Book Title: Aagamyugna Vyavahar Ane Nischay Nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Dalsukh Malvania

View full book text
Previous | Next

Page 15
________________ ૩૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ જોયું કે, વ્યવહાર એ વિશેષને માની ચાલે છે પણ શુદ્ધાશુદ્ધના વિભાગમાં વ્યવહાર દ્રવ્યાર્થિક પ્રધાન છે; એટલે કે તે સામાન્યને માને છે એમ કહેવાય. અને નિશ્ચય એ પર્યાયાર્થિક હોઈ વિશેષને વિષય કરે છે. આનું સ્પષ્ટીકરણ એમ સંભવે કે વૈશેષિકો અને નિયાયિકો જેને સામાન્ય વિશેષ કહે છે એટલે કે જે અપસામાન્યને નામે ઓળખાય છે તે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છતાં પોતાના વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એટલે તેને અપેક્ષાભેદે સામાન્ય કે વિશેષ કહી શકાય. તાત્પર્ય એ થયું કે વ્યવહાર પરસામાન્યને નહિ પણ અપસામાન્યને વિષય કરે છે, જે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. આથી વ્યવહારનયને સામાન્યગ્રાહી કહ્યો છે, અને વિશેષગ્રાહી કહ્યો છે. બન્નેમાં કશો વિરોધ રહેતો નથી. વ્યવહારને વિષય સાત નયમાં જે વ્યવહારનય છે તેના વિષયનું વિવેચન કરતાં ભાષ્યકાર આચાર્ય જિનભદ્ર જણાવે છે કે વિશેષથી ભિન્ન એવું સામાન્ય કોઈ છે જ નહિ કારણ કે ખરવિષાણની જેમ તે ઉપલબ્ધ થતું નથી– "न विसेसत्थंतरभूअमत्थि सामण्णमाह ववहारो। उवलंभववहाराभावाओ खरविसाणं व ॥" –વિશેષાવશ્યક ભાષ્ય-૩૫ આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશેષગ્રાહી છે; એનું જ જ આ સમર્થન છે. ગુરુલઘુ વિશે ગુલધુનો વિચાર તાત્ત્વિક રીતે અને વ્યાવહારિક રીતે નિશ્ચય અને વ્યવહારનયો વડે આચાર્ય જિનભદ્ર કર્યો છે તે પ્રસંગ આ પ્રમાણે છે_આવશ્યક નિર્યુકિતમાં જણાવવામાં આવ્યું હતું કે ઔદારિક, વૈક્રિયાદિ ગુલઘુ દ્રવ્યો છે અને કર્મ, મન, ભાષા એ અગુરુલઘુ દ્રવ્યો છે. (વિશેષાગા૦ ૬૫૮ એ આવ. નિની ગાથા છે, વળી જુઓ આવશ્યક ચૂર્ણ પૃ. ૨૯) આ નિયુક્તગાથાનું સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય જિનભદ્ર જણાવે છે કે વ્યવહારનયને મને કોઈ દ્રવ્ય ગુરુ હોય છે, જેમ કે લેટુ–àખારો. કોઈ લઘુ હોય છે, જેમ કે દીપશિખા. કોઈ ગુલધુ-ઉભય હોય છે જેમ કે વાયુ. અને કોઈ અગુરુલઘુ–નો ભય હોય છે જેમ કે આકાશ. પણ નિશ્ચયનયને મતે તો સર્વથા લઘુ કે સર્વથા ગુરુ કોઈ દ્રવ્ય હોતું જ નથી પણ બાદર–સ્થલ દ્રવ્ય ગુરુલઘુ છે અને બાકીના બધા દ્રવ્યો અગુરુલઘુ છે. –વિશેષા ગા૦ ૬૫૯-૬૬૦ * આ બાબતમાં વ્યવહાર પ્રશ્ન કરે છે કે જે ગુરુ કે લધુ જેવું કોઈ દ્રવ્ય હોય જ નહિ તો છવપુલોનું ગમન જે ઊર્ધ્વ અને અધઃ થાય છે તેનું શું કારણ? અમે તો માનીએ છીએ કે જે લઘુ હોય તે ઊર્ધ્વગામી બને અને જે ગુરુ હોય તે અધોગામી બને. આથી છવપુલોને ગુરુ અને લઘુ માનવા જોઈએ, કારણ કે તેમનું ગમન ઊંચે પણ થાય છે અને નીચે પણ થાય છે–વિશેષા ગા૦ ૬૬૧-૬ ૬૨. માટે માત્ર ગુલઘુ અને અગુરુલઘુ એમ બે પ્રકાર નહિ પણ ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલઘુએવા ચાર પ્રકારના દ્રવ્યો માનવા જોઈએ એવો વ્યવહારનયનો મત છે. વ્યવહારનયના આ મન્તવ્યનો ઉત્તર નિશ્ચયનય આપે છે કે વ્યવહારનયમાં જે ઊર્ધ્વગમનનું કારણ લધુતા અને અધોગમનનું કારણ ગુરુતા માનવામાં આવે છે તે અનિવાર્ય કારણ નથી કારણ દ્રવ્યની લઘુતા કે ગુરુતા એ જુદી જ વસ્તુ છે અને દ્રવ્યનો વીર્યપરિણામ એ સાવ જુદું જ તત્ત્વ છે. અને વળી દ્રવ્યનો ગતિ પરિણામ તે પણ જુદું જ તત્ત્વ છે. આમાં કાંઈ કાર્યકારણભાવ જેવું નથી. –વિશેષા. ગા. ૬૬૩

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24