Book Title: Aagamyugna Vyavahar Ane Nischay Nayo
Author(s): Dalsukh Malvania
Publisher: Dalsukh Malvania

View full book text
Previous | Next

Page 11
________________ ૩૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ આ શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે કે જેની વ્યાખ્યા પ્રસંગોનુસાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્રતગ્રહણનો પર્યાય ૪ના નિર્ણયમાં કામ આવે છે, પણ સૂત્રવ્યાખ્યાનપ્રસંગમાં તો વ્રતપર્યાયને નહિ પણ લબ્ધિને મુખ્ય માનવામાં આવે છે. અને આથી સૂત્રવ્યાખ્યાન કરવાની જેનામાં લબ્ધિ હોય તે વયથી ભલેને લધુ હોય પણ તે છ ગણાય. આથી એવા રત્નાધિક ચેકને વયઠે વંદન કર્યું તેમાં કશું જ અનુચિત નથી. વળી વ્યાખ્યાન પ્રસંગે તો વયપેઠે નમસ્કાર કર્યો છે આથી રત્નાધિકની આશાતનાનો પ્રસંગ પણ નથી. "जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडओ। वक्खाणलद्धिमंतो सो चिय इह घेप्पई जेहो। आसायणा वि णेवं पड्डुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणं पि सो चेव ॥" –આવનિ. ગા ૭૧૪–૭૧૫ (દીપિકા) - આચાર્યો આવો નિર્ણય આપ્યો તે પાછળ તેમની દૃષ્ટિ શી હતી તેનું સ્પષ્ટીકરણ તેમણે વ્યવહાર અને નિશ્ચયનયના અવલંબનથી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે વ્યવહારનું અનુસરણ કરવામાં આવે ત્યારે વયજયેષ્ઠ એ જયેષ્ઠ ગણાય. પણ નિશ્ચયનયને મતે તો દીક્ષા પર્યાય કે વય એ પ્રમાણુ નથી, પણ ગુણાધિષ્ય એ પ્રમાણ છે. માટે બને નયોને આધારે પ્રસંગ પ્રમાણે વર્તન કરવામાં કશો જ દોષ નથી, જૈન ધર્મમાં એક જ નય નહિ, પણ બને નય જ્યારે મળે ત્યારે તે પ્રમાણુ બને છે. માટે બને નયોને માનીને પ્રસંગનુસાર વંદનવ્યવહાર કરવો. આ બન્ને નયોને મહત્વ આપવું એટલા માટે જરૂરી છે કે ગુણાધિય એ આંતરિકભાવ છે અને સર્વ પ્રસંગે એ આંતરિકભાવનું જ્ઞાન છદ્મસ્થ માટે સંભવ નથી, માટે જ્યાં આંતરિક ભાવ જાણવામાં આવે એ પ્રસંગે તેને મહત્ત્વ આપી વંદનવ્યવહારની યોજના નિશ્ચયદ્રષ્ટિને મહત્ત્વ આપી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, પણ સામાન્ય રીતે તો દીક્ષા પર્યાયે જે જયેષ્ઠ હોય તેને જ માનીને વંદનવ્યવહારની યોજના વ્યવહારનયે કરવી એ સુગમ લોકસંમત માર્ગ છે, કારણ, ગુણાધિક્ય જાણવું લોકને માટે સુગમ નથી, પણ દીક્ષા પર્યાય જાણવો સુગમ છે; એટલે વ્યવહારનયે માની લીધું કે જેનો દીક્ષા પર્યાય વધારે તે મોટો એટલે વંદનીય "न वओ एत्य पमाणं न य परियाओ वि णिच्छयमएण । ववहारओ उ जुजइ उभयनयमयं पुण पमाणं ॥ निच्छयओ दुन्नेयं को भावे कम्मि वट्ट समणो। ववहारओ उ कीरइ जो पुवठिओ चरित्तम्मि॥" –આવ. નિ. ગા ૭૧૬-૧૭ (દીપિકા) આમાંની અંતિમ ગાથા અહલ્ક૯૫ભાષ્યમાં પણ છે, જુઓ ગા૦ ૪૫૦૬. સંઘ વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારનો વ્યવહાર જરૂરી છે, અન્યથા ગુણ ગણાવા સૌ પ્રયત્ન કરે અને અવ્યવસ્થા ઊભી થાય. અને ગુણનું પરીક્ષણ સર્વથા સંભવ નથી, તેમ સર્વથા અસંભવ પણ નથી, માટે સામાન્ય વ્યવહાર એવો કે વ્રતક તે છ અને વંદનીય પરંતુ વિશેષ પ્રસંગે જ્યાં ગુણાધિક્યના જ્ઞાનનો નિશ્ચય થાય ત્યાં તે ગુણાધિક પુરુષ પણ વંદનીય બને. આ જ કારણે લોકદષ્ટિથી અથવા તો વ્યવહારનયથી કરેલી વ્યવસ્થાને સ્વયં અહંત-કેવળીભગવાન પણ અનુસરે છે–એવું સ્પષ્ટીકરણ મૂળ ભાષ્યકારે કર્યું છે. આ જ વ્યવહારની બળવત્તા છે. મૂળ ભાષ્યકાર જણાવે છે કે વ્યવહાર પણ બળવાન છે, કારણ કે જ્યાં સુધી ગુરુને એવી જાણ ન હોય કે મારો શિષ્ય કેવળી થઈ ગયો છે ત્યાં સુધી તે અહંત પોતાનો ધર્મ સમજીને છટ્વસ્થ એવા ગુરુને વંદન કરે છે–

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24