Page #1
--------------------------------------------------------------------------
________________
યુવકોને [ ૧૩ ]
કાન્તિ--ફેરફાર એ વસ્તુમાત્રનો અનિવાર્ય સ્વભાવ છે. કુદરત પિત જ અણધારેલ સમયે કે ધારેલ વખતે ક્રાન્તિ. જન્માવે છે. મનુષ્ય પણ બુદ્ધિપૂર્વક એવી ક્રાન્તિ કરીને જ જીવન ટકાવે અને લંબાવે છે. વિજળી અચાનક પડે છે ને ઝાડને ક્ષણમાત્રમાં નિઈવ કરી બીજા જ કઈ કામ લાયક બનાવી મૂકે છે. પણ વસંતઋતુ એથી ઊલટું કરે છે. તે પાંદડામાત્રને ખેરવી નાખે છે, પણ તેની સાથે જ કામળ, નવીન અને લીલાંછમ અપૂર્વ પાંદડાઓ જન્માવતી જાય છે. ખેડૂત ક્યારેક આખા ખેતરને સૂડી નાખીને જ નવેસર ખેતીની તૈયારી કરે છે, ત્યારે વળી તે બીજીવાર માત્ર નીંદણનું કામ કરી, નકામા ઝાડપાલાને જ ફેંકી દઈ, કામના છેડવા અને વેપાઓને વધારે સારી રીતે ઉગાડવા–સફળ કરવા યત્ન લે છે. આ બધા ફેરફાર પિતાપિતાના સ્થાનમાં ગ્ય છે, તે બીજે સ્થાને તે તેટલા જ અયોગ્ય સિદ્ધ થાય છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈએ તો આપણને કાન્તિથી ડરવાને પણ કારણ નથી, તેમ જ કાન્તિને નામે અવિચારી કાતિ પાછળ તણાઈ જવાને પણ કારણ નથી. આપણું કામ, ભૂતકાળના અનુભવ અને વર્તમાન કાળના અવેલેકિન ઉપરથી, સુંદર ભાવી વાતે કયે સ્થાને શું કરવું, શું રાખવું, શું બદલવું ને કેટલું રાખવું ને કેવી રીતે રાખવું કે ફેંકવું, એ શાંત ચિતે વિચારવાનું છે. આવેશમાં તણાઈ જવું કે જડતામાં ફસાઈ જવું એ બન્ને એકસરખી રીતે જ હાનિકારક છે. તેથી આપણું પ્રત્યેક કાર્ય ચપળતા, શાંતિ અને વિચારણા માગે છે.
આ દષ્ટિએ અત્યારે હું જૈન યુવકમાં ત્રણ લક્ષણ હોવાની અગત્યતા જોઉં છું. “જન પરંપરાવાળા કુળમાં જન્મેલે તે જૈન” એ જૈનને સામાન્ય અર્થ છે. અઢાર વર્ષથી ચાલીસ વર્ષ જેટલી ઉમરને સામાન્ય રીતે યુવક કહી શકાય. પણ આપણે માત્ર એટલા જ અર્થમાં જન યુવક શબ્દને પરિમિત રાખ ન ઘટે. આપણે ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ એમાં જીવનભૂત એવાં નવીન તો ઉમેરવા સૂચવે છે, કે જેના સિવાય
Page #2
--------------------------------------------------------------------------
________________
યુવકોને
જૈન યુવક માત્ર નામને જન યુવક રહે છે, અને જેના હેવાથી તે એક -જીવન યથાર્થ યુવક બને છે, તે ત્રણ લક્ષણો નીચે પ્રમાણે :
(૧) નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. (૨) નિર્મોહ કર્મવેગ.
(૩) વિવેકી ક્રિયાશીલતા. ૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ
આપણે સમાજ નિવૃત્તિપ્રધાન ગણાય છે. આપણને ઈતિહાસમાં જે નિવૃત્તિ વારસારૂ મળી છે તે નિવૃત્તિ અસલમાં ભગવાન મહાવીરની નિવૃત્તિ છે, અને તે વાસ્તવિક પણ છે. પરંતુ એ નિવૃત્તિ જ્યારથી ઉપાસ્ય બની, તેને ઉપાસકવર્ગ વધ ગયે, કમેક્રમે તેને સમાજ પણું બંધાય, ત્યારે એ નિવૃત્તિએ જુદું રૂપ ધારણ કર્યું. છેવટની હદના આધ્યાત્મિક ધર્મો વિરલ વ્યક્તિમાં તાત્વિક રૂપે સંભવે છે, અને હેય પણ છે; પરંતુ સમૂહમાં એ ધર્મો જીવંત રહી નથી શકતા, એ માનવ સ્વભાવની સુવિદિત બાજુ છે. તેથી જ્યારે ઉપાસક સમૂહે સામૂહિક દૃષ્ટિએ આત્યંતિક નિવૃત્તિની ઉપાસના શરૂ કરી ત્યારથી જ એ નિવૃત્તિનું વાસ્તવિકપણું ઓસરવા બેઠું. આપણા સમાજમાં નિવૃત્તિના ઉપાસક સાધુ અને શ્રાવક એવા બે વર્ગ પ્રથમથી જ ચાલ્યા આવે છે. જેનામાં માત્ર આત્મસ જ હેય અને જેને વાસનાની ભૂખની કોઈ પણ જાતની તૃપ્તિ આકષી ન જ શકે એવી વ્યક્તિને દેહની પણ પડી નથી હોતી. તેને મકાન, ખાનપાન કે આચ્છાદનની સગવડ– અગવડે કર્યો કે મૂંઝવી નથી શકતી. પણ આ વસ્તુ સમૂહમાં શકયું નથી. ખુદ, સાધુવર્ગ, કે જે ધરબાર છોડી માત્ર આત્મલક્ષી બની જીવનયાપન કરવા ઈચ્છા રાખે છે, તેને ઇતિહાસ તપાસીશું, તો પણ આપણને સ્પષ્ટ દેખાશે કે તે સામૂહિક રૂપે સગવડ-અગવડમાં સમ રહી શક્યો નથી. દુષ્કાળ પડતાં જ સાધુવર્ગ બનતા પ્રયત્ન સુભિક્ષવાળા દેશમાં વિચરતે દેખાય છે. સુભિક્ષ હૈય ત્યાં પણ વધારે સગવડવાળા સ્થાને માં જ તે વધારે સ્થિર રહે અને વિચારે છે. વધારે સગવડ પૂરી પાડનાર ગામ અને શહેરોમાં પણ જે કુટુંબ સાધુવર્ગને વધારે સારી સગવડ પૂરી પાડે છે તેમને ત્યાં જ મુખ્યપણે તેમને જવઅવર વધારે દેખાય છે. આ બધું અસ્વાભાવિક નથી, તેથી જ આપણે સગવડ વિનાનાં ગામ, શહેરે અને દેશમાં સાધુઓનું
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન અસ્તિત્વ ભાગ્યે જ જોઈએ છીએ; તેને પરિણામે જૈન પરંપરાનું અસ્તિત્વ. પણ જોખમાયેલું સ્પષ્ટ દેખાય છે.
સગવડ સાથે જીવનના ધારણ-પોષણની આટલી બધી એકરસતા છતાં સાધુવર્ગ મુખ્યપણે ભગવાન મહાવીરની નિવૃત્તિ ઉપર જ ભાર આપતા આવ્યું છે. ભગવાનના અને પિતાના જીવન વચ્ચેના અંતર વિષે જાણે બહુ વિચાર ન જ કરતે હેય તેમ–દેહમાં તે શું ? એ તે વિનાશી હોઈ
ક્યારેક નાશ પામવાને જ છે. ખેતર, વાડી કે મકાનમાંય શું ? એ બધું પણ આળપંપાળ છે. પૈસા ટકા અને બૈરાંછોકરાં એ પણ માત્ર જાળ યા બંધન છે–એવા પ્રકારનો અધિકાર ઉપદેશ માટે ભાગે આપ્યા કરે છે. શ્રોતા ગૃહસ્થવર્ગ પણ પિતાને અધિકાર અને શકિત વિચાર્યા સિવાય એ ઉપદેશના રસમાં તણાઈ જાય છે. પરિણામે આપણે સમાજમાં ભગવાનની સાચી નિવૃત્તિ કે અધિકારોગ્ય પ્રવૃતિ કાંઈ જોઈ શકતા નથી. વૈયક્તિક, કૌટુંબિક કે સામાજિક દરેક કાર્ય આપણે કર્યો જઈએ છીએ, તે પણ ન છૂટુંકે, નીરસપણે અને નિરુત્સાહથી. પરિણામે આપણે આરોગ્ય અને બળ ઈચ્છવા છતાં મેળવી કે સાચવી શકતા નથી. સંપત્તિ, વૈભવ, વિદ્યા કે કીર્તિ જે પ્રયત્ન વિના મળે તો તે આપણે ઇચ્છીએ છીએ, પણ તે માટે પ્રયત્ન સેવવાનું કામ બીજા ઉપર છોડી દઈએ છીએ. આ સ્થિતિમાં ભગવાનના તાવિક નિવૃત્તિરૂપ જીવનપ્રદ જળના સ્થાનમાં આપણે ભાગે તે જળના નામે તેનાં માત્ર ફીણ અને શેવાળ જ રહ્યાં છે.
ધર્મ અધિકારે જ શેભે છે. અધિકાર વિના જે ધર્મ સાધુવને પણું ન શોભાવી શકે, તે ધર્મ ગપ્રધાન ગૃહસ્થવર્ગને તે શી રીતે શોભાવે ? નિવૃત્તિની દૃષ્ટિથી દાંત અને શરીરની ઉપેક્ષા કરવામાં આપણે ધર્મ માનીએ છીએ, પણ દાંત સડતાં કે શરીર બગડતાં આપણે એટલા બધા ગભરાઈ જઈએ છીએ કે ભલે સાધુ હોઈએ કે ગૃહસ્થ, તે વખતે ડૉકટર અને દવા જ આપણું મેહને વિષ્ય બની જાય છે ! કમાવામાં અને કૌટુમ્બિક જવાબદારીઓને અદા કરવામાં ઘણું વાર આપણે માની લીધેલી નિવૃતિ આડી આવે છે; પણ જ્યારે એનાં અનિષ્ટ પરિણામો કુટુંબકલહ પેદા કરે છે ત્યારે એ સમભાવે સહી લેવા આપણે તૈયાર નથી હોતા. સામાજિક સુવ્યવસ્થા અને રાષ્ટ્રીય અભ્યદય, જે પ્રયત્ન વિના પ્રાપ્ત થાય તે એ આપણને ગમે છે; ફક્ત આપણને નથી ગમત એ માટે કરે જઈ તે પુરુષાર્થ ! સાધુવર્ગની નિવૃત્તિ અને ગૃહસ્થવર્ગની પ્રવૃત્તિ એ બન્ને
Page #4
--------------------------------------------------------------------------
________________
યુવાને
[ ૮૫
જ્યારે અયોગ્ય રીતે એકબીજા સાથે સંકળાઈ જાય છે ત્યારે નિતિ એ સાચી નિવૃત્તિ નથી રહેતી અને પ્રવૃત્તિ પણ પિતાને પ્રાણુ ખઈ બેસે છે. એક પ્રસિદ્ધ આચાર્યો આગેવાન અને શિક્ષિત મનાતા એક ગુહસ્થ ઉપર પત્ર લખેલે. તેમાં સૂચવેલું કે રખે તમારી પરિષદ પુનર્લગ્નની ભ્રમણામાં સડેવાય. એમ થશે તો ધર્મને લાંછન લાગશે. ઉપરથી જોતાં ત્યાગી ગણતા એ આચાર્યની સૂચના કેટલી ત્યાગગર્ભિત લાગે છે ! પણ સહેજ વિશ્લેષણ કરતાં આવી અનધિકાર સંયમની ભલામણનું મર્મ ખુલ્લું થઈ જાય છે. પુનર્લગ્નની હિમાયત કે તેના પ્રચારથી જૈન સમાજ ખાડામાં પડશે, એવી મકકમ માન્યતા ધરાવનાર અને પુનર્લગ્ન કરેલ પાત્રોને હલકી દૃષ્ટિથી જોનાર એવા જ ત્યાગીઓ પાસે, જ્યારે આપણે વૃદ્ધ જ નહિ, અતિવૃદ્ધ ઉમરે કુમળી કન્યા સાથે લગ્ન કરનાર ગૃહસ્થને, અગર એક સ્ત્રી હૈયાત છતાં બીજી કરનાર ગૃહસ્થને, અગર પુખ્ત ઉમરે પહોંચ્યા પછી ચોથી કે પાંચમી વાર પરણનાર ગૃહસ્થને, પૈસા હોવાને કારણે, આદર પામતા કે આગલું આસન શોભાવતા જોઈએ છીએ, ત્યારે એ ત્યાગી ગુઓની સંયમની હિમાયતમાં કેટલે વિવેક છે એ તરી આવે છે.
ઘણા ત્યાગી ગુઓ અને તેમની છાયા તળે વગર વિચાર્યું આવેલા ગૃહસ્થ સુધ્ધાં જયારે એમ કહે છે કે, “આપણે આપણે ધર્મ સંભાળીએ, દેશ અને રાષ્ટ્રને એને માર્ગે જવા દે. કંઈ રાજ્ય વિરુદ્ધ તે વળી આપણું જૈનથી વિચારાય કે કરાય ? ”—ત્યારે નિવૃત્તિ અને પ્રવૃત્તિના પહેલામાં કેટલું અસામાજશ્ય ઊભું થયું છે તે જણાઈ આવે છે. જાણે ઉપરની વિચારસરણી ધરાવનાર દેશની ગુલામી અગર પરતંત્રતાથી મુકત જ ન હોય, એમ લાગે છે. તેઓ એ ભૂલી જાય છે કે આર્થિક, ઔદ્યોગિક કે રાજકીય પરતંત્રતા જે દેશમાં હોય તો તેઓ પોતે પણ એ જ બેડીથી બંધાયેલા છે. ગુલામી સદી જવાને કારણે અગર ટૂંકી દૃષ્ટિને કારણે ગુલામી ગુલામી ન લાગે, પણ તેથી કાંઈ ગુલામીને બેજ ઓછો થતું નથી. વળી, આવા ટૂંકી દૃષ્ટિવાળા વગે એ પણ વિચારવું જોઈએ કે વિશ્વમાં સ્વતંત્રતા માટે પ્રસરતાં આંદોલન બેરોકટેક આપણું આખા દેશમાં ખૂણે ખૂણે વ્યાપી રહ્યાં છે. સ્વતંત્રતાની તમન્નાવાળો વર્ગ નાને પણ મક્કમપણે એ જ દિશામાં કૂચ કરી રહ્યો છે. ધર્મ, પંથ અને કેમ ભેદ રાખ્યા સિવાય હજારે, બલકે લાખ, યુવકયુવતીઓ એમને સાથ આપી રહ્યાં છે. વહેલું કે મેડું એ પ્રગતિનું તંત્ર સફળ થવાનું જ છે. રાષ્ટ્ર-ઉત્થાનની સફળ ક્ષણે સુંદર ફળની ભાગીદારી સિવાય જે જૈન સમાજને પણ ન જ રહેવું હોય અને એ ફળે હાથમાં
Page #5
--------------------------------------------------------------------------
________________
* !
દર્શન અને ચિંતન
આવતાં. આવાવાં ગમતાં હોય તો એ સમાજે ગુલામીનાં બંધન તોડવામાં ઈચ્છા અને મુદ્ધિપૂર્ણાંક, ધમ સમજીને જ, ફાળા આપવા જોઈ એ. તેથી હુ ચોક્કસ માનું છું કે, જૈન યુવકે પાતાનું વનતંત્ર નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિવાળુ વિવેકપૂર્વક પોતાની જ મેળે ગેાડવવું, એમાં પ્રાચીન વારસાની રક્ષા અને નવીન પરિસ્થિતિને બંધ બેસે એવાં તત્ત્વોનું સંમિશ્રણ છે. નિવૃત્તિને સાચી નિવૃત્તિરૂપે ટકાવી રાખવાના સાદો એક જ નિયમ છે અને તે એ કે જો નિવૃત્તિ સ્વીકારવી તે જીવનના ધારણ પોષણને અંગે અનિવાર્ય આવશ્યક એવી બધી પ્રત્તિના ભાર પોતાના ઉપર જ રાખવા; ખીજાએ કરેલ પ્રવૃત્તિનાં ફળે આસ્વાદાના સદંતર ત્યાગ કરવા. એ જ રીતે જો પ્રવૃત્તિ સ્વીકારવી હેય, અને તેમ છતાં જીવનની વિશુદ્ધિ સાચવવી હોય, તો સ્વીકારેલ પ્રવ્રુત્તનાં ક્લેટને માત્ર આત્મગામી ન રાખતાં તેને સમૂહગામી બનાવવા તરફ લક્ષ રાખવું. આમ થાય તે પ્રાપ્ત થયેલ સાધન-સગવડે! માત્ર વૈયક્તિક ભાગ જ નિરક ભાગમાં ન પરિણમતાં તેને સમૂહગાની સુંદર ઉપયાગ થાય અને પ્રવૃત્તિ કરનાર એટલે અંશે વૈયક્તિક તૃષ્ણાથી મુક્ત થઈ નિવૃત્તિનું તત્ત્વ સાધી શકે.
૨. નિર્માણુ ક યાગ
ખીજું લક્ષણ એ વસ્તુતઃ પ્રથમ લક્ષણનું જ નામ છે. અહિક અને પારલૌકિક ઇચ્છાઓની તૃપ્તિ અર્થે યજ્ઞયાગાદિ કર્મો બહુ થતાં. ધર્મ તરીકે ગણાતાં આ કર્માં વસ્તુતઃ તૃષ્ણાજનિત હેાઈ સાથેા ધર્મ જ નથી, એવી બીજા પક્ષની સાચી પ્રબળ માન્યતા હતી. ગીતાધમ પ્રવક જેવા દી દર્શા વિચારકાએ જોયું કે કમ અર્થાત્ પ્રવૃત્તિ વિના જીવનતત્ર, પછી તે વ્યક્તિનું હા કે સમૂહનુ', શકય જ નથી. અને એમણે એ પણ જોયું કે કમ પ્રવૃત્તિની પ્રેરક તૃષ્ણા જ અધી વિડંબનાનુ` મૂળ છે. આ બન્ને દોષોથી મુક્ત થવા તેમણે અનાસક્ત કયાગ સ્પષ્ટપણે ઉપદેશ્યો. જોકે જૈન પરંપરાનું લક્ષ્ય નિર્માહત્વ છે, પણ આખા સમાજ તરીકે આપણે કમ પ્રવૃત્તિ વિના રહી કે વી શકવાના જ નથી. એવી સ્થિતિમાં આપણા વિચારક વગૅ નિર્માહ કે અનાસક્ત, ભાવે કમ યાગને જ માગ સ્વીકારવા ધટે છે. અન્ય પરપરાને જો આપણે કાંઈ આપ્યું હોય તો તેમની પાસેથી કાંઈ મેળવવું એમાં આપણી હીણપત નથી. વળી અનાસક્ત કચેગના વિચારનું મૂળ આપણાં શાસ્રો કે આપણી પરંપરામાં નથી એમ પણ નથી. તેથી હું માનુ છુ કે આ ક્ષણે દરેક વિચારક જૈન એ માર્ગનું સ્વરૂપ સમજવા અને તેને જીવનમાં ઉતારા નિશ્ચયવાન થાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
યુવકને
[ ૮૭ ૩. વિવેદી ક્રિયાશીલતા
હવે આપણે ત્રીજા લક્ષણ ઉપર આવીએ. આપણું નાનકડાશા સમાજમાં સામસામે અથડાતા અને વગર વિચાર્યું –પ્રતિષ કરતા બે
કાન્તિક પક્ષે છે : એક પક્ષ કહે છે કે સાધુ-સંસ્થા હવે કામની નથી; તે જવી જ જોઈએ. શાસ્ત્રો અને આગમનાં તે તે સમયનાં બંધને આ સમયે નકામાં હોઈ એને ભાર પણ જો જ જોઈએ. તીર્થો અને મંદિરના બે પણુ અનાવશ્યક છે. બીજો પક્ષ એની સામે કહે છે કે જૈન પરંપરાનું સર્વસ્વ જ સાધુ-સંસ્થા છે. એમાં કોઈ પણ જાતની ખામી હેય તે પણ એ જેવા અને ખાસ કરીને કહેવા ના પાડે છે. એને શાસ્ત્ર તરીકે મનાતાં બધાં જ પુસ્તકના બધા જ અક્ષરે ગ્રાહ્ય લાગે છે, અને તીર્થ તેમ જ મંદિરની વર્તમાન પદ્ધતિમાં કાંઈ ઘટાડે–વધારે કરવા જેવું લાગતું જ નથી. મને પિતાને એમ લાગે છે કે આ બંને પક્ષો સામસામેના વિરોધી એકાન્તોથી સહજ વિવેકપૂર્વક નીચે ખસી આવે છે એમને સત્ય સમજાય અને નકામી વેડફાતી શક્તિ ઉપયોગી માર્ગે લાગે. તેથી હું અને જેને શબ્દનો અર્થ વિવેક અને યુવકનો અર્થ ક્રિયાશીલ કરી જૈન યુવકના અનિવાર્ય લક્ષણ તરીકે વિવેકી ક્રિયાશીલતાને સૂચવું છું.
સાધુ સંસ્થાને તદ્દન અનુપયોગી કે “અજાગલસ્તનવત” માનનારને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. ભૂતકાળની સાધુ સંસ્થાની ઐતિહાસિક કારકિર્દીની વાત બાજુએ રાખીએ અને માત્ર ચાલું શતાબ્દીની જ તેમની કારકિર્દીને વિચાર કરીએ તે પણ સહેજે એ સંસ્થા પ્રત્યે માન થયા વિના રહેતું નથી. દિગંબર પરંપરાએ છેલ્લી ઘણી શતાબ્દીઓ થયાં સાધુ સંસ્થા ગુમાવી તો શું એ પરંપરાએ શ્વેતાંબર પરંપરા કરતાં વિદ્યા, સાહિત્ય, કળા કે નીતિ પ્રચારમાં વધારે ફાળો આપ્યો છે ? વળી અત્યારે દિગંબર પરંપરા મુનિસંસ્થા માટે જે પ્રયત્ન કરી રહી છે તેનું શું કારણ? જિહવા અને લેખિનીમાં વિવેક નહિ રાખનાર મારા તરુણ ભાઈઓને હું પૂછું છું કે તમે વિદ્યાપ્રચાર તે છો છે ને ? જો હા, તે આ પ્રચારમાં સૌથી પહેલાં અને સૌથી વધારે ફાળો આપનાર સાધુ નહિ તે બીજું કોણ છે ? એક ઉત્સાહવીર શ્વેતાંબર સાધુને કાશી જેવા દૂર અને ઘણા કાળથી ત્યજાયેલા સ્થાનમાં ગૃહસ્થ કુમારને શિક્ષણ આપવાની મહત્વપૂર્ણ અંતઃસ્કુરણા થઈ ન હતા તે શું આજે જે સમાજમાં જે એક જાતની વિદ્યોપાસના શરૂ થઈ છે તેનું નામ હોત ? સતત કર્મશીલ એવા એક જૈન મુનિએ આગમ અને આગમેતર
Page #7
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
દર્શન અને ચિંતન સાહિત્યને ઢગલાબંધ પ્રગટ કરી દેશ અને પરદેશમાં જે જૈન સાહિત્યની સુલભતા કરી આપી છે અને જેને લીધે જૈન-જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આટલા બધા પ્રમાણમાં જૈન સાહિત્ય તરફ આકર્ષાયેલું દેખાય છે, તે કામ કાઈ ગૃહસ્થ બચ્ચે આટલી બધી ત્વરા અને સરલતાથી આટલા મોટા પ્રમાણમાં કરી શકત ખરે? જે એક વૃદ્ધ મુનિ અને તેમના શિષ્યવર્ગે પિતે જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જૈન સમાજની વિભૂતિરૂપ ગણાતા પુસ્તક ભંડારેને વ્યવસ્થિત કરવા, તેને નષ્ટ થતા બચાવવા અને સાથે તેમાંથી સેંકડો પુસ્તકનું શ્રમભરેલું, દેશપરદેશના વિદ્વાનોનું ધ્યાન ખેંચે એવું, વર્ષો થયાં પ્રકાશન કાર્ય કર્યું રાખ્યું છે, તે મારા કે તમારે જે કોઈ ગૃહસ્થ કરી શકત ખરે?
શાસ્ત્રો અને આગને જૂનાં જાળાં સમજનાર ભાઈઓને હું પૂછું છું કે તમે ક્યારે પણ એ શાસ્ત્રો વાંચ્યાં કે વિચાર્યા છે? તમને એની કદર નથી એ શું તમારા અજ્ઞાનને લીધે કે એ શાસ્ત્રોની નિરર્થકતાને લીધે? એવા યુવકને પૂછું છું કે તમારા સમાજને લાંબા કાળને કર્યો વારસો તમે દુનિયા સમક્ષ મૂકી શકે તેમ છે ? દેશપરદેશના જૈનેતર વિદ્વાને પણ જૈન સાહિત્યનું અદ્ભુત મૂલ્ય આંકે છે અને તેના સિવાય ભારતીય સંસ્કૃતિ કે ઈતિહાસનું પાનું અધુરું છે એમ માને છે; એવી સ્થિતિમાં, તેમ જ લાખો અને કરોડોના ખર્ચે દેશાંતરમાં જૈન સાહિત્યને સંગ્રહ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એવી સ્થિતિમાં, તમે જેન શાસ્ત્રો કે જૈન સાહિત્યને બાળવાની વાત કરો એ ઘેલછા નહિ તે બીજું શું છે?
તીર્થો અને મંદિરના એકાન્તિક વિધીઓને હું પૂછું છું કે એ તીર્થસંસ્થાના ઈતિહાસ પાછળ સ્થાપત્ય, શિલ્પ અને પ્રાકૃતિક સૌદર્યને કેટલે ભવ્ય ઈતિહાસ છુપાયેલો છે એ તમે વિચાર્યું છે? સ્થાનકવાસી સમાજને કોઈ તેમના પૂર્વ પુરૂના સ્થાન કે સ્મૃતિ વિષે પૂછે તો તેઓ તે વિષે શું કહી શકે? શું એવાં અનેક તીર્થો નથી, જ્યાં ગયા પછી તમને એનાં મંદિરની ભવ્યતા અને કળા જોઈ એમ કહેવાનું મન થઈ જાય કે લક્ષ્મી વાપરનારે ખરેખર, સફળ જ કરી છે?
એ જ રીતે હું બીજા કાન્તિક પક્ષને પણ આદરપૂર્વક પૂછવા ઈચ્છું છું. સાધુવર્ગમાં કાંઈ પણ કહેવા કે સુધારવા જેવું ન માનનાર તરુણ ભાઈઓ, તમે એટલું જ કહો કે સાધુ એ જો ખરેખર આજે સાધુ જ રત્વે હોય તે તે વર્ગમાં ગૃહસ્થવર્ગ કરતાં પણ વધારે મારામારી, પક્ષાપક્ષી, હુંસાતુંસી અને એક જ ધનિકને પિતાપિતાને અનુગામી બનાવવા પાછળની
Page #8
--------------------------------------------------------------------------
________________
યુવકેને
અવ્યકત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈએને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે અનન્ય ભક્તિ છે તે તમે એને વાંચવા–વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા-અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિને થોડો પણ ફાળે આપ્યો છે કે ફક્ત પારકી બુદ્ધિએ દોરવાઓ છો? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરે એ રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે ? એના ઉપર થતાં આક્રમણને બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છે? તેમ જ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તે નથી જતા? આ રીતે બંને પક્ષોને પ્રો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઈચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જ મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તે તેઓ પોતપોતાની કક્ષામાં રહીં કામ કરવા છતાં ધણું અથડામણોથી બચી જશે.
હવે હું આપણું કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણએ દેશની મહાસભા જે વખતોવખત વિચારપૂર્વક ધડે છે, તે જ નિર્ણયો આપણે હોઈ અત્રે તેથી જુદું વિચારવા પણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયેગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદો વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલેક માર્ગ ખુલ્લે કરે છે તેમ જ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણીને જ ને સ્પર્શતાં માત્ર શક્ય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઈચ્છું છું.
આપણુ પરિષદે પિતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરવા ઘટે. સામાન્ય રીતે આપણુ પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જે ન હોય તે અર્થસંગ્રહનું કામ પણ અધરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવા સુકર કર્તવ્યોની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દષ્ટિએ એને બહુ અર્થ રહેતા નથી. આપણી પરિષદને એક પણ સાધુને ટેકે નથી કે, જે પિતાના
Page #9
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન વિચારે અપ અગર પિતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરળ બનાવે. પરિષદે પિતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરે અવકાશ હોઈ વિકાસને સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્ય લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા, જોઈ તે સમય. આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યોનું સૂચન કરું છું, અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંને યુવકસંઘ તેમાંથી કોઈપણ કરવા સમર્થ હોય, ત્યાં ત્યારે યુવાસંધ પિતાના સ્થાન પૂરતાં તે કર્તવ્ય અમલમાં મૂકી શકે.
હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તોમાં અનેક શહેરે, કસબાઓ અને ગામડાંઓ. એવાં છે કે જ્યાં જૈન યુવકે છે છતાં તેમને સંધ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી છતાં શું વિચારવું, શું બોલવું, ક્યાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરે અને કસબાઓમાં પુસ્તકો વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હતું, તે તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા ક્યાંથી રહે ? એવી સ્થિતિમાં આપણું પરિષદે એક-બે–ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા એવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી. ઘટે કે જે દ્વારા સરલતાથી દરેક જૈન યુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમ જ બીજા આવશ્યક પ્રશ્નો સંબંધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકના સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાન સાથે અનેક જુદાંજુદાં સ્થાના યુવકેને પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવકો પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંઠયા વિચારશીલ યુવકે હેવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃતિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારે ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે.
આગળ જે કર્યું તે ફક્ત યુવકના સ્વશિક્ષણની દૃષ્ટિએ પણ અમુક કેળવણીપ્રધાન શહેરના સંઘેએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે, અને તે એ કે તે તે શહેરના સોએ તિપિતાના.
Page #10
--------------------------------------------------------------------------
________________
[૧
યુવકને કાર્યાલયમાં એવી ગેઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંને વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતા હોય તે, ત્યાં આવી પિતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસંઘે આવા ઉમેદવારને પિતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી. વ્યવસ્થા રાખવી, જેથી ઘણીવાર માર્ગ અને આલંબન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તો. રાહત મળે જ.
આ સિવાય એક કર્તવ્ય ઉદ્યોગને લગતું છે. ભણું રહેલા કે વચમાં જ ભણતર છેડી દીધેલા અનેક ભાઈઓ નોકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મોટાભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરત પણ ટેકે નથી મળતું. થોડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન. શકાય તો પણ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી ગ્ય સુચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સ કરે તે એ દ્વારા પણ યુવકમંડળનું સંગઠન સાધી શકાય.
હવે હું લાંબી કર્તવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરું છું. તે છે વિશિષ્ટ તીર્થોને લગતું. આબુ, પાલીતાણ આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય તીર્થો છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારે લેકે આપોઆપ જાય આવે છે. દરેક તીર્થો આપણું પ્રથમ સ્થાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થો જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીર્થસ્થાનના યુવકો અગર તેની પાસેના યુવક આદર્શ સ્વચ્છતાનું કામ માથે લે તે તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉપન્ન કરી શકે. આબુ એ એક એવું સ્થાન છે કે જે ગુજરાત અને રાજપૂતાનાનું મધ્યવર્તી હેવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિરે જોવા આવનાર આબુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી વાસ્તે આવેલું એ મંદિરને ભેટયા સિવાય કદી રહેતું જ નથી. જેવાં એ મંદિરે. છે તેને જ યોગ્ય એ સુંદર પર્વત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વછતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિર્વિણુ જન જનતાને એ ખામી ભલે ન લાગતી હોય, છતાં તેઓ જ જ્યારે કેમ્પ અને બીજા જળાશ તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પિતાનાં મંદિરની. આસપાસની એ ખામી દેખાઈ આવે છે. શિરોહી, પાલણપુર કે અમદાવાદના
Page #11
--------------------------------------------------------------------------
________________ 9i2 ] દર્શન અને ચિંતન યુવકે આ દિશામાં કોઈ જરૂર કરી શકે. યોગ્ય વાચનાલ અને પુસ્તકાલયોની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થમાં પ્રથમ હોવી જ જોઈએ. પણ આબુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયોગી સિદ્ધ થઈ શકે. પાલીતાણુ જેવા તીર્થમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે. તેની પાછળ ખર્ચ પણ ઓછો થતો નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે, પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાતે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવો ઘટે . કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તે માત્ર નામની અને નિપ્રાણ જેવી છે. એમાં પણ યુવકે વાસ્તે કર્તવ્યને અવકાશ છે. જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિત સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતે હોય, જે ફરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાને સક્રિય સમર્થક હોય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થા માં જવાબદારીવાળી સમાચિત સુધારણાને હિમાયતી હોય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતો હશે એ જાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાતિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે ભારે ખુલાસો એ છે કે આ માર્ગ જાણી જોઈને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવું છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી કર્મ કસોટી યુવકે સમક્ષ મૂકવી અને તપાસી જેવું કે તેઓ એ કસોટીમાં કેટલે અંશે પસાર થાય છે. આ કેસેટી તદ્દન હળવી છે કે સહેજ પણ અઘરી, એ સાબિત કરવાનું કામ યુવકોનું છે. મોટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણું અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચેનો મેળ સાધવામાં ઘણીવાર વિનરૂપ નિવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણુ યુવકોએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું છું કે આપણી સામે પડેલા સળગતા બધા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જે આપણે એ અનેકગી દૃષ્ટિનો ઉપયોગ કરીશું તે વગર વિષે સીધે રસ્તે ચાલ્યા જઈશું. -જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી.