________________
યુવકેને
અવ્યકત હરીફાઈ આટલી બધી કેમ ચાલે છે ? અક્ષરશઃ શાસ્ત્રોની હિમાયત કરનાર એ ભાઈએને હું સાદર પૂછું છું કે તમારી શાસ્ત્રો પ્રત્યે અનન્ય ભક્તિ છે તે તમે એને વાંચવા–વિચારવામાં અને તેની દેશકાળાનુસાર ઉપયોગિતા-અનુપયોગિતાનું પૃથક્કરણ કરવામાં તમારી બુદ્ધિને થોડો પણ ફાળે આપ્યો છે કે ફક્ત પારકી બુદ્ધિએ દોરવાઓ છો? મંદિર-સંસ્થા પાછળ વગર વિવેકે બધું જ સર્વસ્વ હોમનાર ઉદાર ભાઈબહેનને હું પૂછું છું કે જે છે તેટલાં મંદિરે એ રીતે સાચવવાની પૂરી શક્તિ તમારી પાસે છે ? એના ઉપર થતાં આક્રમણને બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાની શક્તિ ધરાવો છે? તેમ જ એની એકતરફી ધૂનમાં બીજું આવશ્યક કર્તવ્ય ભૂલી તે નથી જતા? આ રીતે બંને પક્ષોને પ્રો પૂછી હું તેમનું ધ્યાન વિવેક તરફ ખેંચવા ઈચ્છું છું, અને મારી ખાતરી છે કે બંને પક્ષો જ મર્યાદામાં રહી વિવેકપૂર્વક વિચાર કરશે તે તેઓ પોતપોતાની કક્ષામાં રહીં કામ કરવા છતાં ધણું અથડામણોથી બચી જશે.
હવે હું આપણું કર્તવ્ય પ્રશ્નો તરફ વળું છું. વ્યાપાર, ઉદ્યોગ, કેળવણી, રાજસત્તા આદિને લગતા રાષ્ટ્રવ્યાપી નિર્ણએ દેશની મહાસભા જે વખતોવખત વિચારપૂર્વક ધડે છે, તે જ નિર્ણયો આપણે હોઈ અત્રે તેથી જુદું વિચારવા પણું કાંઈ રહેતું નથી. સામાજિક પ્રશ્નોમાં નાતજાતનાં બંધન, બાળ-વૃદ્ધલગ્ન, વિધવાઓ પ્રત્યેની જવાબદારી, અનુપયેગી ખર્ચાઓ ઈત્યાદિ અનેક છે. પણ આ બધા જ પ્રશ્નો વિષે જૈનસમાજની અનેક જુદી જુદી પરિષદો વર્ષો થયાં ઠરાવ કરતી જ આવે છે, અને વર્તમાન પરિસ્થિતિ એ વિષે આપોઆપ કેટલેક માર્ગ ખુલ્લે કરે છે તેમ જ આપણી યુવક પરિષદે પણ એવા પ્રશ્નો વિષે જે વિચાર્યું છે તેમાં અત્યારે કાંઈ ઉમેરવાપણું દેખાતું નથી. તેથી એ પ્રશ્નોને હું જાણીને જ ને સ્પર્શતાં માત્ર શક્ય પ્રવૃત્તિઓ વિષે કેટલુંક સૂચન કરવા ઈચ્છું છું.
આપણુ પરિષદે પિતાની મર્યાદાઓ વિચારીને જ નિર્ધાર કરવા ઘટે. સામાન્ય રીતે આપણુ પરિષદ અમુક વખતે મળી મુખ્યપણે વિચારવાનું કામ કરે છે. એ વિચારને અમલમાં મૂકવા વાસ્તે જે કાયમી બુદ્ધિબળ, સમયબળ આવશ્યક છે તે પૂરું પાડનાર એક પણ વ્યક્તિ જે ન હોય તે અર્થસંગ્રહનું કામ પણ અધરું થઈ પડે છે. એવી સ્થિતિમાં ગમે તેવા સુકર કર્તવ્યોની રેખા આંકીએ છતાંય વ્યવહારુ દષ્ટિએ એને બહુ અર્થ રહેતા નથી. આપણી પરિષદને એક પણ સાધુને ટેકે નથી કે, જે પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org