Book Title: Yuvakone
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ [૧ યુવકને કાર્યાલયમાં એવી ગેઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંને વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતા હોય તે, ત્યાં આવી પિતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસંઘે આવા ઉમેદવારને પિતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી. વ્યવસ્થા રાખવી, જેથી ઘણીવાર માર્ગ અને આલંબન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તો. રાહત મળે જ. આ સિવાય એક કર્તવ્ય ઉદ્યોગને લગતું છે. ભણું રહેલા કે વચમાં જ ભણતર છેડી દીધેલા અનેક ભાઈઓ નોકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મોટાભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરત પણ ટેકે નથી મળતું. થોડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન. શકાય તો પણ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી ગ્ય સુચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સ કરે તે એ દ્વારા પણ યુવકમંડળનું સંગઠન સાધી શકાય. હવે હું લાંબી કર્તવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરું છું. તે છે વિશિષ્ટ તીર્થોને લગતું. આબુ, પાલીતાણ આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય તીર્થો છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારે લેકે આપોઆપ જાય આવે છે. દરેક તીર્થો આપણું પ્રથમ સ્થાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થો જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીર્થસ્થાનના યુવકો અગર તેની પાસેના યુવક આદર્શ સ્વચ્છતાનું કામ માથે લે તે તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉપન્ન કરી શકે. આબુ એ એક એવું સ્થાન છે કે જે ગુજરાત અને રાજપૂતાનાનું મધ્યવર્તી હેવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિરે જોવા આવનાર આબુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી વાસ્તે આવેલું એ મંદિરને ભેટયા સિવાય કદી રહેતું જ નથી. જેવાં એ મંદિરે. છે તેને જ યોગ્ય એ સુંદર પર્વત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વછતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિર્વિણુ જન જનતાને એ ખામી ભલે ન લાગતી હોય, છતાં તેઓ જ જ્યારે કેમ્પ અને બીજા જળાશ તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પિતાનાં મંદિરની. આસપાસની એ ખામી દેખાઈ આવે છે. શિરોહી, પાલણપુર કે અમદાવાદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11