Book Title: Yuvakone
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૮૮ ] દર્શન અને ચિંતન સાહિત્યને ઢગલાબંધ પ્રગટ કરી દેશ અને પરદેશમાં જે જૈન સાહિત્યની સુલભતા કરી આપી છે અને જેને લીધે જૈન-જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આટલા બધા પ્રમાણમાં જૈન સાહિત્ય તરફ આકર્ષાયેલું દેખાય છે, તે કામ કાઈ ગૃહસ્થ બચ્ચે આટલી બધી ત્વરા અને સરલતાથી આટલા મોટા પ્રમાણમાં કરી શકત ખરે? જે એક વૃદ્ધ મુનિ અને તેમના શિષ્યવર્ગે પિતે જ્યાં જ્યાં હોય, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જૈન સમાજની વિભૂતિરૂપ ગણાતા પુસ્તક ભંડારેને વ્યવસ્થિત કરવા, તેને નષ્ટ થતા બચાવવા અને સાથે તેમાંથી સેંકડો પુસ્તકનું શ્રમભરેલું, દેશપરદેશના વિદ્વાનોનું ધ્યાન ખેંચે એવું, વર્ષો થયાં પ્રકાશન કાર્ય કર્યું રાખ્યું છે, તે મારા કે તમારે જે કોઈ ગૃહસ્થ કરી શકત ખરે? શાસ્ત્રો અને આગને જૂનાં જાળાં સમજનાર ભાઈઓને હું પૂછું છું કે તમે ક્યારે પણ એ શાસ્ત્રો વાંચ્યાં કે વિચાર્યા છે? તમને એની કદર નથી એ શું તમારા અજ્ઞાનને લીધે કે એ શાસ્ત્રોની નિરર્થકતાને લીધે? એવા યુવકને પૂછું છું કે તમારા સમાજને લાંબા કાળને કર્યો વારસો તમે દુનિયા સમક્ષ મૂકી શકે તેમ છે ? દેશપરદેશના જૈનેતર વિદ્વાને પણ જૈન સાહિત્યનું અદ્ભુત મૂલ્ય આંકે છે અને તેના સિવાય ભારતીય સંસ્કૃતિ કે ઈતિહાસનું પાનું અધુરું છે એમ માને છે; એવી સ્થિતિમાં, તેમ જ લાખો અને કરોડોના ખર્ચે દેશાંતરમાં જૈન સાહિત્યને સંગ્રહ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એવી સ્થિતિમાં, તમે જેન શાસ્ત્રો કે જૈન સાહિત્યને બાળવાની વાત કરો એ ઘેલછા નહિ તે બીજું શું છે? તીર્થો અને મંદિરના એકાન્તિક વિધીઓને હું પૂછું છું કે એ તીર્થસંસ્થાના ઈતિહાસ પાછળ સ્થાપત્ય, શિલ્પ અને પ્રાકૃતિક સૌદર્યને કેટલે ભવ્ય ઈતિહાસ છુપાયેલો છે એ તમે વિચાર્યું છે? સ્થાનકવાસી સમાજને કોઈ તેમના પૂર્વ પુરૂના સ્થાન કે સ્મૃતિ વિષે પૂછે તો તેઓ તે વિષે શું કહી શકે? શું એવાં અનેક તીર્થો નથી, જ્યાં ગયા પછી તમને એનાં મંદિરની ભવ્યતા અને કળા જોઈ એમ કહેવાનું મન થઈ જાય કે લક્ષ્મી વાપરનારે ખરેખર, સફળ જ કરી છે? એ જ રીતે હું બીજા કાન્તિક પક્ષને પણ આદરપૂર્વક પૂછવા ઈચ્છું છું. સાધુવર્ગમાં કાંઈ પણ કહેવા કે સુધારવા જેવું ન માનનાર તરુણ ભાઈઓ, તમે એટલું જ કહો કે સાધુ એ જો ખરેખર આજે સાધુ જ રત્વે હોય તે તે વર્ગમાં ગૃહસ્થવર્ગ કરતાં પણ વધારે મારામારી, પક્ષાપક્ષી, હુંસાતુંસી અને એક જ ધનિકને પિતાપિતાને અનુગામી બનાવવા પાછળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11