નહિ. આમ ક્રિયાવિરામનો અભાવ તો બન્ને પક્ષે સમાન છે. પણ વધારામાં અસત્કાર્યપક્ષે એ ક્રિયાવિરામ આદિ દોષોનો પરિહાર શકય નથી. સત એવા આકાશાદિ વિશે પર્યાયત્તરની અપેક્ષાએ ક્રિયાવિરામ ઘટી શકે છે, પણ અસતમાં તો એવો પણ સંભવ રહેતો નથી. વળી, ઉત્પત્તિની પૂર્વે કાર્ય સર્વથા અસત હોય તો તે જેમ ઉત્પત્તિ પછી દેખાય છે તેમ ખરવિષાણ પણ પછી કેમ નથી દેખાતું? માટે માનવું જોઈએ કે કાર્ય, ઉત્પત્તિની પૂર્વે ખરવિષાણુ જેમ સર્વથા અસત નથી. આમ સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં દોષો છે, જેનું નિવારણ થઈ શકતું નથી. -વિશેષા. ગા. ૪૧૯ વળી, કાર્યનિપત્તિમાં દીર્ધકાળની વાત કરી તે પણ યુક્ત નથી, કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં સ્થાસાદિ અનેક કાર્યો ઉત્પન્ન થાય છે તે કાયો પ્રતિસમયે ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર વિલક્ષણ પણ છે. આમ ઘણા બધા કાર્યો માટે લાંબો કાળ ગયો તેમાં એ બધો કાળ ઘટક્રિયાનો હતો એમ કેમ કહેવાય ? -વિશેષા ગા. ૨૦ વળી, કાર્યની ક્રિયાના આરંભમાં તે દેખાતું નથી માટે તે સત હોઈ શકે નહિ એવો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો ઉત્તર એ છે કે તમે જે ક્રિયાનો આરંભ કહો છો તે તેની ક્રિયાનો તો આરંભ છે નહિ તો પછી તે ત્યારે કેવી રીતે દેખાય? જેમ પટનો આરંભ કરીએ ત્યારે ઘટ જોવાની આશા રાખવી એ વ્યર્થ છે તેમ ઘટ પહેલાનાં જે સ્થાસાદિ કાર્યો છે તેની ક્રિયાના પ્રારંભમાં પણ જે ઘટ ન દેખાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને સ્થાસાદિ કાંઈ ઘડો નથી જેથી તેના આરંભે તે દેખાય. માટે આરંભમાં દેખાતો નથી-ઈત્યાદિ જે આક્ષેપ છે તે યુક્ત નથી. –વિશેષા ગા૦ ૪૨૧ વળી, ઘડો અંતિમ ક્ષણમાં દેખાય છે માટે તેને તે ક્ષણમાં સત માનવો જોઈએ, પૂર્વક્રિયાકાળમાં નહિ એ જે તમે કહ્યું તેમાં અમારે એટલું જ કહેવાનું છે કે ઘડાનો પ્રારંભ તો અન્ય ક્રિયાકાળમાં જ છે તેથી તે અન્ય ક્રિયાકાળે દેખાય છે. આમાં શું અજુગતું છે? વળી, વર્તમાનકાળમાં જ્યારે તે ક્રિયમાણ છે ત્યારે તેને કત ન માનો અને અક્ત માનો તો પછી તેને ક્ત કયારે માનશો ? અતીત કાળ તો નષ્ટ હોઈ અસત છે તો તે તેને કેવી રીતે કરી શકશે ? અને

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24