Book Title: Yuvakone
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ યુવકોને [ ૧૩ ] કાન્તિ--ફેરફાર એ વસ્તુમાત્રનો અનિવાર્ય સ્વભાવ છે. કુદરત પિત જ અણધારેલ સમયે કે ધારેલ વખતે ક્રાન્તિ. જન્માવે છે. મનુષ્ય પણ બુદ્ધિપૂર્વક એવી ક્રાન્તિ કરીને જ જીવન ટકાવે અને લંબાવે છે. વિજળી અચાનક પડે છે ને ઝાડને ક્ષણમાત્રમાં નિઈવ કરી બીજા જ કઈ કામ લાયક બનાવી મૂકે છે. પણ વસંતઋતુ એથી ઊલટું કરે છે. તે પાંદડામાત્રને ખેરવી નાખે છે, પણ તેની સાથે જ કામળ, નવીન અને લીલાંછમ અપૂર્વ પાંદડાઓ જન્માવતી જાય છે. ખેડૂત ક્યારેક આખા ખેતરને સૂડી નાખીને જ નવેસર ખેતીની તૈયારી કરે છે, ત્યારે વળી તે બીજીવાર માત્ર નીંદણનું કામ કરી, નકામા ઝાડપાલાને જ ફેંકી દઈ, કામના છેડવા અને વેપાઓને વધારે સારી રીતે ઉગાડવા–સફળ કરવા યત્ન લે છે. આ બધા ફેરફાર પિતાપિતાના સ્થાનમાં ગ્ય છે, તે બીજે સ્થાને તે તેટલા જ અયોગ્ય સિદ્ધ થાય છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈએ તો આપણને કાન્તિથી ડરવાને પણ કારણ નથી, તેમ જ કાન્તિને નામે અવિચારી કાતિ પાછળ તણાઈ જવાને પણ કારણ નથી. આપણું કામ, ભૂતકાળના અનુભવ અને વર્તમાન કાળના અવેલેકિન ઉપરથી, સુંદર ભાવી વાતે કયે સ્થાને શું કરવું, શું રાખવું, શું બદલવું ને કેટલું રાખવું ને કેવી રીતે રાખવું કે ફેંકવું, એ શાંત ચિતે વિચારવાનું છે. આવેશમાં તણાઈ જવું કે જડતામાં ફસાઈ જવું એ બન્ને એકસરખી રીતે જ હાનિકારક છે. તેથી આપણું પ્રત્યેક કાર્ય ચપળતા, શાંતિ અને વિચારણા માગે છે. આ દષ્ટિએ અત્યારે હું જૈન યુવકમાં ત્રણ લક્ષણ હોવાની અગત્યતા જોઉં છું. “જન પરંપરાવાળા કુળમાં જન્મેલે તે જૈન” એ જૈનને સામાન્ય અર્થ છે. અઢાર વર્ષથી ચાલીસ વર્ષ જેટલી ઉમરને સામાન્ય રીતે યુવક કહી શકાય. પણ આપણે માત્ર એટલા જ અર્થમાં જન યુવક શબ્દને પરિમિત રાખ ન ઘટે. આપણે ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ એમાં જીવનભૂત એવાં નવીન તો ઉમેરવા સૂચવે છે, કે જેના સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11