________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનય : ૩૩ કેમ બને છે તેની વિચારણું તો હતી જ. તેને આધારે સમગ્ર નિયોના સંદર્ભમાં શુદ્ધ-અશુદ્ધની વિચારણા કરવી એ ટીકાકારો માટે સરલ થઈ પડે તેમ હતું. આવી વિચારણા આચાર્ય જિનભદ્રના વિશેષાવશ્યક ભાયમાં અને તેની ટીકામાં થયેલી જોવા મળે છે. તેમણે સામાયિકક્રિયાના કરણ વિષેના વિચાર પ્રસંગે બધા નયોને બે વિભાગમાં વહેંચી નાખ્યા છેશુદ્ધ અને અશુદ્ધ અને કહ્યું છે કે અશુદ્ધ નયોની અપેક્ષાએ તે અમૃત છે અને શુદ્ધ નયોની અપેક્ષાએ કૃત છે. પણ સમય એટલે કે સિદ્ધાન્ત એવો છે કે તે કૃતાકૃત છે. સારાંશ એ છે કે વિભિન્ન નયો તેને કત કે અકૃત કહે છે પણ સ્યાદ્વાદને આધારે તેને કૃતાકૃત માનવું જોઈએ—એટલે કે પ્રમાણ દૃષ્ટિએ તે કૃતાકૃત છે.
-વિશેષા ગા૦ ૩૩૭૦ આ ગાથાની ટીકા સ્વપજ્ઞ તો મળતી નથી, કારણ કે તે અધૂરી જ રહી ગઈ છે પણ તેની પૂર્તિ કરનાર કોટ્ટાર્યની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે “મનયા: દ્રવ્યાર્થgધાના નૈવામગ્રવ્યવહાર | तेषां मतेन अकृतं सामायिकं नित्यत्वात् नभोवत् । द्रव्यार्थतः सर्वमेव वस्तु नित्यमिति पक्षधर्मत्वम् । शुद्धनयास्तु ऋजुसूत्रादयः। तेषां मतेन कृतं सामायिक अनित्यत्वात् घटवत् । पर्यायार्थतः सर्वमेव अनित्यं कृतकं च वस्तु इति पक्षधर्मत्वम् । एवमेकान्ते भङ्गद्वयम् । अथ कृताकृतत्वमुभयरूपं स्याद्वादसमयसद्भावात् । तत् पुनरुभयरूपत्वं द्रव्यार्थपर्यायार्थनयविवक्षावशात् भवति ।"
–વિરોવાળ કોટીલા સારાંશ એ છે કે મૈગમ, સંગ્રહ અને વ્યવહારનો વ્યાર્થપ્રધાન છે; અને તે અશુદ્ધ નો છે. દ્રવ્યોથપ્રધાન હોઈ તે વસ્તુને નિત્ય માને છે, પણ આજસૂત્રાદિ એટલે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ
અને એવંભૂત એ પર્યાયાર્થપ્રધાન છે; અને શુદ્ધ નયો છે. પર્યાયપ્રધાન હોઈ તે નયો વસ્તુને અનિત્યરૂપે માને છે પણ સ્યાદ્વાદમાં તો બધા નયોનો સમાવેશ હોઈ તે દ્રવ્ય અને પર્યાય બનેને સ્વીકારી વસ્તુને નિત્યાનિત્ય માને છે.
કોટ્ટાર્યની આ ટીકાનું અનુસરણ કરીને આ કોટ્યચાર્ય અને આ૦ હેમચંદ્ર મલધારી પણ શુદ્ધ-અશુદ્ધ નયોનો ઉક્ત વિભાગ માન્ય રાખે છે. ' વળી, એક વસ્તુ એ પણ આમાં ધ્યાન દેવા જેવી છે કે નયો તે એક-એક અંત હોઈ એકાંત છે અને સ્યાદ્વાદ તે એકાંતોનો સમન્વય કરતો હોઈ અનેકાંત છે.
નયોના આવા શુદ્ધાદ્ધિ વિભાગને ધ્યાનમાં રાખીને જ આચાર્ય જિનભદ્ર નિશ્ચયનયને શુદ્ધ નય કહ્યો છે કારણ કે તેમને મતે વ્યવહાર એ અશુદ્ધ નયમાં સમાવિષ્ટ છે તે આપણે ઉપર જોયું. આચાર્ય જિનભકે મૂળ ગાથામાં “ને ઈચનયમ અન્નાની” (વિરોઘા ગા૦ ૧૧૫૧) ઈત્યાદિ કહ્યું છે પણ તેની પોતે જ રચેલી ટીકામાં કહ્યું છે કે – “રુદ્ધનામિકાથોડા –ઇત્યાદિ. આથી ફલિત થાય છે કે તેઓ નિશ્ચયનયને શુદ્ધ નય માને છે.
ગમ–સંગ્રહ-વ્યવહાર એ સમગ્રની સંજ્ઞા વ્યાવહારિક નય પણ છે એવો મત ચૂર્ણિમાં વ્યક્ત થયેલો છે અને એ જ પ્રસંગે જુસત્રાદિ ચારને ચૂર્ણિમાં શુદ્ધ નયને નામે ઓળખાવ્યા છે આથી એ પણ ફલિત થઈ જાય છે કે શેષ નૈગમાદિ અશુદ્ધ નયો છે, જેનું બીજું નામ વ્યાવહારિકનયો પણ છે.–“વહારજળ વ ામ-સંg-વહાર વવહારિત્તિ હિતા......૩નુસુતા પુ ર૩ઝું સુદ્ધનયા...... आव० चूर्णि पृ. ४३० ।
આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર એ અશુદ્ધ નય છે અને નિશ્ચય એ શુદ્ધ નય છે એવો અભિપ્રાય આગમની ટીકાના કાળમાં સ્થિર થયો હતો.
વળી, અહીં એક બીજી વિશેષતા તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે; તે એ કે, આગળ આપણે
સુ૦ ગ્ર૦ ૩